Yulu DEX: આ સ્કૂટરને ચલાવવા માટે ડ્રાઇવિંગ લાઇસન્સની જરૂર નહીં પડે, પાછળ સામાન પણ રાખી શકશો

વધતી મોંઘવારીની વચ્ચે ગ્રાહકો માટે એક સારા સમાચાર આવ્યા છે. ઈ-મોબિલિટી સર્વિસ પ્રોવાઇડર યુલુએ દવા અને કરિયાણાને પહોંચાડવાના  હેતુથી  ડેક્સ સ્કૂટરને લોન્ચ કરવાની જાહેરાત કરી છે.
 

કંપનીએ જણાવ્યા અનુસાર ડિસેમ્બર 2021 સુધીમાં મુંબઈ, દિલ્લી અને બેંગલુરુમાં 10 હજાર યુલુ ડેક્સ સ્કૂટરને લોન્ચ કરવામાં આવશે. યુલુ ડેક્સને વર્કરોના થાકને દૂર કરવા માટે લોન્ચ કરવામાં આવશે.

જાણો સ્પેશ્યલ યુલુ ડેક્સ વિશે

1/5
image

કંપનીનું કહેવું છે કે યુલુ ડેક્સને વર્કરોના થાક દૂર થાય તેને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. જેથી ડિલિવરી કરનારાઓના ખર્ચામાં 40 ટકાનો ઘટાડો થવાની આશા. ઝીરો ઉત્સર્જન વાહન હોવાથી યુલુ ડેક્સ વાયુ પ્રદૂષણ ઘટાડવામાં પણ યોગદાન આપશે.

યુલુ ડેક્સની 60 કિ.મીની છે રેન્જ

2/5
image

યુલુ ડેક્સની ખાસિયતો વિશે વાત કરવામાં આવે તો એમાં 60 કિલોમીટરની રેન્જ આપવામાં આવે છે. એની સાથે લીથિયમ આર્યન બેટરી પણ આપવામાં આવે છે. જેથી વધુમાં વધુ 20 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ છે. અને એની ખાસ વાત એ છે કે એને ચલાવવા માટે તમારે  ડ્રાઇવિંગ લાઇસન્સ ની જરૂર નહીં પડે. યુલુ ડેક્સ સ્કૂટર ની  પાછળ તમે 12 કિલો જેટલુ વજન રાખી શકાશે. આ સ્કૂટર ફૂડ , ગ્રોસરી અને દવાઓને લાવવા માટે સારૂ સાધન ગણવામાં આવે છે.

ઈર્વી સર્વિસ પ્રોવાઇડર ઘણા શહેરોમાં છે.

3/5
image

ઈર્વી સર્વિસ પ્રોવાઇડર  દેશના ઘણા બધા શહેરોમાં ઉપલબ્ધ છે. યુલુ તે તેના પ્રોડક્ટને વધારો કરવામાં લાગ્યું છે. બજાજ ઓટોએ બનાવેલ એક ઈર્વી  પણ આમાં સામેલ છે. કંપની આ વર્ષના અંત સુધીમાં 10 હજારથી 50 હજાર યુનિટ સુધી વધારો કરશે.

યુલુ કંપની આગામી સમયમાં 5-6 નવા પ્રોડક્ટ્સ આવશે.

4/5
image

યુલુ તેના 5-6 નવી પ્રોડક્ટ્સને ટૂંક સમયમાં જ લોન્ચ કરશે. જે અલગ-અલગ હેતુઓને પૂરા કરશે. ઉદાહરણ તરીકે  શહેરમાં EVS લાસ્ટ માઈલ કનેક્ટિવિટી,  કોલેજ કેમ્પસ માટે ઈ-સ્કૂટર વગેરે,

ઇલેક્ટ્રિક સ્કૂટરના સેગમેન્ટ પર ચાલી રહ્યું છે કામ

5/5
image

ઇલેક્ટ્રિક સ્કૂટરના સેગમેન્ટમાં આજે દરેક કંપની પોતાનું સ્કૂટર માર્કેટમાં લોન્ચ કરે છે. અને અમુક એવા પણ હોય છે કે જે ઓછી કિંમત પર ઈકો ફ્રેન્ડલી અને લાઈટ વેટ એટલે કે વજનમાં હલકુ હોય તેવા સ્કૂટર ને લોન્ચ કરતા હોય છે. આવું જ યુલુએ પણ કર્યું .