રાશિફળ 5 માર્ચ: આ રાશિના જાતકોના સિતારા આજે બુલંદ, લક્ષ્મીજીની કૃપાથી થશે ધનવર્ષા

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.

Mar 5, 2021, 07:47 AM IST

આજે 5 માર્ચ 2021નો શુક્રવારનો દિવસ છે. ધનની દેવી લક્ષ્મીમાતા પ્રસન્ન થઈને પોતાના ભક્તો પર ધનવર્ષા કરશે. લક્ષ્મીજીની કૃપાથી તમારા ભાગ્યના સિતારા ચમકશે. આજે શુક્રદેવની ઉપાસનાથી પણ લાભ થશે. શુક્રદેવની કૃપાથી રાજનીતિના ક્ષેત્રમાં સફળતા મળશે. આજે 108 વખત  'ॐ शुं शुक्राय नमः' મંત્રનો જાપ કરો. ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે અને ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.
 

1/12

મેષ

મેષ

મેષ- આજે ભાગ્ય તમારા હાથમાં છે. માટીમાં પણ હાથ નાખશો તો સોનું બની જશે. આજે ભાગ્યના જોરે તમે કઈ પણ મેળવી શકશો. પણ તમારે કઠોર અને કટુ વાણીથી બચવાની જરૂર છે. નહીં તો બનતા કામ બગડશે. આજે વાતો ઓછી અને કામ વધુ કરશો તો તમારા માટે સારું રહેશે. આજે તેલનો ઉપયોગ ન કરો. દરિદ્રતા પર વિજય મળશે. 

2/12

વૃષભ

વૃષભ

વૃષભ- જમીન-સંપત્તિની ડીલ કરવા માટે સારો દિવસ છે. આજે જે પણ કામ કરો તેમાં બુદ્ધિ અને વિવેકથી કામ કરો. સ્વાસ્થ્ય અને પરેશાની પણ થશે. સ્વાસ્થ્ય બગડવાના કારણે પરિવારમાં કલેશ અને અશાંતિનું વાતાવરણ રહેશે. મીઠાનું દાન કરો. 

3/12

મિથુન

મિથુન

મિથુન- આજે મન દુવિધાજનક સ્થિતિમાં રહેશે. શું કરવું અને શું ન કરવું તેના ચક્કરમાં ફસાયેલા રહેશો. કોઈ ચીજમાં મન નહીં લાગે. દરેક કામમાં અડચણ આવશે. સવારથી લઈને સાંજ સુધી દરેક કામમાં વિધ્ન આવશે. જેનાથી તમે પરેશાન રહેશો. મદારના પુષ્પોથી શિવજીની ઉપાસના કરો.   

4/12

કર્ક

કર્ક

કર્ક- આજે તમે સારી યોજનાઓ બનાવશો. પરંતુ આળસના કારણે કાર્ય પૂર્ણ થવામાં વિધ્ન આવી શકશે. સાંજ પહેલા ધન લાભના યોગ છે. મોડી સાંજે શત્રુઓ પરાસ્ત થશે. સવારથી ચાલી રહેલી મુશ્કેલીઓનો સાંજે ઉકેલ આવશે. આજે દારિદ્ર હર ષષ્ઠિ છે. એક વાટકી ઘીનું દાન કરો. 

5/12

સિંહ

સિંહ

સિંહ- ક્રોધથી ધન હાનિ થઈ શકે છે. બનતી ડીલ બગડી શકે છે. ગ્રાહક ભાગી શકે છે અને માથાના દુખાવાથી પરેશાન રહેશો. ફાલતુ તણાવથી બચશો. કોઈ વાદ વિવાદમાં આજે ન પડો. સૂર્યને મદારના પુષ્પવાળા જળથી અંજલિ આપો.   

6/12

કન્યા

કન્યા

કન્યા- આજે સાવધાન રહો નહીં તો નુકસાન થઈ શકે છે. આજે પોતાની સુરક્ષા કરો. ગ્રહોના નુકસાનના પ્રબળ યોગ બનાવી રહ્યા છે. જીવસાથી તમારા માટે ખુબ લકી છે. ફાલતુ  ચર્ચાથી બચો નહીં તો હાનિની શક્યતા છે. ફાલતુ ચર્ચાઓમાં નહીં પડો તો તમને દરેક કામમાં સફળતા મળશે. ઉધાર ધન ન આપો. 

7/12

તુલા

તુલા

તુલા- શરદી ઉધરસથી પરેશાન રહેશો. ધન મામલે દિવસ સામાન્ય રહેશે. તમારી તબીયતનું ધ્યાન રાખો. મુસાફરી કરવામાં સાવધાની રાખો. આજે મુસાફરી કરવાથી કોઈ મોટી દુર્ઘટના ઘટી શકે છે. આજે વાહન પ્રયોગથી બચો.

8/12

વૃશ્ચિક

વૃશ્ચિક

વૃશ્ચિક- આજે સાંજ સુધી કોઈ મહત્વપૂર્ણ કામ ન કરો. જે પણ મહત્વપૂર્ણ કામ કરવા માંગતા હોવ તે સાંજ પછી જ કરો. તમામ અટવાયેલા કામ પૂરા કરી શકશો. આજે મન બેચેન રહેશે. અશાંત સ્વભાવના કારણે પરેશાન રહેશો. તમારી બુદ્ધિથી મન પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરો. મીઠાનું દાન કરો.   

9/12

ધનુ

ધનુ

ધનુ- આજે તમારું ભાગ્ય પ્રબળ છે. ભાગ્ય ચાર ચાંદ લગાવવા માટે તૈયાર છે. છતાં અંતિમ સમયે ગાડી અટકી શકે  છે. પ્રયત્નો ચાલુ રાખો. માતા પિતાના આશીર્વાદથી બગડેલા કામ સુધરશે. આજે દરેક કામમાં તેમનો સહયોગ લો. તો જ સફળતા મળી શકશે. એક વાટકી દૂધનું દાન કરો. 

10/12

મકર

મકર

મકર- આજે લોકો ખુલીને તમારો સાથ આપશે. સહયોગનો પૂરો લાભ ઉઠાવવાનો પ્રયત્ન કરો. કાર્ય સફળ થવાના યોગ છે. અજાણ્યા લોકોથી સાવધાન રહો. લોકો તમારા પર નજર રાખશે. આથી સાવધાન રહીને કામ કરો. લીલા શાકભાજીનું દાન કરો. 

11/12

કુંભ

કુંભ

કુંભ- આજે મિત્રોથી પરેશાન રહેશો. ખોટી સંગટ આજે તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. સારા અને સફળ મિત્રોની સંગતનો લાભ થશે. ખર્ચા વધવાના યોગ છે. આજે કોઈ સરપ્રાઈઝ પાર્ટી પર પૈસા ખર્ચ કરવા પડી શકે છે. ચોખાનું દાન કરો. 

12/12

મીન

મીન

મીન- આજે બિઝનેસમાં નુકસાન થવાના કારણે તણાવ રહેશો. આજનો દિવસ તમારા માટે પડકારભર્યો રહેશે. એકલા ન રહો. પરિવાર સાથે સમય પસાર કરશો તો સારું રહેશે. ઘરમાં કોઈનું સ્વાસ્થ્ય બગડી શકે છે. તમારા ઘરમાં આજે હેલ્થ સમસ્યા રહેશે. પરંતુ કરિયરને લઈને આજે કોઈ કંપનીમાંથી કોલ આવી શકે છે. જેનાથી મન પ્રસન્ન રહેશે. ખાંડનું દાન કરો.