Daily Horoscope 4 March: આજે જમણા હાથ પર આ બે વસ્તુની પોટલી બાંધો...થશે અઢળક ફાયદા!, જાણો રાશિફળ

ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે અને ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.

Mar 4, 2021, 07:43 AM IST

Daily Horoscope 4 March 2021: આજે ગુરુવારે ભગવાન બૃહસ્પતિની ઉપાસના કરવી જોઈએ. ભગવાન બૃહસ્પતિની કૃપાથી તમારા તમામ દુ:ખ દૂર થઈ જશે. જ્યોતિષાચાર્ય પંડિત દેવસ્ય મિશ્રાના જણાવ્યાં મુજબ આજે પૂજાના સ્થળે પીત્તળની વાટકીમાં કાચી હળદર અને  કેળાના મૂળ રાખો. ત્યારબાદ સાંજે પીળા કપડામાં કેળાનું મૂળિયું અને કાચી હળદરને બાંધી લો અને તમારા જમણા હાથમાં ધારણ કરી લો. તેનાથી નિશ્ચિતપણે તમારું ભાગ્ય ચમકશે. આ ઉપરાંત ધનની દેવી માતા લક્ષ્મીની પણ વિશેષ કૃપા રહેશે. આ ઉપરાંત ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે અને ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.

1/12

મેષ

મેષ

મેષ. જીતનો જશ્ન તમારા મનને ખુશીથી ભરી દેશે. આજે તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. આગળ વધવાની સારી તકો મળી શકે છે. લવ પાર્ટનરનો સહયોગ મળશે. મૂડ સારો રહેશે. આજે કરાયેલું રોકાણ આવનારા દિવસોમાં ફાયદો કરાવશે. ભાગ્યનો સાથ મળી શકે છે. મહેનતથી પૈસા કમાવવાનો દિવસ છે. તણાવમાં ઘટાડો થઈ શકે છે. 

2/12

વૃષભ

વૃષભ

વૃષભ: ખાણી પીણી સમયે સાવધ રહો. બેદરકારી બીમારીનું કારણ બની શકે છે. આજે કોઈ વિપરિત લિંગની મદદથી તમને વેપાર કે નોકરીમાં આર્થિક લાભ થવાની શક્યતા છે. જો વાતચીત અને ચર્ચા તમારા મત મુજબ ન હોય તો તમે નારાજગીમાં કડવી વાતો કરી શકો છો. જેના કારણે પાછળથી પસ્તાવવાનો વારો આવશે. આથી સમજી વિચારીને બોલો.  એકવાર તમે તમારા જીવનસાથીનો સાથ મેળવી લેશો પછી તમારે જીવનમાં કોઈની જરૂર નહીં રહે. 

3/12

મિથુન

મિથુન

મિથુન. સમજી વિચારીને નિર્ણય લો. પોતના વિચારોથી બીજાને સહમત કરાવી શકશો. કોઈ નવી જગ્યાએ જવાનાય યોગ છે. નવા લોકો સાથે મુલાકાત થશે જે ફાયદો કરાવશે. જેટલી મહેનત કરશો તેટલા સફળ થશો. બેરોજગારોને નોકરીની તકો છે.

4/12

કર્ક.

કર્ક.

કર્ક. દિવસ સારો છે. ઉત્સાહ વધશે. ઘર અને આસપાસની ચીજો તમારા કંટ્રોલમાં રહેશે. અટવાયેલા નાણા પરત મળશે. આવક, ખર્ચ અને પૈસાના દરેક પ્રકારના મામલાની ઝીણવટભરી તપાસ કરો. મોટા નિર્ણયો લેવા માટે સારો દિવસ છે. 

