દિવસો ગણવાની શરૂઆત કરી દો, શિયાળાની સૌથી ખતરનાક આગાહી આવી ગઈ
Wellcome Winter : ગુજરાતમાંથી ચોમાસા સત્તાવાર વિદાય થઈ ગઈ છે. ધીમા પગલે શિયાળાનું આગમન થઈ ગયું છે. પરંતુ આ વખતે કડક અને લાંબા શિયાળાની આગાહી આવી છે.
આ વખતે શિયાળો લાંબો રહેશે

ચાલું વર્ષે એક બાજુ દેશમાંથી ચોમાસાની વિદાય અને બીજી બાજુ વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સના હિમાલયની પર્વતમાળામાં હિમવર્ષા શરૂ થઈ છે. સામાન્ય રીતે ચોમાસાની વિદાય બાદ રાજ્યમાં ધીમે ધીમે ઉત્તરના પવન શરૂ થતાં હોય છે, પરંતુ હાલ મોટાભાગે ઉત્તર-પૂર્વ અને ઉત્તર દિશાનો પવન ફૂંકાઈ રહ્યો છે. હિમવર્ષાના કારણે ઝડપી અને વહેલી ઠંડી શરૂ થઈ છે. સામાન્ય રીતે 25 ઓક્ટોબરથી શરૂ થતી ઠંડી આ વખતે 15 દિવસ વહેલી આવી ગઈ છે.
શિયાળો લાંબો ચાલશે

આગાહી એમ પણ કહે છે કે, શિયાળો ભલે વહેલો આવ્યો હોય, પરંતુ તે લાંબો પણ રહેશે. વખતે શિયાળાની ઋતુ લાંબી રહેશે. જો વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સની સક્રિયાતા પ્રબળ રહેશે તો રેકોર્ડ બ્રેક ઠંડી જોવા મળી શકે છે.
ઠંડીના આગમન વખતે માવઠાનો ખતરો

હાલ વહેલી સવારે વાતાવરણમાં હળવી ઠંડકની શરૂઆત થઈ ગઈ છે. અને હાલ લઘુત્તમ તાપમાન ૨૦ ડિગ્રી આસપાસ નોંધાઈ રહ્યું છે, જે સામાન્ય કરતાં ૨ થી ૩ ડિગ્રી સેન્ટિગ્રેડ: ઓછું છે. નવી આગાહી મુજબ, ચારેક દિવસ પછી આગામી ૧૬ ઓક્ટોબરથી રાજ્યના હવામાનમાં પલટો આવવાની સંભાવના છે. લો અને મીડ લેવલમાં ભેજનું પ્રમાણ વધવાને કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આ સાથે જ, છૂટાછવાયા વિસ્તારોમાં માવઠા (કમોસમી વરસાદ)ની શક્યતાઓ છે.
Trending Photos




