ગબ્બર સિંગ હોય કે મોગેમ્બો, લાયન હોય કે શાકાલનું પાત્ર, બોલીવુડના આ ખૂંખાર ખલનાયકોની અદભુત અદાકારી હંમેશા યાદ રહેશે

બોલીવુડના આ 10 ખૂંખાર ખલનાયકોની અદભુત અદાકારી આપણને હંમેશા યાદ રહેશે. ગબ્બર સિંગ હોય કે મુગેમ્બો, લાયન અને શાકાલનું પાત્ર રૂપેરી પડદે આ વિલનોનો હંમેશા દબદબો રહ્યો છે.

 

ઝી બ્યૂરો, અમદાવાદઃ હિન્દી ફિલ્મોના આ ખલનાયકોએ એવો અભિનય કર્યો કે લોકો તેમને વાસ્તવિકતામાં પણ તેવા સમજવા લાગ્યા. બોલિવૂડના આ ટોપ 10 વિલનો જેમને પોતાના પાત્રોને કરી દીધા યાદગાર. બોલીવુડના આ 10 ખૂંખાર ખલનાયકોની અદભુત અદાકારી આપણને હંમેશા યાદ રહેશે. ગબ્બર સિંગ હોય કે મુગેમ્બો, લાયન અને શાકાલનું પાત્ર રૂપેરી પડદે આ વિલનોનો હંમેશા દબદબો રહ્યો છે.

અમરીશ પુરી

1/8
image

બોલીવૂડમાં શ્રેષ્ઠ ખલનાયકોની વાત આવે ત્યારે અમરીશ પુરીને પહેલા યાદ કરવા પડે. અમરીશ પુરી કારકિર્દીની શરૂઆત વર્ષ 1960માં કરવામાં આવી. 1980ના દાયકામાં એમણે ખલનાયક તરીકે અનેક ભૂમિકાઓ ભજવી. 1987માં આવેલી શેખર કપૂરની ફિલ્મ 'મિસ્ટર ઈન્ડિયા' માં તેમણે 'મોગેમ્બો'નું પાત્ર એવું ભજવ્યું કે જે અમર થઈ ગયું. અમરીશ પુરી 400થી વધારે ફિલ્મોમાં અભિનય કર્યો.72 વર્ષની વયે બ્રેઈન ટ્યુમરથી તેમનું નિધન થયું. અમરીશ પુરીનો એક રસપ્રદ કિસ્સો છે.. તેઓ જ્યારે સ્ટેજ પર હતા ત્યારે કોઈ મહિલા તેમને છૂટુ ચંપલ મારે છે... અમરીશ પુરી આ ચંપલ હાથમાં લે છે અને કહે છે કે આ ચંપલ મારા માટા અવોર્ડ છે... અમરીશ પુરી ફિલ્મોમાં એવો અભિનય કરતા કે લોકો તેને સાચો માની લેતા...

શક્તિ કપૂર, રણજીત અને પ્રેમ ચોપરા

2/8
image

શક્તિ કપૂર કોમેડી અને વિલનનો સમન્વય એટલે શક્તિ કપૂર.. શક્તિ  કપૂર ખૂબ જ સામાન્ય પરિવારમાં પંજાબી પરિવારમાં જન્મ્યા. શક્તિ કપૂરનું પહેલા નામ સુનીલ કપૂર હતું. સંજય દત્તના પિતા સુનિલ દત્તે રોકી ફિલ્મ માટે વિલનનો રોલ આપ્યો ત્યારે સુનિલ કપૂર નામ વિલન તરીકે યોગ્ય ન લાગ્યું અને સુનિલ કપૂરથી નામ બદલી શક્તિ કપૂર કર્યું. જીતેન્દ્રની હિંમતવાલામાં પણ તેમને યાદગાર પાત્ર ભજવ્યું. 80 અને 90ના દાયકામાં તેમને અનેક ફિલ્મોમાં ખલનાયકની ભૂમિકા ભજવી.

પ્રેમ ચોપરા પ્રેમ નામ હૈ... પ્રેમ ચોપડા...આ ડાયલોગે દુનિયાભરમાં તેમની ઓળખ ઉભી કરી દીધી. પ્રેમ ચોપરાએ કપૂર પરિવારની તમામ પેઢીના કલાકાર સાથે કામ કરનાર એક માત્ર અભિનેતા છે. પ્રેમ ચોપડાનો જન્મ લાહૌરમાં થયો. પ્રેમ ચોપડાએ હિન્દી ફિલ્મોમાં ઘણી યાદગાર ફિલ્મો ભજવી.

રણજીત 150 ફિલ્મોમાં 'રેપ સીન' કરનાર રણજીત હિન્દી ફિલ્મોમાં 'રેપિસ્ટ' ના એટલા પાત્ર ભજવ્યા કે મહિલા વર્ગ તેનાથી નફરત કરવા લાગ્યો. 70 થી 80ના દાયકાના શ્રેષ્ઠ વિલનોમાં રણજીત સામેલ હતા. જ્યારે રણજીતે ફિલ્મોમાં રેપિસ્ટના પાત્ર ભજવ્યા તો તેમના માતા પિતા અને સગા વ્હાલા તેમનાથી નફરત કરવા લાગ્યા. રણજીતે અમર અકબર એન્થની, ધર્માત્મા,નમક હલાલ, પ્રેમ પ્રતિજ્ઞા, લાવારિસ,કૈદી, કોયલા,મુકદ્દર અને સિકંદર, કરણ-અર્જુન સહિતની ફિલ્મોમાં વિલનનું પાત્ર ભજવ્યું.

