રાશિફળ 9 જાન્યુઆરી: આ રાશિના જાતકોને ભાગ્યનો મળશે ભરપૂર સાથ, ઓછી મહેનતે વધુ ફાયદો થશે

Jan 9, 2019, 08:04 AM IST

દરેક રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ તે જાણો. 

1/12

ફાલતુ કામકાજથી દૂર રહીને તમારા કામ પર ધ્યાન આપો. પૈસા કમાવવાની નવી તકો સામે આવી શકે છે. નાણાકીય મામલાઓની પતાવટ માટે સારો દિવસ છે. બિઝનેસમાં મોટો ફાયદો થઈ શકે છે. સાથીઓની મદદ મળશે. 

2/12

કરેલા કામો એકવાર ફરીથી જોઈ લો. દબાણ કે તણાવ ઓછો થઈ શકે છે. રોકાણ કે લેવડદેવડની નવી તકો સામે આવશે. સંબંધોનો ફાયદો થશે. ધંધામાં સફળતા મળશે. અધિકારીઓ તમારા કામકાજના વખાણ કરશે.   

3/12

જે ચીજો તમારા કાબુ બહાર હતી તે આજે નિયંત્રણમાં આવશે. ધનલાભની મોટી તકો મળશે. નાણાકીય મામલે સારી સફળતા મળશે. જે તક મળશે તેનો ફાયદો ઉઠાવશો. કામકાજમાં વિનમ્રતાથી વર્તશો તો આગળ વધશો. આત્મવિશ્વાસ વધશે.   

4/12

મિત્રો કે સંબંધીઓને તમારી કમી મહેસૂસ થશે. ધનલાભ થઈ શકે છે. કેટલાક જરૂરી કામો સમયસર પૂરા થવાના યોગ છે. આજે શરૂ કરાયેલા કામોને લઈને ગંભીર અને જવાબદાર રહેશો. કેટલાક ખાસ સંબંધો મજબુત કરવાની કોશિશ કરશો. 

5/12

કોઈ મોટી યોજના પૂરી કરવાનું પ્લાનિગ કરશો. ઓફિસમાં જવાબદારીવાળુ કામ મળશે. જેને પૂરું કરવાથી ફાયદો થશે. કોઈ એવી વ્યક્તિ સાથે મુલાકાત થશે જે ભવિષ્યમાં ફાયદો કરાવશે. વિચારેલા કામો પૂરા થશે. બિઝનેસ વધશે.

6/12

ધનલાભના યોગ છે. આવક વધશે. દેવાની ચૂકવણી થશે. નાણાકીય મામલે સુધારો થશે. વધુ જવાબદારીથી ફાયદો થશે. અટવાયેલા નાણા પાછા મળશે. કોઈની સાથે વિવાદ હશે તો ઉકેલ આવશે. નવી જવાબદારીઓ મળી શકે છે. 

7/12

કોઈ મોટુ કામ એકલું કરવું પડી શકે છે. ઓફિસમાં સારા સમાચાર મળશે. કોઈ સમસ્યાનો ઉકેલ આવી શકે છે. નાણાકીય મામલે તણાવ ઓછો થશે. નવો ધંધો શરૂ કરી શકશો. બિઝનેસમા થનારી ડીલ ફેવરમાં થઈ શકે છે. દિવસ સારો છે. 

8/12

સાથે કામ કકરનારા લોકો મદદગાર સાબિત થઈ શકે છે. જેમની પાસેથી આશા ન રાખી હોય તે મદદ કરશે. જૂનો નાણાકીય મામલો ઉકેલવાની કોશિશ કરશો. બિઝનેસ માટે પ્રવાસ થશે. સંયમ રાખો.   

9/12

સંબંધોમાં સુધાર થઈ શકે છે. બધાનું સન્માન કરો. તમારા નિર્ણયમાં સટિકતા રહેશે. બિઝનેસ અને નોકરીમાં સફળતાના યોગ છે. વિવાહના પ્રસ્તાવ મલશે. મોટો નિર્ણય લેવો હોય તો પોતાના સાથીઓની સલાહ લો. 

10/12

જોબ કે બિઝનેસ સંબંધી કોઈ નવી યોજના બનશ. આજે બીજાની ભાવનાઓ સમજશો. બિઝનેસમાં સફળતા માટે સ્ફૂર્તિથી વર્તો. કોન્ફિડન્સના દમ પર આગળ વધશો. નોકરીમાં નવું કામ મળવાના યોગ છે. આવકના નવા રસ્તા સામે આવશે. 

11/12

ભાગ્યનો સાથ મળશે. ઓછી મહેનતથી વધુ ફાયદો થશે. અધિકારીઓ ઈમ્પ્રેસ થશે. મોટો નિર્ણય  લેવાનો હોય તો ભરોસાપાત્ર લોકો સાથે વાત કરો. ઉપયોગી સલાહ મળશે. કાર્યક્ષેત્રમાં મોટા કામ સંયમથી પતાવો કાર્યસ્થળ પર સારી સ્થિતિઓ બનશે. 

12/12

આજે જવાબદારીઓ વધશે. નોકરીમાં બધુ સામાન્ય રાખવા માટે તમારા સ્તર પર કેટલાક પ્રયત્નો  કરો. આવનારા દિવસોમાં ફાયદો થઈ શકે છે. કામકાજમાં ઈમાનદાર રહો. મકાન કે નવું વાહન લો તેવી શક્યતા છે. નવા લોકોના કોન્ટેક્ટ થશે.