ક્યારથી મળશે UPI અને ATMથી ઉપાડવાની સુવિધા; એક જ વખતમાં ઉપાડી શકશો આટલા રૂપિયા

PF withdrawals via UPI: એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) મેના અંત સુધીમાં અથવા જૂન 2025ની શરૂઆતમાં મોટો ફેરફાર કરવા જઈ રહ્યું છે. આ નવા ફેરફાર સાથે EPFO ​​સભ્યો UPI અને ATM દ્વારા તાત્કાલિક પોતાનું પ્રોવિડન્ટ ફંડ (PF) ઉપાડી શકશે. આ અપડેટ સાથે કર્મચારીઓને હવે તેમની પીએફ બચતને એક્સેસ કરવા માટે લાંબી અને સમય માંગી લેતી પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડશે નહીં. આ પહેલ શ્રમ અને રોજગાર મંત્રાલયના સહયોગથી લાગુ કરવામાં આવી રહી છે અને તેને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) તરફથી મંજૂરી મળી છે.

₹1 લાખ સુધી ઉપાડી શકાશે

1/5
image

આ પગલાથી દેશભરના લાખો EPFO ​​સભ્યોને પહેલા કરતા વધુ સારી સુવિધાઓ મળવાની આશા છે. શ્રમ અને રોજગાર મંત્રાલયના સચિવ સુમિતા ડાવરાએ જણાવ્યું કે, કર્મચારીઓ તાત્કાલિક 1 લાખ રૂપિયા સુધી ઉપાડી શકશે.

બેલેન્સ પણ કરી શકાશે ચેક

2/5
image

EPFO સભ્યો સીધા UPI પ્લેટફોર્મ પર ચેક પોતાનું PF બેલેન્સ પણ જોઈ શકશે અને કોઈપણ વિલંબ કર્યા વિના તેમના મનપસંદ બેન્ક ખાતામાં ફંડ ટ્રાન્સફર કરી શકશે. આનાથી કર્મચારીઓ માટે જરૂરિયાતના સમયે તેમના રૂપિયા મેળવવાનું સરળ બનશે.

મંજૂરીની નહીં પડે જરૂર

3/5
image

PF ફંડ ઉપાડવા માટે ઓનલાઈન ક્લેમ કરવાની અને મંજૂરીની રાહ જોવી જરૂરી હોય છે, જેમાં ઘણા દિવસો અથવા તો અઠવાડિયા લાગી શકે છે. જો કે, UPI ઈન્ટીગ્રેશન સાથે ઉપાડ તાત્કાલિક અને કોઈપણ ઝંઝટ વગર થઈ જશે.

આ વસ્તુઓ માટે ઉપાડી શકો છો રૂપિયા

4/5
image

કર્મચારીઓ માત્ર જલ્દીથી ફંડ ઉપાડી શકશે નહીં, પરંતુ પોતાનું બાકી રકમ પણ તપાસી શકશે અને તરત જ વ્યવહારો કરી શકશે. આ ઉપરાંત EPFO ​​તેના સભ્યો માટે PF બચત ઉપાડવાના કારણોને પણ વિસ્તૃત કરી રહ્યું છે. મેડિકલ ઈમરજન્સી સિવાય કર્મચારીઓ હવે આવાસ, શિક્ષણ અને લગ્ન માટે પૈસા ઉપાડી શકશે.

પેન્શનરોને થયો ફાયદો

5/5
image

પેન્શનરોને પણ EPFOની ડિજિટલ પહેલથી ફાયદો થયો છે. ડિસેમ્બર 2024થી લગભગ 78 લાખ પેન્શનરો કોઈપણ પ્રતિબંધ વિના કોઈપણ બેન્ક શાખામાંથી તેમના ફંડનો ઉપયોગ કરી શકશે. અગાઉ ફક્ત ચોક્કસ બેન્ક શાખાઓમાંથી ઉપાડની મંજૂરી હતી.