રાશિફળ 22 ફેબ્રુઆરી: આ રાશિવાળા પર શનિદેવની વક્રદ્રષ્ટિ, ખાસ રહે સાવધાન, સમજી વિચારીને નિર્ણય લેજો

Feb 22, 2020, 07:35 AM IST

ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે અને ત્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.

1/12

મેષ

મેષ

નવા લોકો સાથે મુલાકાત થશે. દરેક વાતને તથ્યોના આધારે રજુ કરો. પ્રેમ અને વૈવાહિક સંબંધોમાં ઘણો સુધાર થશે. જૂના મિત્રોની મદદ મળશે. કાર્યક્ષેત્રમાં કોઈ નવો પ્રોજેક્ટ મળી શકે છે. 

2/12

વૃષભ

વૃષભ

નોકરીયાતોને મોટો ફાયદો થશે. આગળ વધવાની નવી તકો કે ઓફર મળી શકે છે. જેટલું ટેન્શન લો છો તેટલું કામમાં પરેશાની નથી. ભાગ્યનો સાથ મળશે. જે પણ કરશો તેના રોચક પરિણામ મળશે. કેરિયર કે અંગત જીવનમાં ઉન્નતિની તકો મળશે.

3/12

મિથુન

મિથુન

આજે સમજી વિચારીને નિર્ણય લો. કોઈ નવી જગ્યા પર જવાના યોગ છે. નવા લોકો સાથે મુલાકાત થઈ શકે છે. તેનાથી ફાયદો થશે. જેટલી મહેનત કરશો તેટલા સફળ થશો. બેરોજગારોને રોજગારી મળવાની શક્યતા છે. 

4/12

કર્ક

કર્ક

તમારા માટે દિવસ સારો રહેશે. ઉત્સાહ વધી શકે છે. ઘર અને આસપાસની ચીજોનો કંટ્રોલ તમારા હાથમાં હોઈ શકે છે. નાણાકીય મામલાઓ પર થોડો વિચાર કરશો તો ફાયદો થશે. અટવાયેલા નાણા પરત મળશે. મોટા નિર્ણય લેવા માટે સારો દિવસ છે

5/12

સિંહ

સિંહ

મોટા કામ પૂરા થશે. નાણાકીય મામલે જુસ્સો વધશે. અનેક કામ પૂરા થશે. વિવાદનો ઉકેલ આવશે. નવી નોકરી કે બિઝનેસની રૂપરેખા તૈયાર થશે. જેનાથી આગળ જઈને બધુ બદલાઈ શકે છે. 

6/12

કન્યા

કન્યા

જે કામ કરવાનું છે જે જવાબદારી મળી છે તે ખુશી ખુશીથી કરી લો. બધુ સરળતાથી પૂરું થઈ શકે છે. તમારા કામોથી બીજાને પ્રેરણા મળશે. નાણાકીય સ્થિતિમાં સુધાર થશે. મહેનતનું ફળ મળશે. સંબંધોના મામલે વ્યવહારિક રહો. 

7/12

તુલા

તુલા

જે લોકો તેમને દગો કરવા માંગે છે તેમનું જૂઠ પકડી લેશો. પ્રેમી તમારા મનની ભાવના સમજશે. મિત્રો, પ્રેમી કે સંબંધી સાથે પસાર કરેલો સમય ઉપયોગી સાબિત થશે. કોઈ ખાસ વ્યક્તિનો મત તમારી લાઈફમાં ફાયદો કરાવશે. 

8/12

વૃશ્ચિક

વૃશ્ચિક

સારા લોકો સાથે મુલાકાત થશે જેના કારણે ફાયદો થશે. આજે કરાયેલી બિઝનેસ ડીલ ફાયદો કરાવશે. બિઝનેસ સારો ચાલશે. ઘર પરિવારની જવાબદારીઓ પર ધ્યાન આપો. 

9/12

ધનુ

ધનુ

આજે ઈન્ટરવ્યુ કે સંબંધની વાત થાય તો સારુ રહેશે. ગંભીરતાથી કોઈ વાત પર ચર્ચા થશે તો ઉકેલ આવવાના યોગ છે. કાર્યક્ષેત્રમાં સફળ થશો. પરિવાર કે મિત્રો સાથે કોઈ મામલાની પતાવટ કરવાની હોય તો આગળ વધો. 

10/12

મકર

મકર

નાની મોટી મુસાફરી કે મહત્વપૂર્ણ વાત થઈ શકે છે. તમારી બુદ્ધિથી અઘરું કામ પણ પૂરું કરશો. વધુ મહેનત કરવી પડી શકે છે. નાણાકીય પરેશાની દૂર થવાની શક્યતા છે. કોઈ સારા સમાચાર મળશે. ઘર ઓફિસમાં થતા ફેરફારથી સહમત થશો. 

11/12

કુંભ

કુંભ

આજે લોકોને મળવામાં અને વાત કરવામાં સફળ થશો. આસપાસના લોકો પર ધ્યાન આપો. ઓફિસમાં જવાબદારી મળી શકે છે. બીજાની મદદથી કરેલા કામોનો ઉકેલ આવશે. મોટા ભાઈ કે મિત્રોની મદદ મળશે. 

12/12

મીન

મીન

પોતાના પર ભરોસો કરો અને આગળ વધો. બિઝનેસ અને નોકરીના ખાસ કામો માટે સારો દિવસ છે. ભાગ્યનો સાથ મળશે. નાણાકીય સ્થિતિમાં સુધાર અને ઉન્નતિની સારી તકો છે. પૈસા કમાવવાની કોશિશોમાં સફળતા મળશે. યોજનાઓ સફળ થશે.