Small Business Idea: 25,000 રૂપિયાનો વર્ષે ખર્ચ કરીને દર મહિને કરો 2 લાખની કમાણી, આ રીતે શરો કરો સુપરહિટ બિઝનેસ

કોરોના કાળમાં અનેક લોકો એવા છે જેની નોકરી જતી રહી છે કે બિઝનેસમાં ખોટ આવી છે. પરંતુ જો તમે પણ ઓછા પૈસામાં નફો કમાવવા ઈચ્છો છો તો અમે તમને જણાવી રહ્યાં છીએ બિઝનેસનો જબરદસ્ત આઈડિયા. આ ખાસ બિઝનેસને તમે વર્ષે 25 હજારનો ખર્ચ કરીને શરૂ કરી શકો છો. તમે મહિને આશરે 1.75 લાખની કમાણી કરી શકો છો. આજે અમે તમને માછલી પાલનના વ્યવસાય વિશે માહિતી આપી રહ્યાં છીએ. શાકભાજી સિવાય આજકાલ માછલી પાલનનો વ્યવસાય પણ મોટી કમાણી કરાવી રહ્યો છે. 

માછલી પાલનનો બિઝનેસ

1/5
image

માછલી પાલન એક એવો બિઝનેસ છે જેમાં તમને ઓછા ખર્ચમાં વધુ નફો મળે છે. સરકાર પણ માછલી પાલન બિઝનેસને પ્રોત્સાહન આપી રહી છે. માછલી પાલકોને પ્રોત્સાહિત કરવા માટે છત્તીસગઢ સરકારે તેને કૃષિનો દરજ્જો આપ્યો છે. રાજ્ય સરકાર માછલી પાલન કરનાર કિસાનોને વ્યાજ ફ્રી લોનની સુવિધા આપી રહી છે. સાથે માછીમારો માટે વીમા યોજના અને સબ્સિડી પણ સરકાર દ્વારા આપવામાં આવી રહી છે. 

જાણો ફિશરીઝ બિઝનેસની ટેક્નિક

2/5
image

ફિશરીઝ બિઝનેસ માટે  Biofloc Technique એક બેક્ટીરિયાનું નામ છે. આ તકનીક દ્વારા માછલી પાલનનો બિઝનેસ સરળ થઈ જાય છે. તેમાં મોટા-મોટા (આશરે 10-15 હજાર લીટર) ના ટેન્કમાં માછલીઓ નાખવામાં આવે છે. આ ટેન્કોમાં પાણી નાખવા, કાઢવા, તેમાં ઓક્સીજન આપવા વગેરેની વ્યવસ્થા હોય છે. બાયોફ્લોક બેક્ટીરિયા માછલીના મળને પ્રોટીનમાં ફેરવે છે, જેને માછલીઓ પરત ખાય છે, તેનાથી ફીડની બચત થાય છે. પાણી પણ ખરાબ થતું નથી. જો ખર્ચની વાત કરીએ તો 7 ટેન્કથી તમારો કાબોબાર શરૂ કરી શકો છો. તેમાં તમને 7.5 લાખનો ખર્ચ આવશે. પરંતુ તમે તળાવમાં માછલી પાછીને મોટી કમાણી કરી શકો છો.

આ રીતે થશે મોટી કમાણી

3/5
image

જો તમે માછલી પાલનનો વ્યવસાય કરવાનું વિચારી રહ્યાં છો તો આ આધુનિક ટેકનીક તમને મોટો નફો કરાવી શકે છે. માછલી પાલન માટે આ દિવસોમાં બાયોફ્લોક ટેકનીક Fish Farming Business by Biofloc Technique)  ખુબ પ્રચતિલ થઈ રહી છે. ઘણા લોકો આ તકનીકનો ઉપયોગ કરી મોટી કમાણી કરી રહ્યા છે.   

2 લાખથી વધુની થશે આવક

4/5
image

ઘણા રાજ્યોમાં ફિશરીઝ માટે કિસાનોને ટ્રેનિંગ આપવામાં આવે છે. કિસાન આ ટ્રેનિંગ બાદ આ વ્યવસાયમાં માત્ર 25 હજારનું રોકાણ કરીને શરૂ કરી શકે છે. તે માટે તમારી પાસે તકનીક અને જગ્યા હોવી જોઈએ. આ રીતે માછીમારોને વીમા યોજના અને સબ્સિડી પણ સરકાર તરફથી મળે છે. 

5/5
image

ઘણા કિસાન પોતાના માછલી તળાવથી થતી કમાણીથી ઉત્સાહિત છે. સરકારની મદદથી શરૂ થતા આ બિઝનેસમાં બે લાખની આવક થઈ શકે છે. કેન્દ્ર સરકાર પણ અનેક સુવિધાઓ આપે છે. તમે જે રાજ્યમાં આ વ્યવસાય શરૂ કરવા ઈચ્છો છો ત્યાંના મત્સ્ય સંબંધિત કાર્યાલયમાં પૂછપરછ કરી શકો છો.