ગુજરાત પર ફરી આફતના એંધાણ! નવા વર્ષની શરૂઆતથી જ કાતિલ ઠંડી બોલાવશે ભુક્કા

Written ByDIPAK CHAVDA
Published: Dec 29, 2025, 06:43 PM IST|Updated: Dec 29, 2025, 06:43 PM IST

Weather Update News: હાલ રાજ્યમાં ઉત્તર પૂર્વથી પૂર્વીય પવન ફૂંકાતા વાતાવરણમાં ઠંડી વર્તાઈ રહી છે. સૌથી ઓછું 11.2 ડિગ્રી તાપમાન સાથે નલીયા ઠંડુંગાર બન્યું છે. આવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. નવી આગાહી કહે છે કે, રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે. 29 થી 31 ડિસેમ્બર દરમિયાન ઉત્તરીય પ્રદેશોમાં સખત ઠંડી પડશે. જેનાથી જમ્મુ કાશ્મીરના ભાગોમાં લઘુત્તમ તાપમાન માઈનસમાં જઈ શકે છે.    

1/5

નવી આગાહી અનુસાર, ઉત્તર ગુજરાતના ભાગોમાં સખત ઠંડી પડશે. મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના રાજકોટ કચ્છ અને અમરેલીમાં ઠંડી પડશે. તો વલસાડના ભાગોમાં ઠંડી પડવાની શક્યતા રહેશે. આ દરમિયાન ગુજરાતમાં વાદળ વાયુ આવવાની શક્યતા રહેશે. ગુજરાતમાં માવઠાની અસર વર્તાશે નહીં. 29 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે.   

2/5

ભારતીય હવામાન વિભાગે સમગ્ર ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ, ઠંડા દિવસ અને ઠંડીની લહેરની ચેતવણી જારી કરી છે. IMD અનુસાર, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા-ચંદીગઢ અને ઉત્તર પ્રદેશમાં 1 જાન્યુઆરી સુધી રાત્રિ અને સવારના સમયે ગાઢ ધુમ્મસ રહેવાની શક્યતા છે. IMD એ જણાવ્યું હતું કે, 28 અને 29 ડિસેમ્બરે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને બિહારના કેટલાક વિસ્તારોમાં ઠંડીની સ્થિતિ રહી શકે છે. જ્યારે પંજાબ, હરિયાણા અને મધ્ય પ્રદેશના કેટલાક ભાગોમાં 28-29 ડિસેમ્બર સુધી ઠંડીની લહેર રહેવાની શક્યતા છે.  

3/5

જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં પ્રભાવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. ગુજરાતના ભાગો સુધી અસર થવાની શક્યતા છે. ગુજરાતના હવામાનમાં પલટો આવશે. જાન્યુઆરી માસ ઠંડો રહેશે. 11 જાન્યુઆરીથી ઠંડી વધવાની શક્યતા છે. 17 જાન્યુઆરી બાદ હાડ ધ્રૂજાવતી ઠંડી પડશે. 

4/5

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યું છે કે, જાન્યુઆરી 2026માં ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા અને પવનના તોફાનો રહેવાની શક્યતાઓ રહેશે. આઠ ડિગ્રી તાપમાન રહેવાની શક્યતાઓ રહેશે. આ સાથે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં કાતિલ ઠંડીને વેગ મળશે. ત્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. સાથે જ જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ઠંડીનું જોર વધશે એમ પણ અંબાલાલ પટેલે જણાવ્યું છે.

5/5

અંબાલાલ પટેલે ઠંડીને લઈ મોટી આગાહી કરી છે. જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયામાં વાદળછાયું વાતાવરણ થતા ઠંડીમાં ઘટાડો થશે. આ પછી 10 જાન્યુઆરીથી પવન ફૂંકાવાની સાથે ઠંડી વધશે. તેમણે ઉતરાયણના દિવસોની આગાહી પણ કરીને જણાવ્યું કે ઉત્તરાયણ દરમિયાન ઠંડી સાથે પવન ફૂંકાશે. ઉત્તરાયણના બે દિવસ દરમિયાન પવન ફૂંકાશે. કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોમાં ઠંડા પવન ફૂંકાવાની શક્યતા છે.