Food For Summer: રોજના આહાર સાથે ખાવા લાગો આ વસ્તુઓ, કાળઝાળ ગરમીમાં પણ તમારું શરીર રહેશે એકદમ Cool
Food For Summer: ગરમી પડવાની શરુઆત થઈ ચુકી છે. આ સ્થિતિમાં આહારમાં ફેરફાર કરવો જરૂરી છે. કેટલીક વસ્તુઓ એવી છે જેને ખાવાથી શરીરને હીટવેવ સામે લડવાની શક્તિ મળે છે. આજે તમને આવી જ વસ્તુઓ વિશે જણાવીએ જેને ખાવા લાગશો તો શરીર ઉનાળામાં પણ કુલ રહેશે.
કાકડી
રોજ કાકડી ખાવી જોઈએ. કાકડી ખાવાથી શરીર હાઈડ્રેટ રહે છે અને શરીરમાં પાણીની ઉણપ સર્જાતી નથી. તેનાથી શરીરને જરૂરી ફાઈબર પણ મળી રહે છે.
દહીં
ઉનાળામાં આહારમાં રોજ 1 વાટકી દહીંનો સમાવેશ કરવો જોઈએ. એક વાટકી દહીં ખાઈ લેવાથી શરીર સ્વસ્થ રહે છે.
પાણી
ઉનાળા દરમિયાન રોજ 3 લીટર પાણી પીવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેનાથી શરીર હાઈડ્રેટેડ રહે છે. પાણી પુરતા પ્રમાણમાં પીવામાં ન આવે તો ડિહાઈડ્રેશન અને અન્ય ગંભીર સમસ્યા થઈ શકે છે.
સીઝનલ ફ્રુટ
ઉનાળા દરમિયાન ફ્રુટ વધારે પ્રમાણમાં ખાવા જોઈએ. આ સીઝનમાં તરબૂચ, શક્કટેટી સહિતના ફળ ખાવાથી પણ શરીરને જરૂરી પાણી મળી રહે છે.
Trending Photos