ગુજરાતના આ 18 જિલ્લામાં કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી; વાવાઝોડાને જોતા આગામી 6 દિવસ મહત્વપૂર્ણ
Ambalal Patel Monsoon Prediction: ગુજરાતમાં ફરી એકવાર આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આગામી દિવસોમાં ગરમીમાંથી રાહત મળશે. 21મેથી હવામાનમાં પલટો આવવાનો છે. એટલું જ નહીં, રાજ્યના કેટલાક ભાગોમાં આંધી વંટોળની પણ આગાહી કરાઈ છે. હાલમાં પણ આંધી વંટોળની શક્યતા રહેલી છે.
24 મેથી સૂર્ય કૃતિકા નક્ષત્રમાં રહેતા અરબી સમુદ્રમાં વાવાઝોડું બનવાની શક્યતા રહેલી છે. 28 મે થી 31 મે વચ્ચે ગ્રહોના ફેરફારના યોગો હોવાથી 25થી 31 સુઘી ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે. હાલના સંજોગો જોતા મુંબઈ અનેં ગોવા વચ્ચે ચક્રવાત બનવાની શક્યતા છે. આ ચક્રવાતની અસર મોટાભાગના ગુજરાતમાં થવાની શક્યતા રહેલી છે. કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેલી છે. 5-6 જૂન દરમિયાન રાજ્યમાં અણધારો વરસાદ થવાની શક્યતા રહેલી છે.
આજે સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓ જેમ કે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં જ્યારે સૌરાષ્ટ્રના જિલ્લાઓ જેમ કે રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં શુષ્ક હવામાન રહેવાની શક્યતા છે.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. ક્યાંક 12થી 15 ઇંચ ખાબકશે. ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સક્રિય બન્યું છે તેવી આગાહી છે. હજુ પણ 7 દિવસ ગુજરાતમાં વરસાદની હવામાન વિભાગની આગાહી છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી છે. ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સક્રિય છે. ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
અંબાલાલ પટેલે કહ્યું કે, ગુજરાત સહિત સમગ્ર દેશમાં 20 મે બાદ વાતાવરણમાં ભારે પલટો આવશે. અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાશે. જેના કારણે મુંબઈ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. કેટલાક વિસ્તારોમાં 12 થી 15 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે. ગુજરાતમાં 20 મેથી 24 મે સુધી સાયકલોનની અસરો જોવા મળશે. તેમણે ક્હ્યુ કે, આ અસરને કારણે ગુજરાતના દક્ષિણ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. તારીખ 25 થી 5 જૂન દરમિયાન ગુજરાતમાં ભારે ગરમી પડવાની પણ સંભાવના છે. આ વખતે રોહિણી નક્ષત્રમાં વરસાદ થવાની સંભાવના પ્રબળ છે.
ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. 22 અને 23 તારીખે ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. આજે 18 જિલ્લાઓમાં છુટાછવાયા સ્થળે વરસાદની શક્યતા છે. ગરમીની વાત કરીએ તો, આગામી સાત દિવસ મહત્તમ તાપમાનમાં ખાસ વધારો થવાની શક્યતા નથી. આજે અમદાવાદ, ભુજ અને ભાવનગરમાં 40 ડિગ્રી ગરમીની શક્યતા છે.
જોકે અરબી સમુદ્રમાં સર્જાતું સાયકલોન અસર કરશે તો ચોમાસુ મોડું પણ થવાની સંભાવના છે. 22 મેની આસપાસ ચોમાસુ શ્રીલંકા પહોંચશે. ગુજરાતમાં 20 મેથી 24 મે સુધી સાયકલોનની અસરો જોવા મળશે. આ અસરને કારણે ગુજરાતના દક્ષિણ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. તારીખ 25 થી 5 જૂન દરમિયાન ગુજરાતમાં ભારે ગરમી પડવાની પણ સંભાવના વ્યક્ત કરાઈ છે. આ વખતે ભારતમાં રોહિણી નક્ષત્રમાં વરસાદ થવાની સંભાવના પ્રબળ છે. ભારતના કેરલમાં 28 મે સુધી ચોમાસુ પહોંચશે અને વિધિવત રીતે ભારતમાં ચોમાસાનો પ્રારંભ થઈ શકે છે.
ચોમાસું વહેલું આવી જશે
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આગામી 6 દિવસ માવઠાનો માર પડી શકે છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટોછવાયો વરસાદ પડવાની આગાહી છે. ગુજરાતમાં ચોમાસાનું આગમન વહેલું થવાનું પૂર્વાનુમાન છે. આજે રાજ્યના 18 જિલ્લામાં વરસાદની આગાહી છે. હવામાન વિભાગે વરસાદની આ આગાહી કરી છે. સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે. અન્ય 13 જિલ્લામાં પણ હળવો વરસાદ વરસી શકે છે.
40 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પનવ ફૂંકાશે
વીજળીના કડાકા અને 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પનવ સાથે હળવા વાવાઝોડા સાથે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જેમ કે, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને મહિસાગર. જ્યારે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં જેમ કે, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જેમ કે, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
મુંબઈમાં 10 જુનની આસપાસ ચોમાસુ શરૂ થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. રાજ્યના જિલ્લાઓમાં અલગ અલગ સ્થળે 41થી 61 કિ.મી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડા અને વીજળી પડવાની શક્યતા છે. વડોદરા, સુરત અને ભરૂચમાં પણ હળવાથી મધ્યમ વરસાદ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
ગુજરાતમાં પણ અમુક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસી ચૂક્યો છે તેની વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. હવામાન વિભાગે વરસાદ અંગે શું આગાહી કરી છે તેના પર નજર કરીએ તો આજે મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, પશ્વિમ બંગાળ, સિક્કિમ, ઝારખંડ અને ઓડિશામાં વરસાદ પડી શકે છે. દક્ષિણ ભારતમાં કર્ણાટક, કેરળ, તમિલનાડુ અને લક્ષદ્વીપ ભારે વરસાદથી પ્રભાવિત થશે.
Trending Photos