5/12

સિંહ

સિંહ

સિંહ. દિવસની શરૂઆત તમે યોગ કે ધ્યાનથી કરી શકો છો. તમારા માટે ફાયદાકારક રહેશે. આખો દિવસ ઉર્જાભર્યો રહેશે. મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલીઓ દૂર થશે. આજના દિવસે કેટલીક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. યથાર્થવાદી વલણ અપનાવો અને જે તમારી તરફ મદદનો હાથ લંબાવે તેમની પાસેથી કોઈ ચમત્કારની આશા ન રાખો. આજે તમે પ્રેમની મનોદશામાં રહેશો અને તમારા માટે અનેક તકો પણ સર્જાશે. તમારો આત્મવિશ્વાસ વધી રહ્યો છે અને પ્રગતિ સ્પષ્ટ જોવા મળી રહી છે. 

6/12

કન્યા

કન્યા

કન્યા. જે કામ કરવાનું છે કે જવાબદારી મળી છે તે ખુશીથી સ્વીકારો. બધુ સરળતાથી પતશે. તમારા કામથી બીજાને  પ્રેરણા મળશે. નાણાકીય સ્થિતિમાં સુધાર થશે. મહેનતનું ફળ મળશે. સંબંધો મામલે વ્યવહારિક રહો. 

7/12

તુલા

તુલા

તુલા. અટવાયેલા કામો પૂરા થઈ શકે છે. નોકરી અને બિઝનેસમાં સમય પર સહયોગ નહી મળવાથી પરેશાની થશે. કેટલાક લોકો તમારા કામનો વિરોધ કરી શકે છે. અપરણિત લોકોને વિવાહના પ્રસ્તાવ મળી શકે છે.

8/12

વૃશ્ચિક

વૃશ્ચિક

વૃશ્ચિક. સારા લોકો સાથે મુલાકાત થશે. જેનો ફાયદો પણ થશે. મિત્રો સાથે સમય પસાર થશે. આજે કરાયેલી બિઝનેસ ડીલ ફાયદાકારક રહેશે. બિઝનેસ સારો ચાલશે. પરિવારમાંથી પણ મદદ મળશે. માહોલ ખુશનુમા રહેશે. 

9/12

ધનુ

ધનુ

ધનુ. ભાવનાઓ સારી રીતે પ્રદર્શિત કરી શકશો. ઈન્ટરવ્યુ કે સંબંધની વાત થશે તો સારું છે. ગંભીરતાથી કરાયેલી ચર્ચાથી કોઈ ખાસ મામલાનો ઉકેલ આવી શકે છે. કાર્યક્ષેત્રમાં ઘણુખરું સફળ થશો. સંતાન તરફથી સારા સમાચાર મળશે. 

10/12

મકર

મકર

મકર. નાની મોટી યાત્રા કે મહત્વપૂર્ણ વાતચીત થશે. ખાસ લોકો તમને અને કામને નોટિસ કરશે. તમારી બુદ્ધિમત્તાથી કપરાં કામો પતાવશો. વધુ મહેનતવાળું કામ પણ કરવું પડી શકે છે. પૈસાનું ટેન્શન દૂર થવાની શક્યતા છે. સારા સમાચાર મળી શકે છે.

11/12

કુંભ

કુંભ

કુંભ. લોકોને મળવામાં અને વાત કરવામાં સફળ થશો. આસપાસના લોકો પર ધ્યાન રાખો. ઓફિસમાં વધુ જવાબદારીવાળું કામ મળી શકે છે. બીજાની મદદથી કરાયેલા કામોમાં અટવાઈ શકો છો. માંગલિક કામો થઈ શકે છે. મોટા ભાઈ કે મિત્રોની મદદ મળશે.

12/12

મીન

મીન

મીન. પોતાના પર ભરોસો કરો અને આગળ વધવાનું કામ કરો. બિઝનેસ કે નોકરીમાં ખાસ કામ પતાવવા માટે સારો દિવસ છે. ભાગ્યનો સાથ મળશે. મહત્વ અને સન્માન વધવાના યોગ છે. પૈસાની સ્થિતિમાં સુધાર અને ઉન્નતિ થવાની તકો મળી શકે છે.