અમદાવાદમાં કોરોનાની સારવાર માટે DRDOની આધુનિક હોસ્પિટલ તૈયાર, જુઓ Photos

ડીઆરડીઓએ અમદાવાદમાં તૈયાર કરેલી 900 બેડની હોસ્પિટલ શરૂ કરતાં પહેલાં ટ્રાયલ રન હાથ ધરાશે, જેમાં તમામ તૈયારીઓની ચકાસણી કરાશે.

Apr 22, 2021, 09:50 PM IST

અતુલ તિવારી/અમિત રાજપૂતઃ અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના રેકોર્ડ 13 હજારથી વધુ કેસ સામે આવ્યા છે. માત્ર અમદાવાદ શહેરમાં 5 હજારથી વધુ કેસ નોંધાયા છે. લોકોને કોરોનાના સમયમાં સારવાર મેળવામાં મુશ્કેલી થઈ રહી છે. હોસ્પિટલમાં બેડ મળી રહ્યાં નથી. બેડની આ કમીને દૂર કરવા માટે અમદાવાદમાં DRDO એ 900 બેડની હોસ્પિટલ તયાર કરી છે. અહીં શુક્રવારથી ટ્રાયલ રન હાથ ધરાશે. આ હોસ્પિટલનું નામ  ધનવંતરી કોવિડ હોસ્પિટલ રાખવામાં આવ્યું છે. 

1/6

ડીઆરડીઓએ અમદાવાદમાં તૈયાર કરેલી 900 બેડની હોસ્પિટલ શરૂ કરતાં પહેલાં ટ્રાયલ રન હાથ ધરાશે, જેમાં તમામ તૈયારીઓની ચકાસણી કરાશે. કોરોના દર્દીની એન્ટ્રીથી લઈ તેને બેડ સુધી પહોંચાડી સારવાર કરવા અંગેની તમામ સુવિધાઓ ચકાસવામાં આવશે.  

2/6

ગુજરાત યુનીવર્સીટીના કુલપતિ હિમાંશુ પંડ્યા તેમજ DRDO તરફથી કર્નલ બીશ્વજીત ચૌબે દ્વારા તમામ તૈયારીઓને આકરી ઓપ આપી રહ્યાં છે. 24 એપ્રિલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે 900 બેડ હોસ્પિટલનો શુભારંભ કરાશે. 108 એમ્બ્યુલન્સના માધ્યમથી પહોંચનાર કોરોનાના દર્દીને સારવાર આપવામાં આવશે. શરૂઆતમાં 50 -50 દર્દીઓની સારવારથી 900 બેડ હોસ્પિટલ શરૂ થશે.

3/6

ગુજરાત યુનિવર્સિટી કન્વેનશન હોલમાં તૈયાર થઈ રહેલા 900 બેડ સિવાય હજુ પણ વધુ 500 બેડ શરૂ થાય તેવી શક્યતા છે. DRDO દ્વારા સંચાલિત આ 900 બેડ હોસ્પિટલમાં 150 વેન્ટિલેટર અને ICU ના બેડ તેમજ 750 ઓક્સિજનન બેડ રહેશે. 150 ડોકટર, 10 ફિઝિશિયન, 6 એનેસ્થેટીસ્ટ 350 નર્સિંગ સ્ટાફ દર્દીઓની સારવાર કરશે. હેલ્પ ડેસ્ક, રજીસ્ટ્રેશન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટનું જરૂરી કામ ગુજરાત યુનીવર્સીટીના કર્મચારીઓ સાંભળશે. DRDO ના 150 જેટલા તજજ્ઞો જેમાં ડોકટર તેમજ નર્સિંગ સ્ટાફ પણ આ હોસ્પિટલમાં ફાળવવામાં આવ્યા છે.

4/6

તમામ દર્દીઓને ઓક્સિજન મળી રહે તેવી સંપૂર્ણ વ્યવસ્થાઓ 900 બેડ હોસ્પિટલમાં ઉપલબ્ધ હશે. ઓક્સિજનનો સપ્લાય સરળતાથી થઈ શકે તે માટે 35,000 લીટર ઓક્સિજન ક્ષમતાની ટેન્ક તૈયાર કરાઈ છે. તકેદારીના ભાગરૂપે વધુ 25,000 લીટર ઓક્સિજનની ટેન્ક પણ મુકવામાં આવી આવી છે. 

5/6

સ્થાનિક ડોકટર અને નર્સિંગ સ્ટાફ માટે ઇન્ટરવ્યુની પ્રક્રિયા પણ હાલ ચાલુ, ઇન્ટરવ્યૂ પૂર્ણ થઈ તે તમામને સ્થળ મુલાકાત કરાવવામાં આવી. DRDOના 17 ડોકટરો, 75 પેરા મેડિકલનો સ્ટાફ પણ અમદાવાદમાં આવી પહોંચ્યો છે. 250 જેટલો નર્સિંગ સ્ટાફ જુદી જુદી કોલેજોમાંથી સિલેક્ટ કરવામાં આવ્યો છે. 

6/6

DRDO માંથી આવેલા 3 મેટ્રન દ્વારા નવા નર્સિંગકર્મીઓને તાલીમ પણ આપવામાં આવી છે. સિવિલ હોસ્પિટલના મેડિસિન વિભાગના હેડ ડોકટર કમલેશ ઉપાધ્યાય, તેમજ ડોકટર જયદીપ ગઢવી, ડોકટર પાર્થિવ મહેતા દ્વારા પણ જરૂરી તાલીમ નવા ઓએવામાં આવેલા સ્ટાફને આપવામાં આવી છે.