દિલ્હી: કારની સાઇડ ગ્લાસને અડીને જતા કરી નાખી ટેક્સી ચાલકની હત્યા

ટેક્સીના સ્લાઇડ ગ્લાસ અજાણ્યા શખ્સોની કારના સાઇડ ગ્લાસને અડી ગયો હતો. સાઇડ ગ્લાસને અડવાથી ગુસ્સે ભરાયેલા અજાણ્યા શખ્સે કારમાંથી ઉતારીને ટેક્સી ચાલકની ગોળી મારી દીધી હતી. હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું હતું

નવી દિલ્હી: દિલ્હીમાં નાની-નાની વાતો પર હત્યા જેવી ઘટનાઓને અંજામ આપવામાં આવે છે. એવી જ એક ઘટના શનિવાર મોડી રાત્રે કોટલા મુબારકપુર વિસ્તારમાં થઇ હતી. અહીં કાર સવાર શખ્સોએ એક ટેક્સી ચાલકની હત્યા માત્ર એટલા માટે કરી કેમ કે તેની ટેક્સીના સ્લાઇડ ગ્લાસ અજાણ્યા શખ્સોની કારના સાઇડ ગ્લાસને અડી ગયો હતો. સાઇડ ગ્લાસને અડવાથી ગુસ્સે ભરાયેલા અજાણ્યા શખ્સે કારમાંથી ઉતારીને ટેક્સી ચાલકની ગોળી મારી દીધી હતી. હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું હતું.

1/5

ટેક્સી ડ્રાઇવરની ઉંમર 39 વર્ષ

ટેક્સી ડ્રાઇવરની ઉંમર 39 વર્ષ

ડીસીપી સાઇથ વિજય કુમારે જી ન્યૂઝને જણાવ્યું હતું કે શનિવાર રાત્રે 12થી 12:30 વાગ્યાની આસપાસ કોટલા મુબારકપુરના ગુરૂદ્વારા રોડ પર આ ઘટના બની હતી. મૃતક ટેક્સી ચાલકનું નામ ઉમેશ કુમાર અને તેની ઉંમર 39 વર્ષ હતી.

2/5

અજાણ્યા શખ્સોની કારના સાઇડ ગ્લાસને અડી ટેક્સી

અજાણ્યા શખ્સોની કારના સાઇડ ગ્લાસને અડી ટેક્સી

ડીસીપી સાઉથના અનુસાર એક વેગેનઆર ટેક્સી કારમાં ડ્રાઇવ ઉમેશની સાથે દોસ્ત તે રસ્તા પરથી જઇ રહ્યાં હતાં. ત્યારે સામેથી હોંડા સીટી કાર આવતી હતી. ત્યારબાદ બંને કાર એક-બીજાને સાઇડથી નીકાળી રહ્યાં હતા. તે દરમિયાન બંને કારના સાઇડ ગ્લાસ એક-બીજાને અડી ગયા હતા. ત્યારબાદ વિવાદની શરૂઆત થઇ હતી.

3/5

કારથી ઉતરીને મારી ગોળી

કારથી ઉતરીને મારી ગોળી

જ્યારે બંને કારના સાઇડ ગ્લાસ એકબીજાને અડ્યા હતા ત્યારબાદ કારને લઇ બંનેમાં ઝગડો થયો હતો. ત્યારે હોંડા સિટી કારમાંથી એક અજાણ્યા શખ્સે ઉતરી અને ટેક્સી ડ્રાઇવ ઉમેશ યાદવને ગોળી મારી દીધી હતી. ગોળી વાગતા ત્યાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. હોંડા સિટી કારમાં સવાર અજાણ્યા શખ્સો ત્યાથી ફરાર થઇ ગયા હતા. તે દરમિયાન ઘાયલ ઉમેશને હોસ્પિટલ સારવાર માટે ખસેડાયો હતો જ્યાં તેનું સરવાર દરમિયાન જ મોત થયું હતું.

4/5

પોલીસ ચેક કરી રહી છે સીસીટીવી ફૂટેજ

પોલીસ ચેક કરી રહી છે સીસીટીવી ફૂટેજ

કોટલા મુબારકપુરમાં પોલીસ સ્ટેશનથી 100 મીટર દુર બનેલી આ ઘટનાથી આસપાસમાં રહેતા લોકો ડરી ગયા હતા. જોકે, પોલીસ અત્યારે આસપાસ લાગેલા સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે.

5/5

સંગમ વિહારમાં રહેતો હતો ઉમેશ

સંગમ વિહારમાં રહેતો હતો ઉમેશ

ટેક્સી ચાલક ઉમેશ કુમાર શર્માની ઉંમર 39 વર્ષ હતી. ત્યારે તેના પરિવારની સાથે સંગમ વિહાર વિસ્તારમાં તે રહેતો હતો. રાત્રે તેના મિત્ર બબલુની સાથે ગુરદ્વારા રોડ પરથી નકળી રહ્યો હતો. ત્યારે આ ઘટના બની હતી. પોલીસને શરૂઆતાની તપાસમાં અજાણ્યા શખ્સો આસપાસના લોકો લાગી રહ્યાં છે.