રાશિફળ 8 ફેબ્રુઆરી: ભોલેનાથને પ્રસન્ન કરવા કરો આ ઉપાય, આજે હર્ષદ યોગ, જાણો કયા કામ કરવાથી બચવું

આજના રાશિફળમાં જાણો કેવો રહેશે તમારો દિવસ.

Feb 8, 2021, 07:37 AM IST

નવી દિલ્હી: આજે સોમવાર 8 ફેબ્રુઆરી 2021નો દિવસ છે. આજેના દિવસે સવારે ભગવાન શિવના દર્શન કરીને ચાલીસા કે શિવાષ્ટકનો પાઠ કરો. આમ કરવાથી ભોલેનાથ જલદી પ્રસન્ન થાય છે અને તમારા પર અઢળક કૃપા વરસાવશે. જેનાથી તમારા જીવનમાં આવનારી તમામ સમસ્યાઓનો નાશ થશે. આ ઉપરાંત શનિની સાડાસાતી કે વક્રદ્રષ્ટિથી પરેશાન હોવ તો આજે ભગવાન શિવને મદાર અને અપરાજિતાના ફૂલથી પૂજા કરો. ભગવાન શિવ ગ્રહોને શાંત કરશે.  આજના જ દિવસે સંસારને તલની પ્રાપ્તિ થઈ હતી. આજે દ્વાદશી છે જેને તલોત્પતિ દ્વાદશી પણ કહે છે. આજે હર્ષદ યોગ પણ છે જેને ખુબ જ શુભ ગણાય છે. આ યોગમાં જન્મ લેનારા ખુબ ભાગ્યશાળી હોય છે. આ લોકોને જીવનમાં દરેક કામમાં સફળતા મળે છે. આ યોગમાં કરાયેલા કામોથી ખુશી મળે છે. જો કે કહે છે કે આ યોગમાં ક્યારેક પિતૃઓને મનાવનારા કાર્યો ન કરવા. આજના રાશિફળમાં જાણો કેવો રહેશે તમારો દિવસ.

1/12

મેષ

મેષ

મેષ- આજે ઈમાનદારી અને નિષ્ઠાનું ફળ જરૂર મળશે. આજે બીજાને નબળા ન સમજો. કૌટુંબિક મામલે સાવધાની રાખો. ઉતાવળનો સ્વભાવ ત્યાગશો તો સારું રહેશે. ગોળથી બનેલી ચીજોનું દાન કરો. 

2/12

વૃષભ

વૃષભ

વૃષભ- સંતાનોને લાભ થશે. શિક્ષણ, કરિયરમાં સફળતા જરૂર મળશે. આજે ભૂલોને દોહરાવતા નહી. બની શકે કે ફરીથી તક ન મળે. ભગવાન શિવનો ગોળથી અભિષેક કરો. 

3/12

મિથુન

મિથુન

મિથુન- આજનો દિવસ ખુબ સારો છે. આજે તમારી ઈચ્છાઓ પૂરી થવાના યોગ છે અને સાથે યશ મળશે. પરંતુ કોઈ નવી બીમારીથી કષ્ટ થઈ શકે છે. પોતાને નિયંત્રિત રાખો. તલથી બનેલી મીઠાઈનું દાન કરો. 

4/12

કર્ક

કર્ક

કર્ક- આજે તમને સુખદ સમાચાર મળશે. ચર્ચા સફળ રહેશે. આજે વિરોધ કરવાથી બચશો તો સફળતા મળશે. અડદ ચોખા દાન કરો. 

5/12

સિંહ

સિંહ

સિંહ- આવક વધવાના યોગ છે. કાયદાકીય મામલા પેન્ડિંગ રહેશે. મિત્રો અને સહયોગીઓથી અણબન થઈ શકે છે. ભરોસાના કારણે મોટું નુકસાન થઈ શકે છે. સૂર્યનારાયણને તલયુક્ત જળથી અંજલિ આપો. 

6/12

કન્યા

કન્યા

કન્યા- આજે તમારે સાવધાન રહેવાની જરૂર છે. આજે વ્યવસાયિક લાભમાં ધીમાપણું રહેશે. હાડકાનો દુખાવો પરેશાન કરી શકે છે. આજે પોતાની વિનમ્રતાથી જ કાર્ય પૂરા થશે. અકડ ત્યાગવાનો પ્રયત્ન કરો. ભગવાન શિવને તિલોદકથી અભિષેક કરો. 

7/12

તુલા

તુલા

તુલા- આજે આર્થિક મામલાઓમાં સુધાર આવશે અને કાર્યોમાં ઉત્સાહ રહેશે. પરંતુ વિલંબ થવાના યોગ છે. આજે સરકારી મામલે સતર્કતા રાખવી પડશે. આજે ગોળ અને તલનું દાન કરો. 

8/12

વૃશ્ચિક

વૃશ્ચિક

વૃશ્ચિક- આજે કોઈ પણ કામ સાહસ કરવાથી જ લાભ થશે. સાવધાન થઈ જાઓ અને ખોટા સંબંધોથી બચવાનો પ્રયત્ન કરો. અનાયસે નુકસાન શક્ય છે. જલદી લાભના અવસર પણ મળશે. દૂધથી બનેલી ચીજોનું દાન કરો. 

9/12

ધનુ

ધનુ

ધનુ- આજે કોર્ટ કચેરીના વિવાદોમાં નુકસાન થવાના યોગ છે. ભવિષ્ય માટે સમાધાન કરવું પડશે. ખર્ચ, લેવડ દેવડ વધુ રહેશે. અનાયસે નવા કામ બનશે. દાળથી બનેલી ચીજોનું દાન કરો. 

10/12

મકર

મકર

મકર- આજે યોગ્ય માર્ગ દર્શનથી જ લાભ થશે. વેપારમાં લાભની તકો મળશે. આજે તમારા અધૂરા કાર્યો પૂરા કરી શકશો. ધીનું દાન કરો.   

11/12

કુંભ

કુંભ

કુંભ- આજે મહેનત વધુ કરવી પડશે. આર્થિક યોગ ઉત્તમ છે. આવક વધશે. આજે વધુ ભાવુકતાથી બચો.  

12/12

મીન

મીન

મીન- આજે તમારી સોચથી વિપરિત કામો થશે. મહત્વપૂર્ણ નિર્ણય નહીં લઈ શકો. કોઈ નવી વાત કે ઘટનાના કારણે ચિંતા વધશે. વેપારમાં લાભની તકો મળશે. તલનું દાન કરો.