મંગળ-શનિએ બનાવ્યો છપ્પરફાડ ધનલાભ કરાવે તેવો અત્યંત શુભ યોગ, 4 રાશિવાળા માટે વરદાન જેવો, થશે લાભ જ લાભ!
મંગળ અને શનિના અદભૂત સંયોગથી દ્વિદ્વાદશ યોગ બન્યો છે. આ યોગ કેટલીક રાશિના જાતકોને આગામી સમયમાં ખુબ ફાયદો કરાવી શકે છે. જાણો તે ભાગ્યશાળી રાશિઓ વિશે.

જ્યોતિષ શાસ્ત્રમાં મંગળ અને શનિ બંનેની પાવરફૂલ ગ્રહો ગણાય છે. તેમની ચાલમાં કોઈ પણ ફેરફાર તમામ રાશિઓ પર અસર કરે છે. જ્યોતિષમાં મંગળ એ ગ્રહોના સેનાપતિ માનવામાં આવે છે જ્યારે શનિદેવ એ ન્યાયના દેવતા કે કર્મના દેવતા તરીકે માનવામાં આવે છે. વૈદિક પંચાંગ મુજબ 5 માર્ચ 2026ના રોજ સાંજે 4.33 કલાકેથી મંગળ જે મકર રાશિમાં છે અને શનિ કે જે કુંભ રાશિમાં છે તેમની વચ્ચે 30ડિગ્રીનો એક ખાસ કોણીય અંતર બન્યું છે. આ સંયોગને દ્વિદ્વાદશ યોગના નામથી ઓળખવામાં આવે છે. મંગળ પરાક્રમ અને તરત નિર્ણય લેવાનું પ્રતિક છે જ્યારે શનિ અનુશાસન અને ધૈર્યના કારક છે. આ ગ્રહોનો અદભૂત સંયોગ કેટલીક રાશિઓ માટે વરદાન સાબિત થઈ શકે છે. યોગ્ય સમયે અને યોગ્ય દિશામાં કરાયેલા પ્રયત્નો સારું ફળ આપી શકે છે. જાણો કઈ રાશિઓ માટે તે ફાયદાકારક બની શકે છે.
સિંહ રાશિ

સિંહ રાશિના જાતકો માટે કોઈ પણ જોખમી પરંતુ ફાયદાકારક કાર્યોમાં ઝંપ લાવવા માટે આ યોગ્ય સમય હશે. નવા પ્રોજેક્ટ્સ કે કોઈ પણ પ્રકારની સ્પર્ધામાં સારું પરિણામ મેળવી શકો છો. ધનલાભના પ્રબળ યોગ છે. કાર્યસ્થળે લોકો તમારી મદદ માટે આગળ આવશે. શાંત ચિત્તે કરાયેલા કામો સફળતા અપાવી શકે છે.
કર્ક રાશિ

કર્ક રાશિના જાતકોને આ સમય દરમિયાન ખુબ જ માનસિક શાંતિ અને આત્મવિશ્વાસ વધેલો મહેસૂસ થઈ શકે છે. મગજમાં ચાલતા નવા નવા આઈડિયા હકીકતનું સ્વરૂપ ધારણ કરી શકે છે. કરિયરના મોરચે પદોન્નતિ કે વેપારમાં વિસ્તારની પ્રબળ સંભાવના છે. પૈસાની બચત કરવી એ ભવિષ્ય માટે સારું રહેશે.
તુલા રાશિ

તુલા રાશિવાળા માટે ચારેબાજુથી ખુશીઓ જ ખુશીઓ આવે તેવો સમય કહી શકાય. નોકરીયાતો અને વેપારી વર્ગ માટે સમય સ્થિર અને સુખદ રહેશે. રોકાણ સંલગ્ન નિર્ણયો સારો નફો કરાવી શકે છે. ઘરમાં સુખ શાંતિ રહેશે. ધૈર્ય અને સંયમ જાળવશો તો લક્ષ્ય હાંસિલ કરી શકશો.
મકર રાશિ

શનિ-મંગળનો આ ખાસ યોગ મકર રાશિવાળા માટે સુવર્ણ તક લઈને આવ્યો છે. પેન્ડિંગ કામો પાર પડી શકે છે. કાર્યક્ષેત્રે ધાક વધશે. આર્થિક તંગીમાંથી છૂટકારો મળશે. રોકાણથી લાભ થઈ શકે છે. નિર્ણય લેવાની ક્ષમતા તમને ભીડથી અલગ કરશે. કોઈ નવા સાથી કે મિત્ર સાથે જોડાવવું તમારા માટે લાભકારી રહેશે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
Trending Photos




