એક્સપાયર સાબુનો ઉપયોગ કરતા હોવ તો થઈ જાવ સાવધાન ! થઈ શકે છે ગંભીર સમસ્યા
Expired soap : દરેક લોકો સ્નાન કરતી વખતે સાબુનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ મોટાભાગના લોકોને સાબુની પણ એક્સ્પાયરી હોય છે તેનો ખ્યાલ હોતો નથી. એક્સ્પાયર થયેલા સાબુનો ઉપયોગ કરવો જોખમી સાબિત થઈ શકે છે.
દરરોજ સ્નાન કરવું ખૂબ જ જરૂરી છે. દરરોજ સ્નાન કરવાથી તમને તાજગીનો અનુભવ થાય છે. ઘણા ઘરોમાં લોકો એક જ સાબુનો ઉપયોગ કરે છે, જે એકદમ ખતરનાક સાબિત થઈ શકે છે. આનાથી પણ વધુ ખતરનાક સમય એક્સપાયર સાબુનો ઉપયોગ કરવો છે.
લગભગ દરેક વ્યક્તિ સાબુનો ઉપયોગ કરે છે. જો કે, ભાગ્યે જ કોઈ સાબુનો ઉપયોગ કરતા પહેલા લોકો તેની એક્સપાયરી ડેટ જોતા હશે, જો તમે એક્સપાયર સાબુનો ઉપયોગ કરો છો તો તમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
નિષ્ણાતો માને છે કે એક્સપાયર થયેલા સાબુ અન્ય વસ્તુઓની જેમ બગડતા નથી. સમય જતાં તેની અસર ઓછી થતી જાય છે. જો આ સાબુ યોગ્ય રીતે સ્ટોર કરવામાં આવે, તો તે સારો રહે છે. જો કે, જે સાબુ યોગ્ય રીતે સ્ટોર ન હોય તે જોખમી પણ બની શકે છે.
એક્સપાયર થઈ ગયેલા સાબુનો ઉપયોગ ગંભીર સાબિત થઈ શકે છે. તેનાથી ત્વચાની ગંભીર સમસ્યાઓ પણ થઈ શકે છે. એક્સપાયર થઈ ગયેલા સાબુનો ઉપયોગ કરવાથી ત્વચામાં બળતરા અને એલર્જી જેવી ઘણી સમસ્યાઓ થઈ શકે છે.
એક્સપાયર થયેલા સાબુમાં બેક્ટેરિયા અથવા ફૂગનું પ્રમાણ વધુ હોઈ શકે છે. તેનો ઉપયોગ ત્વચા માટે પણ ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. જો સાબુને યોગ્ય રીતે સ્ટોર કરવામાં આવે તો તે એક્સપાયર થયા પછી પણ અસરકારક રહી શકે છે.
(Disclaimer : પ્રિય વાચક, આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
Trending Photos