પશ્ચિમ બંગાળ ભાજપના પૂર્વ અધ્યક્ષ દિલીપ ઘોષે 60 વર્ષની ઉંમરે કર્યા લગ્ન, જાણો કોણ છે દુલ્હન
Dilip Ghosh Rinku Majumdar photos: પશ્ચિમ બંગાળ ભાજપના પૂર્વ અધ્યક્ષ દિલીપ ઘોષે તેમની પાર્ટીની સહયોગી રિંકુ મજુમદાર સાથે લગ્ન કરી લીધા છે. બન્ને એકબીજાને 2021થી ઓળખે છે. ભાજપના નેતાએ તેમના કોલકાતાના નિવાસસ્થાને નજીકના સંબંધીઓની હાજરીમાં એક સાદા વૈદિક સમારોહમાં લગ્ન કર્યા છે.
ભાજપના પશ્ચિમ બંગાળ એકમના પૂર્વ અધ્યક્ષ દિલીપ ઘોષના આજે એટલે કે શુક્રવારે સાંજે લગ્ન થયા છે.
નવપરિણીત યુગલના ખાનગી લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે. તસવીરોમાં મજમુદાર પરંપરાગત બંગાળી દુલ્હનના પોશાકમાં છે, જ્યારે ઘોષ પરંપરાગત બંગાળી દુલ્હાના પોશાકમાં જોવા મળે છે.
તસવીરોમાં દુલ્હન હસતી અને ખુશીથી વરરાજાના ગળામાં માળા પહેરાવતી જોવા મળી રહી છે.
60 વર્ષની ઉંમર હોવા છતાં ઘોષના આ પ્રથમ લગ્ન છે. મજુમદારના આ બીજા લગ્ન છે અને તેમને એક પુત્ર પણ છે.
મળતી માહિતી અનુસાર લગ્નનો પ્રસ્તાવ દુલ્હન તરફથી આવ્યો હતો. મજમુદારે કહ્યું કે, ઘોષે જવાબ આપવામાં થોડો સમય લીધો અને નિર્ણય લેતા પહેલા તેની માતાની સલાહ લીધી. રિંકુ મજમુદાર અને ઘોષ બન્ને એકબીજાને 2021થી ઓળખે છે. ઘોષ અને મજમુદાર સવારે વોક દરમિયાન મળ્યા હતા અને સમય જતાં તેમનો સંબંધ વધુ મજબૂત બન્યો હતો. વિચિત્ર ટિપ્પણીઓ માટે જાણીતા ઘોષ તેમની યુવાનીથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સભ્ય છે અને 2015માં ભાજપમાં જોડાતા પહેલા દેશભરમાં વિવિધ ભૂમિકાઓમાં સંઘની સેવા કરી હતી.
Trending Photos