આ છે દુનિયાની પાંચ શાપિત વસ્તુઓ, જાણીને હાજા ગગડી જશે

આપણને હંમેશા એવું લાગે છે કે જૂની ઈમારતો, શ્મશાન ભૂમિ, કબ્રસ્તાન, મડદાઘરોમાં જ  આત્માઓનો વાસ હોય છે. પરંતુ એવું નથી હોતું. કારણ કે ક્યારેક ક્યારેક આત્માઓ કોઈ ચીજ ઉપર પણ પોતાનો કબ્જો જમાવી લે છે.

Mar 17, 2019, 11:16 AM IST

આપણને હંમેશા એવું લાગે છે કે જૂની ઈમારતો, શ્મશાન ભૂમિ, કબ્રસ્તાન, મડદાઘરોમાં જ  આત્માઓનો વાસ હોય છે. પરંતુ એવું નથી હોતું. કારણ કે ક્યારેક ક્યારેક આત્માઓ કોઈ ચીજ ઉપર પણ પોતાનો કબ્જો જમાવી લે છે. ખાસ કરીને જ્યારે એ વસ્તુ ખરીદી કરીને ઘરમાં લાવવામાં આવે તો તે ઈન્સાનના જીવનમાં ઉથલપાથલ શરૂ થઈ જાય છે. આવી જ કેટલીક ઘટનાઓ વિશે તમને જણાવીએ છે જે જાણીને તમે કાંપી જશો. 

1/5

એનાબેલ ડોલ

એનાબેલ ડોલ

આ એક શાપિત ડોલ છે. જેની અંદર એનાબેલ નામની એક યુવતીની આત્માનો વાસ છે. તેના પર ફિલ્મો પણ આવી ગઈ છે. તે સમયે આત્માઓને લઈને પીડિત લોકોની મદદ  કરનારા વોરેન દંપત્તિ દ્વારા બનાવવામાં આવેલા મ્યુઝિયમમાં આ ડોલને ખુબ જ કડક નિગરાણીમાં રાખવામાં આવી છે. 

2/5

ચેર ઓફ ડેથ

 ચેર ઓફ ડેથ

આ એક શાપિત ખુરશી બસ્બી નામના વ્યક્તિની છે. કોઈ અપરાધના કારણે થોમસને મૃત્યુદંડ આપવામાં આવ્યો હતો. જ્યારે તેને મોત પહેલાની અંતિમ ઈચ્છા વિશે પૂછાયું તો તેણે કહ્યું કે જે પણ આ ખુરશી પર બેસશે તે મોતને ભેટશે. એવું કહેવાય છે કે અત્યાર સુધી 63 લોકોના મોત થઈ ચૂક્યા છે. એક મ્યૂઝિયમમાં ઉપરની તરફ તેને રાખવામાં આવી છે. જેથી કરીને ભૂલથી પણ કોઈ તે ખુરશી પર બેસે નહીં.   

3/5

ક્રાઈંગ બોય પેન્ટિંગ

ક્રાઈંગ બોય પેન્ટિંગ

આ શાપિત પેન્ટિંગને જે પણ પોતાના ઘરે લાવતું હતું તેનું કાં તો ઘર બળી જતું અથવા તો ક્યાંક આગ લાગી જતી. ચોંકાવનારી વાત એ છે કે આગ લાગવા છતાં પણ આ તસવીરને કોઈ ખાસ અસર થતી નહતી. જ્યાં બાકીની ચીજો આગની જ્વાળાઓમાં ભસ્મ થતી ત્યાં તસવીરને કશું થતું નહતું. સ્પષ્ટવાત છે કે આ જોઈને લોકો હેરાન પરેશાન થતા હતાં. કારણ કે તે બિલકુલ અસ્વાભાવિક વાત છે.   

4/5

ધ એંગુઈશ્ડ મેન પેન્ટિંગ

ધ એંગુઈશ્ડ મેન પેન્ટિંગ

એવું મનાય છે કે જે ચિત્રકારે આ પેન્ટિંગ બનાવી હતી તેણે તેને બનાવવા માટે પોતાના લોહીનો ઉપયોગ કર્યો હતો. આ તસવીર જે મહીલા પાસે હતી તે પણ  તેને શાપિત ગણતી હતી. કારણ કે આ તસ્વીરમાંથી રડવાનો અવાજ આવતો હતો. મહિલાના પૌત્ર રોબિન્સને જ્યારે પોતાની દાદી પાસેથી આ પેન્ટિંગ લઈને પોતાના ઘરમાં લગાવી તો તેને પણ વિચિત્ર અવાજો આવતા હતાં.   

5/5

હોપ ડાઈમન્ડ

હોપ ડાઈમન્ડ

આ એક શાપિત હીરો છે અને અત્યાર સુધી જેની પણ પાસે ગયો તેણે તમામ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. લોકોનું એમ  કહેવું છે કે આ હીરાને ભારતના એક મંદિરમાં રાખેલી સીતા માતાની મૂર્તિમાંથી ચોરવામાં આવ્યો છે. હાલના સમયમાં આ હીરો એક મ્યૂઝિયમમાં સુરક્ષિત રખાયો છે.