Recipe: આ 4 સ્ટેપ ફોલો કરી ઘરે બનાવી શકો છો માવો, મીઠાઈ માટે બજારમાંથી માવો લેવો નહીં પડે

How to make Mawa at Home: વાર તહેવારે ઘરમાં વિવિધ મીઠાઈ અને પકવાન બને છે. તેમાંથી ઘણી મીઠાઈ એવી હોય છે જેમાં માવો ઉમેરવાનો હોય છે. મોટાભાગે માવો બજારમાંથી લેવામાં આવે છે પરંતુ તેમાં મિલાવટી માવો આવવાની રીત રહે છે. આ ચિંતા નહીં રહે જો તમે ઘરે જ માવો બનાવી લેશો.
 

માવો બનાવવાની સામગ્રી

1/6
image

ઘરે માવો બનાવવો એકદમ ઈઝી છે. તેના માટે 1 કપ મિલ્ક પાવડર, અડધો કપ દૂધ, 2 મોટી ચમચી દેશી ઘીની જ જરૂર પડશે.   

દૂધ અને ઘી

2/6
image

એક પેનને ગેસ પર ધીમા તાપે ગરમ કરો અને તેમાં ઘી ઉમેરો. ઘી ગરમ થઈ જાય પછી તેમાં દૂધ ઉમેરો અને હલાવતા રહો. દૂધમાં ઉભરો આવી જાય એટલે સમજી લેવું કે ઘી દૂધમાં ભળી ગયું છે. 

દૂધમાં મિલ્ક પાવડર ઉમેરો

3/6
image

આ સ્ટેજ પર ગેસ સ્લો કરી દૂધમાં મિલ્ક પાવડર ઉમેરો અને સાથે દૂધને ચલાવતા પણ રહો જેથી ગાંઠા પડી ન જાય. દૂધમાં મિલ્ક પાવડર સારી રીતે ભળી જાય ત્યાં સુધી હલાવો.  

માવાને બરાબર શેકાવા દો

4/6
image

આ સ્ટેજ પર ગેસ સ્લો જ રાખવો અને સ્લો ગેસ પર માવાને બરાબર શેકાવા દો. માવામાં દાણા દેખાવા લાગે અને માવો પેનની સાઈડ છોડવા લાગે એટલે માવો રેડી છે.

માવાને સ્ટોર કરીને રાખી પણ શકો છો

5/6
image

ગેસ બંધ કરી માવાને એક વાસણમાં કાઢી 3 કલાક સુધી ઠંડો થવા લો. માવો ઠંડો થઈ જાય પછી તમે તેનો ઉપયોગ કરી શકો છો. આ માવાને સ્ટોર કરીને રાખી પણ શકો છો.  

6/6
image