Daily Horoscope 26 January 2021: Republic Day ના દિવસે આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે, જાણો રાશિફળ

આજે 26 જાન્યુઆરી 2021ના મંગળવારના દિવસે તમારા જીવનમાં અનેક ફેરફાર થવાના છે. પંડિત દેવસ્ય મિશ્રાના જણાવ્યાં મુજબ આજે મંગળ ગ્રહની કૃપાથી તમારા મકાન, વાહન અને ભૂમિ પ્રાપ્તિના યોગ છે. મંગળવારે ભગવાન હનુમાનજીની ઉપાસના પણ લાભકારી સાબિત થશે. આજે ગણતંત્ર દિવસ છે. આજનું રાશિફળ ખાસ વાંચો....જાણો કેવો રહેશે તમારો દિવસ. 

Jan 26, 2021, 07:26 AM IST

Daily Horoscope 26 January 2021: આજે 26 જાન્યુઆરી 2021ના મંગળવારના દિવસે તમારા જીવનમાં અનેક ફેરફાર થવાના છે. પંડિત દેવસ્ય મિશ્રાના જણાવ્યાં મુજબ આજે મંગળ ગ્રહની કૃપાથી તમારા મકાન, વાહન અને ભૂમિ પ્રાપ્તિના યોગ છે. મંગળવારે ભગવાન હનુમાનજીની ઉપાસના પણ લાભકારી સાબિત થશે. આજે ગણતંત્ર દિવસ છે. આજનું રાશિફળ ખાસ વાંચો....જાણો કેવો રહેશે તમારો દિવસ. 

1/12

મેષ

મેષ

મેષ: તમારું વ્યક્તિત્વ આકર્ષક રહેશે. મન પણ મજબુત રહેશે. ઘર જમીન અને સંપત્તિ સંબંધિત કઈંક નવી તકો મળી શકે છે. ઓફિસના અધૂરા કામો પૂરા થશે. મનની શંકાઓ દૂર થશે. જે ફેરફાર થાય છે તે તમારી ઉન્નતિ માટે જરૂરી છે. ભાગ્યાંક-4.   

2/12

વૃષભ

વૃષભ

વૃષભ. આજે તમે થોડી ફૂર્તિ અને ચિંતા દેખાડો તો મહેનથી સફળતા મળશે. વિચારેલા કામો સરળતાથી પૂરા થવાના યોગ છે. કેટલાક મોટા નિર્ણય લેશો. બિઝનેસ વધવાના યોગ છે. આવનારા દિવસોની યોજનાઓ બનાવશે. ભાગ્યાંક-4. 

3/12

મિથુન

મિથુન

મિથુન. કન્ફ્યુઝનની સ્થિતિને પહોંચી વળવામાં સફળ થશો. ધૈર્ય અને કોશિશ વચ્ચે સંતુલન રાખશો તો સમસ્યાઓનો ઉકેલ આવશે. ધનલાભના યોગ છે. સારા સમાચાર મળશે. નવી જવાબદારીઓ મળવાની શક્યતા છે. ભાગ્યાંક-7.

4/12

કર્ક

કર્ક

કર્ક. પરેશાનીઓથી છૂટકારો મળશે. નવી ટેકનિકના કારણે કામ સરળ બનશે. કોઈ નવું ઉપકરણ ખરીદશો. નવા વિચારો અને ટેક્નોલોજી ફાયદાકારક બનશે. બિઝનેસમાં પરિવારની સહાયતાથી સફળતા મળશે. પ્રેમમાં સફળતા મળવાના યોગ છે. ભાગ્યાંક-5. 

5/12

સિંહ

સિંહ

સિંહ. તમારા મનમાં કેટલાક મોટા વિચારો આવી શકે છે. ભરોસાપાત્ર લોકો પાસેથી સમયસર સલાહ અને મદદ મળશે. પ્રતિભા દેખાડવામાં સફળ થશો. સંયમ રાખશો અને પોતાના માટે કઈંક સારું કામ કરશો. વિચારેલા કામો પૂરા કરવાની કોશિશ કરશો. ભાગ્યાંક-3. 

6/12

કન્યા

કન્યા

કન્યા. કેરિયરમાં ફેરફારની દ્રષ્ટિએ સમય ઠીક છે. સ્પષ્ટ અને માપીતોલીની કામ કરશો તો પરેશાનીઓથી બચશો. ધનલાભના યોગ છે. કરેલા કામોથી ફાયદો થશે. બધાનું સન્માન કરો. પ્રોફેશનમાં સફળતા મળશે. મોટો નિર્ણય લેતા સાથેના લોકોની સલાહ લો. ભાગ્યાંક-2. 

7/12

તુલા

તુલા

તુલા. અવિવાહિત લોકોની લવલાઈફ સારી હોઈ શકે છે. પરણિત લોકોને પણ પાર્ટનરની મદદ મળી શકે છે. આજે કોઈ સારા સમાચાર મળશે. કારોબારમાં વ્યસ્ત રહેશો. નોકરીમાં નવું કામ મળવાના યોગ છે. કઈંક નવું શીખવા મળશે. આવકના રસ્તા ખુલશે. ભાગ્યાંક-4. 

8/12

વૃશ્ચિક

વૃશ્ચિક

વૃશ્ચિક. મહેનત કરશો અને ફાયદો પણ થશે. કોઈની સાથે વાતચીત થશે જેનો ફાયદો તમારી કેરિયરમાં થશે. સાથે કામ કરનારી કોઈ વ્યક્તિ તમને કેરિયર માટે મદદ કરશે. કાર્યક્ષેત્રમાં સંયમથી કામ કરો, તો સ્થિતિ તમારી ફેવરમાં થઈ શકે છે. ભાગ્યાંક-6. 

9/12

ધનુ

ધનુ

ધનુ. તમારા મનની વાત તમે કહેવા માંગતો હોવ તો  કહી દો. દરેક ચીજ પર ધ્યાન આપો. મનનો અવાજ સાંભળવાની કોશિશ કરો. જવાબદારી વધશે. નવા લોકો સાથે સંપર્ક થશે. જીવનસાથીનું સન્માન મળશે. ભાગ્યાંક-3. 

10/12

મકર

મકર

મકર. કોઈ મોટી પરેશાનીનો પૈસાથી ઉકેલ આવશે. આવકના રસ્તા ખુલશે. કામકાજ વધુ રહેશે. બોસ સાથે વાતચીતમાં સફળતા મળશે. બિઝનેસમાં ફાયદાના યોગ છે. રોજબરોજના કામ પૂરા થઈ શકે છે. પાર્ટનરના સહયોગથી સફળ થશો. ભાગ્યાંક-3. 

11/12

કુંભ

કુંભ

કુંભ. નોકરીયાતો અને બિઝનેસ કરનારા લોકો તમારા કામકાજથી સંતુષ્ટ રહેશે. મોટા અધિકારીઓ સાથે વાતચીતની સંભાવના છે. દુશ્મનો પર જીત મળશે. સંબંધોનો ફાયદો થશે. કારોબારમાં સફળતા મળશે. ભાગ્યાંક-1. 

12/12

મીન

મીન

મીન. ધનલાભના યોગ છે. પૈસાના ક્ષેત્રમાં સારા સુધારા થવાના યોગ છે. કેટલીક તકોનો ફાયદો મળી શકે છે. અચાનક ધનલાભ થશે. રોકાણોના સૂચનો પર નિર્ણય પોતાના મત મુજબ કરો. આત્મવિશ્વાસ વધશે. કામ ધંધો સારો ચાલશે. ભાગ્યાંક-7.