હવે FASTag વગર કપાઈ જશે ટોલ! 1 મેથી બદલાઈ જશે આ સિસ્ટમ, સરકારે કરી મોટી જાહેરાત
FASTag: સરકાર હવે પોતાની હાઇવે ટોલ કલેક્શન સિસ્ટમમાં મોટો ફેરફાર કરવા જઈ રહી છે. FASTagની જગ્યા નવી સિસ્મટ આવવા જઈ રહી છે. 1 મે 2025થી દેશભરમાં નવી GPS આધારિત ટોલ સિસ્ટમ શરૂ થશે, જે અત્યાર સુધી ચાલી રહેલી FASTag સિસ્ટમનું સ્થાન લેશે.
સરકાર હવે પોતાની હાઇવે ટોલ કલેક્શન સિસ્ટમમાં મોટો ફેરફાર કરવા જઈ રહી છે. FASTagની જગ્યા નવી સિસ્મટ આવવા જઈ રહી છે. 1 મે 2025થી દેશભરમાં નવી GPS આધારિત ટોલ સિસ્ટમ શરૂ થશે, જે અત્યાર સુધી ચાલી રહેલી FASTag સિસ્ટમનું સ્થાન લેશે. આનો અર્થ એ થયો કે નવી સિસ્ટમ હેઠળ તમારે હવે ટોલ પ્લાઝા પર રોકાવાની જરૂર રહેશે નહીં અને તમે હાઇવે પર જેટલું અંતર મુસાફરી કરો છો, એટલો જ ટોલ તમારા ખાતામાંથી આપમેળે કાપવામાં આવશે.
ફાસ્ટેગ
2016માં ફાસ્ટેગ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં વાહનના વિન્ડશિલ્ડ પર એક ટેગ લગાવવામાં આવે છે અને ટોલ પ્લાઝા પર લગાવેલ સ્કેનર દ્વારા ટેગને સ્કેન કરવામાં આવે છે. આનાથી ટોલ આપમેળે કપાઈ જાય છે અને આપણને લાંબી કતારોમાંથી મુક્તિ મળે છે. પરંતુ હજુ પણ ઘણી જગ્યાએ ટ્રાફિકજામ થતી હતી, ટેગ સ્કેન થતો ન હતો અથવા કેટલાક લોકોએ ટેગનો દુરુપયોગ કરતા હતા.
ક્યારે અને કેવી રીતે થશે લાગુ
શરૂઆતમાં આ સિસ્ટમ ટ્રક અને બસ જેવા મોટા વાહનો પર લાગુ કરવામાં આવશે, ત્યારબાદ ધીમે-ધીમે આ સિસ્ટમ તમામ ખાનગી વાહનો અને કાર પર લાગુ કરવામાં આવશે. આ માટે સરકાર વાહનોમાં OBU લગાવવાની પ્રક્રિયા શરૂ કરશે.
ડેટા અને તમારી પ્રાઈવેસી
લોકોને ચિંતા હશે કે તેમની માહિતી GPS દ્વારા દેશની બહાર જશે, પરંતુ સરકારે કહ્યું છે કે, આ સિસ્ટમ ભારતના પોતાના સેટેલાઇટ NavIC પર ચાલશે, તેથી ડેટા દેશની અંદર રહેશે અને સુરક્ષિત રહેશે.
હાલમાં જ તૈયારી શરૂ કરો
વાહન માલિકોને કહેવામાં આવ્યું છે કે, તેઓ નવી સિસ્ટમની જાણકારી રાખે અને સમય પર OBU ઇન્સ્ટોલ કરાવી લે જેથી બાદમાં કોઈ સમસ્યા ન થાય. સરકાર આ માહિતી અને મદદ ઓનલાઈન અને કેન્દ્રો દ્વારા પૂરી પાડશે. એકંદરે, મુસાફરી હવે સરળ, સસ્તી અને ઝડપી બનશે.
Trending Photos