રાત્રે સૂતી વખતે દેખાય છે ડાયાબિટીસના લક્ષણો, નજરઅંદાજ કરશો તો ભારે પડશે!
આજના સમયમાં ઘણા લોકો ડાયાબિટીસની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. ખરાબ ખાન-પાન અને અનહેલ્ધી જીવનશૈલીને કારણે લોકો આ બીમારીની ઝપેટમાં આવી રહ્યાં છે. ડાયાબિટીસમાં બ્લડ સુગરનું લેવલ વધી જાય છે. જો તમે બ્લડ સુગર લેવલને કંટ્રોલ ન કરો તો કિડની અને હાર્ટ સંબંધિત સમસ્યાનું જોખમ વધી જાય છે. ડાયાબિટીસ થવા પર શરીરમાં કેટલાક લક્ષણો જોવા મળે છે. આવો જાણીએ બ્લડ સુગર વધવા પર રાતના સમયે કયા-કયા લક્ષણો જોવા મળે છે.
વારંવાર પેશાબ જવું
રાત્રે વારંવાર પેશાબ જવું પડે તો તે ડાયાબિટીસનો સંકેત હોઈ શકે છે. તેવામાં જે લોકોને રાતના સમયે વધુ પેશાબ આવે છે તેણે બ્લડ સુગરની તપાસ કરાવવી જોઈએ. શરીરમાં જ્યારે બ્લડ સુગરનું લેવલ વધે છે તો કિડની પેશાબ દ્વારા તેને શરીરમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે, તેથી વારંવાર પેશાબ લાગે છે.
તરસ લાગવી
જો તમને રાત્રે સૂવા સમયે વારંવાર તરસ લાગે છે તો તે ડાયાબિટીસનો સંકેત હોઈ શકે છે. કારણ કે બ્લડ સુગર લેવલ વધવાથી શરીરમાં પાણીની કમી થઈ શકે છે, જેથી મોઢું સૂકાવા લાગે છે અને તરસ લાગે છે. જો તમને પણ રાત્રે વારંવાર તરસ લાગે છે તો તમારે બ્લડ સુગરની તપાસ કરાવી લેવી જોઈએ.
રાત્રે પરસેવો
જો તમને રાત્રે પંખા કે એસીમાં રહેવા છતાં પણ પરસેવો આવે છે તો તેની અવગણના ન કરવી જોઈએ. આ ડાયાબિટીસની નિશાની હોઈ શકે છે. રાત્રે અતિશય પરસેવો એ હાઈ બ્લડ શુગરની નિશાની હોઈ શકે છે. જો તમને રાત્રે સૂતી વખતે પરસેવો અથવા ચીકણો લાગે છે, તો તમારે તમારું શુગર લેવલ તપાસવું જોઈએ.
હાથ અને પગમાં કળતર
જો તમને વારંવાર રાત્રે હાથ-પગમાં કળતર અથવા દુખાવાની સમસ્યા રહેતી હોય તો તે ડાયાબિટીસનું લક્ષણ હોઈ શકે છે. હાથ-પગમાં કળતરને અવગણવી ન જોઈએ. તમારે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
Disclaimer
Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.
Trending Photos