Electricity Amendment Bill 2021: હવે સિમ કાર્ડની જેમ બદલી શકાશે વીજળીનું કનેક્શન, જાણો મોદી સરકારનો નવો પ્લાન

Electricity Amendment Bill 2021: વીજળી હાલના સમયમાં ખુબ જ જરૂરી છે. તેના વિના વ્યક્તિનું રહેવું ખુબ જ મુશ્કેલ છે. મોદી સરકાર ટૂંક સમયમાં વીજળી અમેન્ડમેન્ટ બીલ 2021 લાવશે.    

Jul 26, 2021, 11:19 AM IST

નવી દિલ્લીઃ વીજળી હાલના સમયમાં ખુબ જ જરૂરી છે. તેના વિના વ્યક્તિનું રહેવું ખુબ જ મુશ્કેલ છે. મોદી સરકાર ટૂંક સમયમાં વીજળી અમેન્ડમેન્ટ બીલ 2021 લાવશે.કેબિનેટમાં બીલને મળી શકે છે મંજૂરી. સંસદમાં  હાલમાં ચોમાસુ સત્રમાં ચાલુ રહ્યું છે. નયા કાયદાના મદદથી તમે વીજળીનું કનેક્શન મોબાઈલના કનેક્શનની જેમ બદલી શકશો.

1/5

મોબાઈલના સિમ કાર્ડની જેમ વીજળીનું કનેક્શન બદલી શકાશે

મોબાઈલના સિમ કાર્ડની જેમ વીજળીનું કનેક્શન બદલી શકાશે

 મોદી સરકારે આગામી સમયમાં વીજળી અમેન્ડમેન્ટ બીલ 2021ને કેબિનેટમાંથી આપી શકે છે. જેથી વીજળીના કનેક્શનને સિમ કાર્ડની જેમ બદલી શકાશે. જેવી રીતે મોબાઈલમાં કનેક્શન પોર્ટ રાખવામાં આવે છે. તેમ જ બીલને મંજૂરી મળ્યા પછી વીજકંપનીઓની વચ્ચે સ્પર્ધા વધી જશે. જેથી ગ્રાહકો તેનો સીધો ફાયદો થશે. 

2/5

 ગ્રાહકોને મળશે વધુ એક સારી સુવિધા

 ગ્રાહકોને મળશે વધુ એક સારી સુવિધા

 સરકારના આ વિધેયકને સંસદના ચોમાસુ સત્રમાં લાવવા માગે છે. સંસદમાં કુલ 17 વિધેયક રજૂ થવાના છે. જેમાં વીજળી અમેન્ડમેન્ટ બીલ 2021નો પણ સમાવેશ છે. જો બીલને મંજૂરી મળી તો વીજળીના પાવર ડિસ્ટ્રીબ્યુશન વિસ્તારમાં એક મોટો બદલાવ થશે. આથી ગ્રાહકોને વધુ સારી સુવિધા મળશે.

3/5

RPOને ભર્યુ નહીં હોય તો ભરવો પડશે દંડ

RPOને ભર્યુ નહીં હોય તો ભરવો પડશે દંડ

 12 જુલાઈ 2021ના લોકસભાને એક બુલેટિનના અનુસાર નવા સંસોધન વીજળી કાયદાને લાગૂ થવાથી વિતરણના કારોબારથી લાઇસેન્સિંગ પૂર્ણ થશે. અને આમાં સ્પર્ધા આવશે. એના સિવાય કાયદાના અનુસાર વીજળી અપીલીયાને મજબૂત કરવા અને નવીકરણીય ખરીદ પ્રતિનિધિત્વ એટલે કે RPOને પૂરા નહીં કરવા પર ભરવો પડશે દંડ 

4/5

ગ્રાહક પોતે જ વીજકંપનીની કરી શકશે પસંદગી

ગ્રાહક પોતે જ વીજકંપનીની કરી શકશે પસંદગી

  જેથી સીધો ફાયદો ગ્રાહકોને જ થશે. કેમ કે તેમની પાસે અલગ-અલગ વિકલ્પ આપવામાં આવશે. હાલના સમયમાં અમુક સરકારી અને ખાનગી કંપનીઓ વીજળીનું વિત્તરણના વિસ્તાર વધુ મજબૂત થશે. આનાથી ગ્રાહક એક કંપની પાસેથી જ વીજળી લેવા માટે મજબૂર નહીં બને. જે કંપનીની સુવિધા સારી હશે એ કંપનીનું વીજળી વિતરણ વધુ થશે.

5/5

વીજળી કાપ પર કંપની કરશે ભરપાઈ 

વીજળી કાપ પર કંપની કરશે ભરપાઈ 

 આ બીલથી ગ્રાહકો વધુ તાકતવર બનશે, જો કોઈ કંપની કહ્યા વિના વીજળી કાપે છે તો કંપની ગ્રાહકોને ભરપાઈની રકમ આપશે. વીજકંપનીને વીજળીનો કાપ કરતા પહેલાા તેની જાણકારી ગ્રાહકને આપવી પડશે. નિર્ધારિત સમયથી વધારે વીજળીનો કાપ થાય તો કંપની તેની ભરપાઈ કરશે.