રાશિફળ 8 માર્ચ: આજે ભોલેનાથની અપાર કૃપા માટે કરો આ એક ઉપાય

Mar 8, 2021, 07:41 AM IST

આજે સોમવારે ભગવાન શિવજીની ઉપાસના કરો. ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરવા માટે જલદી સ્નાન કરીને મંદિર જાઓ. આજે શિવલિંગ પર કરણનું એક ફૂલ અને ત્રણ બિલિપત્ર ચઢાવો. જેનાથી શિવજીની સાથે સાથે તમારા પર માતા લક્ષ્મીજીની કૃપા પણ થશે. ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે અને ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ. 

1/12

મેષ

મેષ

મેષ. કેટલાક કામોમાં અડચણો આવી શકે છે. મહેનત વધુ પડી શકે છે. જોબ સ્વીચ કરવાનું મન થશે પરંતુ સમજી વિચારીને નિર્ણય લો. કોઈ કામ કે વાતમાં ઉતાવળ કરવાથી નુકસાન થશે. સ્વાસ્થ્યને લઈને સાવધાન રહો. આજે તમે નવું વ્હીકલ કે મોબાઈલ લેવાનું વિચારી શકો છો. પૈસા અને સેવિંગ મામલે બીજા સ્થાનના કોઈ વ્યક્તિની સલાહ લઈ શકો છે. રોકાણ કે ખર્ચને લઈને પણ વાતચીત થઈ શકે છે. પાર્ટનરનો મૂડ સારો રહેશે. દાંપત્ય જીવન પણ સુખી રહેશે.

2/12

વૃષભ

વૃષભ

વૃષભ. બિઝનેસમાં ફાયદો થશે. નોકરીયાતોની પદોન્નતિ થઈ શકે છે. સાથે કામ કરનારાઓનો સહયોગ મળશે. જીવનસાથીની મદદ મળવાના યોગ છે. અપરણીત લોકોની લવલાઈફ સારી હોઈ શકે છે. કામકાજના તરીકાઓમાં બદલાવ આવી શકે છે. જેનાથી ફાયદો થશે. આ સાથે જ કામકાજની ટેન્શન ઓછી થઈ શકે છે. કેરિયરમાં આગળ વધવાની કેટલીક સારી તકો મળી શકે છે. આવક વધવાની શક્યતા છે. 

3/12

મિથુન

મિથુન

મિથુન. ઉતાવળમાં કોઈ કામ ન કરો. પૈસાની સ્થિતિની ચિંતા કરવી પડશે. ફાલતુ ખર્ચ થશે. નાણાકીય મામલે સાવધાની રાખો. ઓફિસ કે વર્કપ્લેસમાં તણાવભરી સ્થિતિ થશે. પરિવાર કે મિત્રોની જરૂરિયાતમાં ફસાશો. 

4/12

કર્ક

કર્ક

કર્ક. નોકરીમાં પરેશાની થઈ શકે છે. રૂટિન કામોમાં કેટલાક જોખમ વધશે. જીદ કરશો તો વિવાદ થશે. વધુ વિચારવામાં સમય ન બગાડો. અચાનક પરેશાનીઓ વધશે. કામકાજમાં અડચણોથી મૂડ ખરાબ થશે. ભાગ દોડ રહેશે. 

5/12

સિંહ

સિંહ

સિંહ. પરિવારમાં સુખ શાંતિ વધશે. નવા કરાર અને સંધિ થવાની શક્યતા. કોઈ સારા મિત્રની મુલાકાત થશે. ઓફિસમાં કોઈ ગુપ્ત રીતે મદદ કરી શકે છે. રોમાન્સની તક, પાર્ટનર તમને આર્થિક મદદ કરી શકે છે. 

6/12

કન્યા

કન્યા

કન્યા. કારોબાર વધશે. ખાસ લોકોની મુલાકાત થશે. પરેશાનીઓ ખતમ થવાના યોગ છે. જે કામને અધૂરા સમજતા હતાં તે પૂરા થશે. મોટા લોકોનો સહયોગ મળશે અને ફાયદો પણ થશે. આરામ કરજો નહીં તો પરેશાની થઈ શકે.

7/12

તુલા

તુલા

તુલા. નોકરી અને બિઝનેસમાં લાભની શક્યતા. વિશેષ લાભ માટે વધુ કોશિશ કરવી પડશે. પરંતુ સફળ થશો. કરેલા કામો ભાગ્યની મદદથી પૂરા થશે. બીજાને નારાજ કર્યા વગર ચતુરાઈથી કામ કરો. લવર પર ખર્ચ થશે.  

8/12

વૃશ્ચિક

વૃશ્ચિક

વૃશ્ચિક. બિઝનેસમાં ફાયદો ઓછો થશે. ટ્રાન્સફરના યોગ છે. નવું કામ શરૂ ન કરો. કાર્યક્ષેત્રે ધ્યાન ભટકી શકે છે. ફાલતુ કામમાં મન રહેશે. વિચારેલા કામો પૂરા ન થવાથી મૂડ ખરાબ થઈ શકે છે. 

9/12

ધનુ

ધનુ

ધનુ. સમજીવિચારીને નિર્ણય લેવાથી ફાયદો થશે. પૈસાની સ્થિતિમાં સારા બદલાવની તક મળશે. પરિવાર, સમાજમાં મહત્વ વધશે. પ્રેમ સંબંધોમાં સફળતા મળશે. પાર્ટનર સાથે સમય પસાર થશે. રોજબરોજના કામો પૂરા થશે. 

10/12

મકર

મકર

મકર. આજે નવી ડીલ ન કરો તો સારું. પૈસા અટવાઈ શકે છે. ઈચ્છા ન હોવા છતાં પૈસા ખર્ચાઈ શકે છે. પ્લાનિંગ ગુપ્ત રાખો. સંબંધોમાં કપરી સ્થિતિ ઊભી થઈ શકે છે. વાદ વિવાદમાં પડી શકો છો. ભોજનમાં સાવધાની રાખો.   

11/12

કુંભ

કુંભ

કુંભ. આર્થિક તંગી ખતમ થશે. આવક અને ખર્ચ બરાબર રહેશે. અધિકારીઓનો સહયોગ મળશે. અચાનક ધનલાભના યોગ. સારા લોકોની સંગતથી ફાયદો થઈ શકે છે. કોઈ ખાસ પરિણામ માટે ધૈર્ય રાખશો તો ખુશી મળશે. 

12/12

મીન

મીન

મીન. બિઝનેસ ન વધારો તો સારું. જેમ ચાલે છે તેમ ચાલવા દો. મોંઘી ચીજોની ખરીદી થઈ શકે છે. કોઈ નવો અને મોટો નિર્ણય ન લો તો સારું. સાવચેતી રાખો. પૈસા ખર્ચ કરવામાં ચતુરાઈથી કામ લેશો.