રાશિફળ 5 જુલાઈ: કોરોનાકાળમાં કઈ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ અને કોણે વર્તવી સાવધાની...જાણો

Jul 5, 2020, 07:32 AM IST

ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે અને ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.

1/12

સરકારી કર્મચારીઓ માટે સારો દિવસ છે. અધિકારીઓનો સહયોગ મળશે. ભાગ્યનો સાથ મળશે. નોકરી અને ધંધાના મામલાઓની પતાવટ થશે. થોડી કોશિશ કરશો તો ફસાયેલા નાણા મળશે. પરેશાનીઓ દૂર થશે. કામકાજમાં ઉતાવળ ન કરતા. 

2/12

બિઝનેસ માટે સારો દિવસ છે. રોકાણ ફાયદાકારક રહેશે. જીવનસાથી સાથે ક્યાક ફરવા જશો. મતભેદ થશે. શાંત અને સહનશીલ રહેશો તો ફાયદો થશે. 

3/12

ભાગીદારીનો ધંધામાં ફાયદો થશે. વિદ્યાર્થીઓને મહેનતથી વધુ પરિણામ મળશે. જૂના રોકાણથી ફાયદો થવાના યોગ છે. જરૂરી કામ પૂરા થશે. કોઈ પણ વાત બહુ લાંબી ન ખેંચો. નવું કામ કરવાનું મન થશે. 

4/12

એક સાથે અનેક કામ હાથમાં ન લો, પરેશાનીમાં પડશો. લેવડદેવડમાં સાવધાની રાખો. મહેનતથી જે પરિણામ મળશે તેનાથી અસંતુષ્ટ રહેશો. અનેક લોકો તમને કોન્ટેક્ટ કરવાની કોશિશ કરશે.

5/12

બિઝનેસ કરનારા લોકો માટે ફાયદાકારક સમય છે. રોકાણનો ફાયદો થશે. અવિવાહિત લોકોને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે. દિવસ સારો રહેશે. સ્ટુડન્ટ માટે મહેનતનો સમય રહેશે. મોટી જવાબદારીઓ મળશે. ખર્ચ પર નિયંત્રણ રાખો. 

6/12

જોખમી ડીલ કરવાથી બચો. ઉધાર આપેલા નાણા મુશ્કેલથી પાછા આવશે. વિવાદ થવાની શક્યતા. જૂની વાતો પરેશાનીઓ વધારશે. બોલવામાં ધ્યાન રાખો. ઉતાવળ ન કરો. જૂના રોગથી છૂટકારો મળશે. 

7/12

આર્થિક દ્રષ્ટિકોણથી દિવસ સારો રહેશે. દાંપત્યજીવન સારું રહેશે. કોઈ પણ કામ પૂરું કરવામાં મદદ મળશે. જરૂરિયાતો પૂરી થશે. કેટલાક નાણાકીય મામલા પેચીદા બનશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. 

8/12

કાર્યક્ષેત્રમાં પરેશાનીઓ વધશે. બિઝનેસમાં જરૂરી કામ અધૂરા રહેશે. અધિકારીઓનો સહયોગ નહીં મળે. કાનૂની મામલાઓમાં મોટા પગલાં લેતા વિચારજો. ઓફિસ અને બિઝનેસમાં કેટલાક પડકારો મળી શકે છે. 

9/12

નોકરીયાતો માટે સારો સમય છે. પદોન્નતિના યોગ છે. ઓફિસમાં નવું કામ થશે જેમાં તમે સફળ થશો. કોઈ બગડેલી સ્થિતિમાં સુધાર થવાના યોગ છે. નીકટની વ્યક્તિ ફાયદાકારક બની શકે છે. લવલાઈફ માટે મિક્સ દિવસ છે. 

10/12

આવકમાં વધારો થવાના યોગ છે. કાર્યસ્થળ પર સહયોગ મળશે. ક્યાંક ફરવા જશો. નોકરીયાતોને ભાગ્યનો સાથ અને નવું કામ મળી શકે છે. બિઝનેસમાં અટવાયેલા નાણા પાછા મળશે. કોઈ મામલે ભ્રમની સ્થિતિ બની શકે છે. 

11/12

બિઝનેસમાં વિવાદની સ્થિતિ બની શકે છે. મહેનત વધુ કરવી પડશે. નાણાકીય મામલાઓમાં કોઈ મોટો નિર્ણય ન લો. કોઈ અનુભવીની સલાહ લો તો સારું.

12/12

 રોકાણ કરતી વખતે સાવધાની રાખો. ધનહાનિના યોગ છે. કોઈ વાત પર જીવનસાથી સાથે અણબન થશે. ફાલતુ ખર્ચથી બચો. કોઈ નીકટની વ્યક્તિ ખોટો ફાયદો ઉઠાવી શકે છે.  ભાગદોડ વધુ કરવી પડશે.