Dark Elbow-Knee: કોણી અને ઘુંટણની કાળી સ્કિન ગોરી થઈ જશે, આ રીતે રોજ લગાડો ચણાનો લોટ
How To Remove Elbow Knee Darkness: જો કોણી અને ઘુંટણની સ્કિનને યોગ્ય રીતે સાફ કરવામાં ન આવે તો ત્યાં વધારે મેલ અને ડેડ સ્કિન જામી જાય છે. ઘુંટણ અને કોણીની સ્કિન વધારે કાળી હોય તો તમે ચણાના લોટની મદદથી આ સમસ્યાને દુર કરી શકો છો. ચણાના લોટને અલગ અલગ વસ્તુ સાથે મિક્સ કરીને અપ્લાય કરશો તો મેલ ઝડપથી દુર થઈ જશે.
ચણાનો લોટ અને હળદર
કોણી અને ઘુંટણ વધારે કાળા દેખાતા હોય તો તેના પર રોજ આ વસ્તુ લગાડો. 2 ચમચી ચણાના લોટમાં ચપટી હળદર મિક્સ કરી સ્કિન પર લગાડો. 20 મિનિટ પછી સ્કિનને પાણીથી સાફ કરી લો.
ચણાનો લોટ અને દહીં
ચણાના લોટમાં દહીં મિક્સ કરી પેસ્ટ બનાવો. આ પેસ્ટને દિવસમાં એકવાર કોણી અને ઘુંટણ પર લગાવો. ત્યારબાદ સ્કિનને ઠંડા પાણીથી સાફ કરી લો.
ચણાનો લોટ અને લીંબુ
ચણાના લોટમાં લીંબુનો રસ મિક્સ કરી પેસ્ટ બનાવો. આ પેસ્ટને કોણી અને ઘુંટણ પર લગાડો. આ પેસ્ટને 10 મિનિટ લગાવી રાખો. ત્યારબાદ પેસ્ટને સાફ કરી લો.
ચણાનો લોટ અને ટમેટા
ટમેટાનો રસ કાઢી તેમાં ચણાનો લોટ મિક્સ કરો. આ પેસ્ટને કોણી અને ઘુંટણ પર લગાડો અને 25 મિનિટ રાખો. ત્યારબાદ પેસ્ટને પાણીથી સાફ કરો.
એલોવેરા અને ચણાનો લોટ
ચણાના લોટમાં એલોવેરા જેલ મિક્સ કરી પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને કોણી અને ઘુંટણ પર લગાડો. આ પેસ્ટ સુકાઈ જાય પછી મસાજ કરી અને તેને સાફ કરો. તેનાથી ત્વચાની ડેડ સ્કિન નીકળી જશે.
Trending Photos