Kashmir Conflict: કાશ્મીરની મૂળ વસ્તી ઈસ્લામના પ્રવેશ પહેલા હિન્દુ હતી. પછી આ સમગ્ર વસ્તી કેવી રીતે મુસ્લિમ ધર્મમાં ફેરવાઈ ગઈ. આ વિશે ખાસ જાણવા જેવું છે.
1/9અત્રે જણાવવાનું કે કાશ્મીર વૈદિક કાળથી હિન્દુ ધર્મનું કેન્દ્ર હતું. નીલમત પુરાણ અને રાજતરંગિણી જેવા પ્રાચિન ગ્રંથોમાં કાશ્મીરના હિન્દુ શાસકો અને ધાર્મિક પરંપરાઓનું વર્ણન મળે છે. કાશ્મીરમાં શિવપૂજા અને વૈષ્ણવ પરંપરાઓનો પ્રભાવ હતો.
2/9અશોકના શાસનકાળમાં બૌદ્ધ ધર્મએ કાશ્મીરમાં પોતાનો પ્રભાવ સ્થાપિત કર્યો. કાશ્મીર બૌદ્ધ વિદ્વાનો અને યુનિવર્સિટીઓનું કેન્દ્ર બની ગયું. અહીંથી બૌદ્ધ ધર્મને એશિયાના અન્ય ભાગોમાં ફેલાવવામાં આવ્યો.
3/9ત્યારબાદ 13મી શતાબ્દી પછી ઈસ્લામ ધર્મએ કાશ્મીરમાં પ્રવેશ કર્યો. સૈય્યદ અને સૂફી સંતોએ ઈસ્લામના પ્રચારમાં મહત્વની ભૂમિકા ભજવી. ધીરે ધીરે સામાજિક અને સાંસ્કૃતિક પરિવર્તનના કારણે મોટી સંખ્યામાં લોકો ઈસ્લામ ધર્મ અપનાવવા લાગ્યા.
4/914મી સદીમાં સુલ્તાન સિકંદર બુતશિકતના સમયે મોટા પાયે હિન્દુઓ પર ધર્મ પરિવર્તન કે પલાયનનું દબાણ આવ્યું. અનેક બ્રાહ્મણોએ ઈસ્લામ ધર્મનો સ્વીકાર કર્યો. પરંતુ પોતાની સામાજિક ઓળખ જેમ કે પંડિત, ભટ, લોન, ગની ઉપનામ જાળવી રાખ્યા.
5/9કાશ્મીરી પંડિતોને કાશ્મીરી બ્રાહ્મણો તરીકે ઓળખવામાં આવતા હતા. જે કાશ્મીર હિન્દુઓનું એક ગ્રુપ હતું. મુખ્ય રીતે આ કાશ્મીરી ઘાટીના પાંચ ગૌડા બ્રાહ્મણ સાથે સંબંધ ધરાવતા હતા.
6/9કાશ્મીરમાં આજે પણ એવો મુસ્લિમ સમુદાય છે જે પોતાના નામ સાથે પંડિત કે પછી અન્ય પરંપરાગત બ્રાહ્મણ ઉપનામ લગાવે છે. તેમને મુસ્લિમ પંડિત કે પંડિત શેખ પણ કહેવામાં આવે છે.
7/9કાશ્મીરમાં મુસ્લિમ પંડિતોની વસ્તી લગભગ 50,000 હશે. આ એ મુસલમાનો છે જેમણે ઈસ્લામ કબૂલ્યો હતો. પરંતુ પોતાની જાતિગત અને સામાજિક ઓળખ જાળવી રાખી.
8/9વારંવાર હુમલા અને વિશ્વાસઘાતના કારણે કાશ્મીરની સંસ્કૃતિ પર પ્રભાવ પડ્યો. પંડિતો વગર કાશ્મીરની સંસ્કૃતિ વિશે વિચારી પણ ન શકાય. બનવાસી કાશ્મીરી પંડિત, મલમાસી પંડિત, બુહિર કાશ્મીરી પંડિત અને મુસ્લિમ કાશ્મીરી પંડિત જેવા વિવિધ પ્રકારના કાશ્મીરી પંડિત છે.
9/9અત્રે જણાવવાનું કે કાશ્મીરી પંડિતોનો વારસો અને ઓળખ કાશ્મીરની સંસ્કૃતિનો એક મહત્વપૂર્ણ હિસ્સો છે. તેમની ધાર્મિક ઓળખ અને સાંસ્કૃતિક પરંપરાઓ આજે પણ જીવિત છે.