Daily Horoscope 9 એપ્રિલ: વિકરાળ બન્યો કોરોના...દરેક રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ, વાંચો રાશિફળ

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.

Daily Horoscope 9 April 2021 (By Astro Friend Chirag - Blessed Son of Astrologer Bejan Daruwalla): ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે અને ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.

મેષ

1/12
image

મેષ: ગણેશજી કહે છે, સમય હાસ્ય અને સુખમાં પસાર થશે. કાર્યક્ષેત્રમાં તમારી હેઠળ કામ કરતા લોકો વચ્ચે તમારું વર્ચસ્વ જળવાયેલું રહેશે. કોઇ વ્યક્તિ તમારા વિરૂદ્ધ અફવાહ ફેલાવી શકે છે. સહનશક્તિની પણ ખામી રહેશે. પારિવારિક વ્યવસ્થા યોગ્ય જળવાયેલી રહેશે.

વૃષભ

2/12
image

વૃષભ: ગણેશજી કહે છે, આર્થિક પક્ષ ખૂબ જ સંતોષજનક રહેશે. જમીન-જાયદાદને લગતા મામલે થોડું નુકસાન કે ઝંઝટના યોગ બની રહ્યા છે. ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે. સ્વાસ્થ્ય સારું જળવાયેલું રહેશે. થોડા નવા કાર્યોને લઇને તમારા ઉપર વધારે ભાર રહેશે.

મિથુન

3/12
image

મિથુન: ગણેશજી કહે છે, ધ્યાન રાખો કે તમને કોઇ ખરીદદારીમાં દગો મળી શકે છે. કોઇની પ્રેરણા, આશીર્વાદ દ્વારા વિજય પ્રાપ્ત કરશો. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. જમીન-મિલકતને લગતા કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે. આવક અને ખર્ચ સમાન રહેશે.  

કર્ક

4/12
image

કર્ક: ગણેશજી કહે છે, કોઇ મોટું કામ પૂર્ણ થઇ જવાથી પ્રસન્નતા મળશે. ક્યારેક તમારી તીખી વાણી કોઇને ઠેસ પહોંચાડી શકે છે. કાર્યોમાં વિઘ્ન આવી શકે છે. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી થઇ શકે છે. કાર્યક્ષેત્રમાં તમારો આત્મવિશ્વાસ મજબૂત જાળવી રાખો.

સિંહ

5/12
image

સિંહ: ગણેશજી કહે છે, તમારા જ લોકો તમારી સાથે વિશ્વાસઘાત કરી શકે છે. પારિવારિક વાતાવરણ સુખદ અને સારું જળવાયેલું રહેશે. રાજનૈતિક ક્ષેત્રમાં પણ પદ-પ્રતિષ્ઠાની પ્રાપ્તિના યોગ બની રહ્યા છે. કાર્યક્ષેત્રમાં સહકર્મીઓનો યોગ્ય સહયોગ રહેશે. કોઇ વ્યક્તિગત ચિંતા રહી શકે છે.

કન્યા

6/12
image

તુલા: ગણેશજી કહે છે, પાર્ટનરશિપને લગતા વ્યવસાયમાં થોડો નિરાશાનો ભાવ રહેશે. સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી સમયે સાવધાની રાખો. તમારી યોગ્યતા અને આવડત સમાજની સામે આવશે. વ્યસ્ત હોવાના કારણે પરિવારમાં વધારે સમય આપી શકશો નહીં.

તુલા

7/12
image

તુલા: ગણેશજી કહે છે, પાર્ટનરશિપને લગતા વ્યવસાયમાં થોડો નિરાશાનો ભાવ રહેશે. સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી સમયે સાવધાની રાખો. તમારી યોગ્યતા અને આવડત સમાજની સામે આવશે. વ્યસ્ત હોવાના કારણે પરિવારમાં વધારે સમય આપી શકશો નહીં.

વૃશ્ચિક

8/12
image

વૃશ્ચિક: ગણેશજી કહે છે, જે યોજનાઓ ઘણાં સમયથી અટવાયેલી હતી તેને ગતિ આપવાનો યોગ્ય સમય છે. તણાવ અને ચીડિયાપણું તમારા ઉપર હાવી થવા દેશો નહીં. આજે વ્યવસાયિક મામલાઓ અંગે ગંભીર રહેવું. વધારે કામ હોવાના કારણે ઘરમાં સમય આપી શકશો નહીં. નાણાકીય નુકસાન થવાની સંપૂર્ણ સંભાવનાઓ છે.

ધનુ

9/12
image

ધનુ: ગણેશજી કહે છે, તમારી અંદર પોઝિટિવ ઊર્જાનો અનુભવ કરશો. લક્ષ્યની પ્રાપ્તિ માટે કોશિશ કરવાથી તમને સફળતા પ્રાપ્ત થશે. આ સમયે આર્થિક સ્થિતિ સારી જળવાયેલી રહેશે. કોઇ કાગળિયા ઉપર સહી કરતા પહેલાં તે પેપર્સની યોગ્ય તપાસ કરી લો. ખાનપાન વ્યવસ્થિત રાખો. આજે સારો દિવસ પસાર થશે.

મકર

10/12
image

મકર: ગણેશજી કહે છે, બાળકોની સંગત અને ગતિવિધિઓને નજરઅંદાજ ન કરો. પરિવારની વ્યવસ્થા જાળવી રાખવામાં ઘરના બધા સભ્યોએ મળીને યોજનાઓ બનાવવી. વ્યવસાયિક કાર્યોમાં સફળ થવા માટે તમારી કાર્યપ્રણાલીમાં થોડા ફેરફારની જરૂરિયાત છે. આર્થિક ખેંચતાણની સ્થિતિ પણ રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે.

કુંભ

11/12
image

કુંભ: ગણેશજી કહે છે, લક્ષ્ય પ્રત્યે સમર્પણ અને એકાગ્રતા તમને આગળ લઇ જશે. તમારી યોજનાઓ વચ્ચે જ અટકી શકે છે. લોકો તમારી યોગ્યતા પ્રત્યે આકર્ષિત થશે. આ સમયે ધનહાનિ થવાના યોગ બની રહ્યા છે. નોકરી માટે કોશિશ કરી રહેલાં યુવાઓને યોગ્ય અવસર મળવાની શક્યતા છે. વધારે મહેનત કરવાના કારણે શારીરિક અને માનસિક રૂપથી નબળાઇ અનુભવશો.

મીન

12/12
image

મીન: ગણેશજી કહે છે, આર્થિક રોકાણને લગતા નિર્ણયો સમજી-વિચારીને લો. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. મનમાં કોઇ વાતને લઇને નિરાશા અને નકારાત્મક વિચાર ઊભા થઇ શકે છે. પરિવાર સાથે મનોરંજન, ડિનર વગેરેનો પ્રોગ્રામ બનશે. તમે તમારા પોઝિટિવ દૃષ્ટિકોણ અને કોઇ અનુભવી વ્યક્તિના સ્નેહ અને સાનિધ્યથી દિવસને યોગ્ય બનાવી લેશો.