આગાહી યલો એલર્ટમાંથી રેડ એલર્ટમાં પલટાઈ, આજે ગુજરાતના 8 જિલ્લાઓને અપાયું મોટું એલર્ટ, સાચવજો
Red Alert By Weather Department : આજે ગુજરાતના 8 જિલ્લામાં હવામાન વિભાગે આપ્યું રેડ અલર્ટ... સિવિયર હિટવેવના કારણે અપાયું અલર્ટ... સોમવારે 11 જિલ્લામાં 40 ડિગ્રી કરતાં વધુ તાપમાન નોંધાયું હતું...
રાજ્યમાં ગરમીનું એલર્ટ
ગુજરાતમાં હવે કાળઝાળ ગરમીના દિવસો આવી ગયા છે. રાજ્યના અનેક જિલ્લાઓને સિવિયર હિટવેવના કારણે એલર્ટ અપાયું છે. તો કેટલાક જિલ્લાઓને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. લઘુત્તમ તાપમાન વધતા રેડ એલર્ટ પર આગાહી પહોંચી ગઈ છે. આજે અમદાવાદ સહિત કેટલાક શહેરોને રેડ એલર્ટ અપાયું છે. જેમાં કચ્છ, ગાંધીનગર, જૂનાગઢ, પોરબંદર, મોરબી, રાજકોટ, સુરત માટે કડક ચેતવણી છે.
માર્ચમાં દઝાડશે ગરમી
ઉનાળાની કાળઝાળ ગરમીથી માર્ચ મહિનાની શરૂઆત થઈ છે. છેલ્લા એક અઠવાડિયાથી ગરમી સામાન્યથી વધુ પર પહોંચી ગઈ છે. માર્ચ મહિનામાં મહત્તમ સામાન્ય તાપમાન 35 ડિગ્રીની સામે 40 ડિગ્રી નોંધાયું છે. મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન વધુ નોંધાયું છે. આજે અમદાવાદ સહિત 9 જિલ્લાઓમાં ગરમીને લઈ રેડ એલર્ટ જાહેર કરાયું છે. લઘુત્તમ તાપમાનમાં વધારો થતા રેડ એલર્ટ છે. આગામી બે થી ત્રણ દિવસ હજી તાપમાનમાં એક થી બે ડિગ્રીનો વધારો નોંધાય તેવી શક્યતા છે. જો કે આગામી સમયમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાન ઘટે તેવી શક્યતા છે.
ક્યાં ક્યાં એલર્ટ અપાયું
હવામાનના લેટેસ્ટ અપડેટ અનુસાર, ગત રોજ અમદાવાદમાં 38.7 ડિગ્રી તાપમાન રહ્યું. તો આજે અમદાવાદમાં 40 ડિગ્રી તાપમાન નોંધાવવાની શક્યતા છે. રાજ્યમાં સૌથી વધુ 41.1ડિગ્રી તાપમાન રાજકોટમાં રહ્યું. સુરેન્દ્રનગરમાં 40.5 ડિગ્રી તાપમાન રહ્યું. સતત ત્રણ દિવસ તાપમાનમાં વધારો થશે. ત્રણ દિવસ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે. ત્રીજા દિવસે કચ્છ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, રાજકોટ અને દીવમાં ઉષ્ણ લહેર સાથે યેલો એલર્ટ રહેશે.
આગામી 5 દિવસ આકરી ગરમી પડશે
ગુજરાતમાં આગામી 5 દિવસ આકરી ગરમી પડશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. ગરમીના કારણે હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું છે. તાપમાનનો પારો 41 ડિગ્રી સુધી પહોંચી શકે છે. અમદાવાદ સહીત બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર અને કચ્છમાં ઉષ્ણ લહેરની ચેતવણી આપવામાં આવી છે. સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, જૂનાગઢ અને અમરેલીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્રીજા અને ચોથા દિવસે દક્ષિણ ગુજરાતમાં પણ ગરમીનો પ્રકોપ જોવા મળશે. ગુજરાતમાં હાલમાં ઉત્તર-પશ્ચિમ અને ઉત્તર દિશા તરફથી ગરમ પવનો આવી રહ્યા છે. આ ગરમ પવનોના કારણે તાપમાનમાં વધારો થયો છે અને હીટવેવની શક્યતાઓ વધી ગઈ છે. ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં પણ ગરમ અને ભેજવાળા પવનો ફૂંકાશે, જેના કારણે લોકોને બફારો અનુભવાશે. આ દરિયાકાંઠા વિસ્તારો માટે પણ યલો વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ગરમીનું પ્રમાણ ખૂબ જ વધી જશે.
14 માર્ચથી મોટો પલટો આવશે
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ આગામી 14 માર્ચથી હવામાનમાં પલટો આવવાની આગાહી વ્યક્ત કરી છે. પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ, અત્યારે ઉત્તર ભારત પરથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે. જ્યારે બીજી તરફ દક્ષિણ ભરતમાં કેરળ, તમિલનાડુ અને શ્રીલંકાની અસાપાસ હવામાનની અસ્થિરતા સર્જાઇ રહી છે. આગામી દિવસોમાં આ અસ્થિરતા વધારે મજબૂત બનશે, જે કેરળના દરિયા કાંઠાથી પશ્ચિમ દિશા તરફ આગળ વધશે. જે આગળ જતાં લો પ્રેશરની કેટેગરી સુધી જઈ શકે છે. બીજી બાજુ ઉત્તર ભારતમાંથી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે. તેની અસરના ભાગરૂપે ગુજરાતના હવામાનમાં પણ પલટો આવી શકે છે.
Trending Photos