વર્ષો બાદ દીવાળી પર બનશે દુર્લભ શનિ યોગ, 4 રાશિઓ પર ધનવર્ષા થશે! આવકના નવા નવા સ્ત્રોત ઊભા થશે
20 ઓક્ટોબર 2025ના રોજ દીવાળી પર શનિદેવ વક્રી અવસ્થામાં રહેશે અને તે પણ મીન રાશિમાં. 4 રાશિઓ માટે આ સમયગાળો ખુબ શુભ રહી શકે છે.

વર્ષ 2025ની દીવાળી આ વખતે અનેક ખાસ ખગોળીય સંયોગો લઈને આવી રહી છે. 20 ઓક્ટોબરના રોજ શનિદેવ ક્રી એટલે કે ઉલ્ટી ચાલમાં હશે અને તે પણ મીન રાશિમાં હશે. ન્યાય અને કર્મફળના દાતા શનિદની વક્રી ચાલ દુર્લભ યોગવાળી ગણાય છે. આ વખતે ચાર રાશિઓ માટે શુભ ગણાઈ રહી છે. આ સમયનો પ્રભાવ ધન, મુસાફરી અને કરિયરમાં નવી સફળતા લાવી શકે છે. જાણો કઈ રાશિઓ માટે છે શુભ.
વૃષભ રાશિ

વૃષભ રાશિના જાતકો માટે આ દીવાળી આર્થિક રીતે લાભકારી સાબિત થઈ શકે છે. અચાનક ધનલાભ, જૂના અટકેલા પૈસા કે આકસ્મિક ધનલાભના રસ્તા ખુલી શકે છે. ઘરમાં કોઈ મોટી ઈચ્છા પૂરી થઈ શકે છે. જેનાથી મનમાં સંતોષ અને આનંદ મળશે. કરિયરમાં પણ પ્રગતિના યોગ છે. જેમ કે પ્રમોશન, નવી જવાબદારી કે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ મળવા.
મિથુન રાશિ

મિથુન રાશિના જાતકો માટે આ દીવાળી વેપાર અને નોકરી બંનેમાં તકોથી ભરેલા છે. બિઝનેસમાં નફાની શક્યતા છે. નવી ડીલ કે રોકાણ લાભકારી રહી શકે છે. નોકરીની શોધ કરતા લોકોને આશાનું કિરણ દેખાઈ શકે છે. કાનૂની વિવાદમાં સફળતાના સંકેત છે. પ્રોપર્ટી, લોઢું, તેલ, ખનિજ કે કાળી વસ્તુઓ સંલગ્ન વ્યવસાયમાં લાભના યોગ છે. રોકાણ માટે સમય અનુકૂળ છે.
મકર રાશિ

મકર રાશિના સ્વામી શનિદેવ પોતે છે. આથી તેમની વક્રી ચ ાલ આ રાશિના લોકો માટે સકારાત્મક પરિણામ લાવશે. નોકરી અને વેપાર બંનેમાં પ્રગતિના યોગ છે. નવી પ્રોપર્ટી, ગાડી કે ઘર ખરીદવાના પ્રયત્નોમાં સફળ થઈ શકો છો. લગ્ન જીવનમાં મધુરતા વધશે અને જીવનસાથી સાથે સંબંધમાં નવી ઉર્જા આવશે. બધુ મળીને મકર રાશિવાળા માટે આ દીવાળી સંપત્તિ, સન્માન અને સુખ વધારનારી રહેશે.
કુંભ રાશિ

કુંભ રાશિવાળા માટે શનિની વક્રી ચાલ લાભકારી સિદ્ધ થશે. ઘરમાં ધનના આગમનના નવા રસ્તા ખુલી શકે છે. આવકમાં વધારો થશે. અપ્રત્યાશિત સ્ત્રોતોથી ધનલાભ થવાની શક્યતા છે. રોકાણ માટે સમય અનુકૂળ છે. આર્થિક મજબૂતી સાથે જીવનમાં ખુશીઓ અને સંતુલન આવશે. સમાજમાં માન સન્માન અને પ્રતિષ્ઠા વધશે, જેનાથી આત્મવિશ્વાસ વધશે.
Disclaimer:

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
Trending Photos