સદાશિવ અમરાપુરકર

3/8
image

સદાશિવ અમરાપુરકર એક એવા અભિનેતા જેમને ભૂલી શકાય નહીં. સડક ફિલ્મમાં 'મહારાની' ના પાત્રને કોઈ ભૂલી શકશે નહીં. સદાશિવ અમરાપુરકરની પહેલી હિન્દી ફિલ્મ 'અર્ધસત્ય' હતી. ધર્મેન્દ્રની ફિલ્મ 'હુકૂમત' બાદ વિલનની અનેક ભૂમિકાઓ ભજવી. વર્ષ 2014માં સદાશિવ અમરાપુરકર નિધન થયું.

 

જો તમે આ ગીતો જાહેરમાં ગાશો તો થવું પડશે જેલ ભેગા! એકવાર વાંચી લેજો નહીં તો 'પડશે' તકલીફ

કુલભૂષણ ખરબંદા

4/8
image

કુલભૂષણ ખરબંદાએ તેમની કારકિર્દીમાં ખલનાયક અને સપોર્ટીવ પાત્રો ભજવ્યા. તેમણે અનેક ફિલ્મો કરી પરંતું શાન ફિલ્મમાં તેમણે જે વિલનનો રોલ ભજવ્યો તેનાથી તેમને ખૂબ લોકપ્રિયતા મેળવી. 'શાન' ફિલ્મમાં તેમનો લુક પણ ખૂબ ચર્ચાનું કેન્દ્ર બન્યો.

 

Valentine's Day: આ છે ગુજરાતના વીર-ઝારાંની પ્રેમકહાનીઃ સગાઈ બાદ 17 વર્ષે થયું મિલન, વાંચતા વાંચતા આંખો થઈ જશે ભીની...

ડેની ડેંગઝોપ્પા

5/8
image

​ડેનીનું નામ લઈએ તો મગજમાં તમને ક્રૂર સ્વભાવ અને ભારે અવાજ વાળા ખલનાયક નો ચેહરો તમારા સામે આવી જાય.હિન્દી ફિલ્મોના આ ખલનાયક વાસ્તવિક જીવનમાં ખૂબ ભલા માણસ છે.ડેની નું આખું નામ ડેની ડેંગઝોપ્પા છે.ડેની એ ફિલ્મી કારકિર્દી ની શરૂઆત નેપાળી ફિલ્મથી કરી.ડેની એ ધુંધ ફિલ્મથી વિલન તરીકે ની ભૂમિકા ભજવવાની શરૂઆત કરી. ત્યારબાદ અનેક ફિલ્મોમાં ખલનાયક નું પાત્ર ભજવ્યું. ઘાતક,અગ્નિપથ, ખુદા ગવાહ જેવી ફિલ્મોમાં તેમનો અભિનય યાદગાર બની ગયો.

 

રેખાથી માંડીને સલમાન સુધીના કલાકારોએ બદલ્યા છે નામ, ખબર છે સાચા નામ

ગુલશન ગ્રોવર 

6/8
image

હિન્દી ફિલ્મોમાં ગુલશન ગ્રોવર ને બેડમેન નું નામ મળ્યું.પોતાના અભિનય થી તેમને સફળતા મેળવી.ગુલશન ગ્રોવરે 400 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું.મોટાભાગ ની ફિલ્મોમાં વિલન ની ભૂમિકા ભજવી. 90 ના દાયકામાં તેઓ મોટાભાગની ફિલ્મોમાં વિલન હતા.

 

23 વર્ષની આ Sexy Lady ને છે 11 બાળકો, 100 બાળકોની માતા બનવાની ઇચ્છા

અમઝદ ખાન

7/8
image

કિતને આદમી થે, હોલી કબ હૈ, અબ ગોલી ખા... આ ડાયલોગ્સ કોઈ ક્યારેય ન ભૂલી શકે. શોલે જેવી એવરગ્રીન ફિલ્મ માટે જો કોઈને સૌથી પહેલા યાદ કરવામાં આવે તો તે 'ગબ્બર ખાન' છે. ગબ્બરનું પાત્ર અમઝદ ખાને એવું ભજવ્યું કે ઘરે ઘરે આ પાત્ર પ્રચલિત થઈ ગયું. ગબ્બરનું પાત્ર 'લાર્જર ધેન ધ લાઈફ' થઈ ગયું. ક્રૂરતા ગબ્બરની આંખોમાંથી ટપકતી હતી અને દયા તેને કોઈની આવતી નહીં... અમઝદ ખાનનો જન્મ હૈદરાબાદમાં થયો હતો. શોલે પછી અમઝદ ખાને મોટાભાગની ફિલ્મોમાં નકારાત્મક પાત્ર ભજવ્યું.અમરીશ પુરી અમઝદ ખાન પછીના શ્રેષ્ઠ વિલન હતા.

અજીત

8/8
image

આજે પણ અજીતને યાદ કરીએ તો મોના ડાર્લિંગ ડાયલોગ લોકોના મોં પર આવી જાય. આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જેને લોયન ના નામે ઓળખતી હતી તે અભિનેતા હતા અજીત. અજીત નો બોલવાનો અંદાજ આજે પણ લોકો કોપી કરે છે. અજીત નુ અસલી નામ હામિદ અલી ખાન હતું. મુંબઈ આવવા માટે તેમની પાસે રૂપિયા નહોતા જેથી પોતાની પુસ્તકો વેચી નાખી. અજીતે 200 થી વધુ હિન્દી ફિલ્મોમાં કામ કર્યું. નયા દૌર, નાસ્તિક, મુઘલ એ આઝમ ,યાદો કી બારાત, મિલન જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.વર્ષ 1998 માં તેમનું મૃત્યુ થયું.આજે પણ તેમની અદાકારી લોકોના દિલમાં જીવંત છે.