અંબાલાલની તારીખ સાથે આગાહી : નવેમ્બરમાં આફત બનીને ત્રાટકશે વધુ એક વાવાઝોડું
Ambalal Patel Ni Agahi : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી.... રાજ્યમાં ઠંડા પવન ફૂંકાવાની આગાહી.... ઉત્તર એશિયાના ઠંડા પવન પાકિસ્તાન તરફથી ભારતમાં ફૂંકાશે.... 15 નવેમ્બર બાદ તાપમાનમાં થશે ઘટાડો....
હજુ આવશે માવઠા

દિવાળી આસપાસ આવેલા માવઠાએ ગુજરાતના ખેડૂતોની દશા બેસાડી દીધી છે. માવઠાનો એવો તો માર પડ્યો છે કે ખેડૂત હવે ફરી બેઠો થઈ શકે એવી સ્થિતિ નથી. સરકાર પણ માવઠા બાદ થયેલા નુકસાનની સહાય આપવામાં સમય લગાવી રહી છે, ત્યારે આ બધાની વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે હજુ પણ માવઠા આવવાની આગાહી કરી છે.
ફેબ્રુઆરી સુધી માવઠા થશે

માવઠું આવે છે, આ શબ્દો સાંભળીને જ હવે તો ખેડૂતોની છાતીના પાટિયા બેસી જાય છે. હાલ આવેલા માવઠાએ જાણે ખેડૂતોને રસ્તા પર લાવી દીધા છે. મોંઘામૂલો પાક મેળવવા જે ખર્ચો કર્યો, તે ખર્ચો પણ ન નીકળે એવી હાલત દિવાળીએ આવેલા માવઠાએ કરી દીધી છે. આ માવઠામાંથી હજુ ખેડૂત ઉભો નથી થયો ત્યાં ફરી અંબાલાલ પટેલે ડરામણી આગાહી કરી દીધી છે.
અંબાલાલની આગાહીની વાત કરીએ તો...

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે એક બે નહીં હજુ 4 મહિના સુધી આફતના માવઠા આવવાની આગાહી કરી છે. જેમાં 18થી 24 નવેમ્બર વચ્ચે બંગાળના ઉપસાગરમાં વાવાઝોડુ બનશે, જે વાવાઝોડું 24 નવેમ્બર સુધીમાં ગુજરાતના ખેડૂતોના માથે આફત બનીને ત્રાટકશે...
ચોમાસુ 4 મહિનાથી પણ આગળ વધી ગયું

ગુજરાત સહિત દેશભરમાં આમ તો 4 મહિના વરસાદી માહોલ રહે છે. પરંતુ જે રીતે છેલ્લા અમુક વર્ષોથી ગુજરાતનું વાતાવરણ બદલાયું છે. તેમાં ચોમાસુ 4 મહિનાથી પણ આગળ વધી ગયું છે. ત્યારે અંબાલાલ પટેલે ફેબ્રુઆરી સુધી માવઠાની આગાહી કરી છે એટલે કે આ વર્ષે મેમાં શરૂ થયેલુ ચોમાસુ ફેબ્રુઆરીમાં પણ માવઠુ બનીને વરસશે.
તો રવિ પાકનો કોળિયો પણ ખેડૂતોના મોં સુધી નહીં પહોંચે

જ્યાં દિવાળીમાં આવેલા માવઠાએ ગુજરાતના ખેડૂતની હાલત દયનીય બનાવી દીધી છે. ત્યાં હજુ પણ માવઠા આવી રહ્યા છે. એટલે કે ખેડૂતોને શિયાળું પાકથી હાથ ધોવાનો વારો આવ્યો છે, ત્યારે કદાચ અંબાલાલ પટેલની આગાહી સાચી પડી તો રવિ પાકનો કોળિયો પણ ખેડૂતોના મોં સુધી નહીં પહોંચે તે તો નક્કી છે.
24 નવેમ્બર બાદ બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું બનવાની શક્યતા

નવી આગાહી કહે છે કે, આગામી 15 નવેમ્બર સુધી રવી પાકો માટે હવામાન સુધરતું જશે. રાજ્યમાં હવ ઠંડા પવનો ફૂંકાશે. ઉત્તર એશિયાના ઠંડા પવનો તથા કેસ્પિયન સમુદ્રના પવનો પાકિસ્તાન થઈ ઉત્તર ભારતમાં આવશે. 15 નવેમ્બર બાદ ઉત્તર ભારતમાં પર્વતીય પ્રદેશોમાં પશ્ચિમી વિક્ષેપ આવકા જશે. રાજ્યમાં ન્યૂનતમ ઉષ્ણતામાન 17 થી 18 ડિગ્રી સેલ્સિયસ રહેશે. 16 નવેમ્બર બાદ મહત્તમ ઉષ્ણતામાન 31 ડિગ્રી આસપાસ રહેશે. 18 નવેમ્બર બાદ બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળશે. 24 નવેમ્બર બાદ બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું બનવાની શક્યતા છે.
બંગાળના ઉપસાગરના ભેજના કારણે માવઠા આવી શકે છે

24 નવેમ્બર બાદ ઉત્તર પર્વતીય પ્રદેશોમાં પશ્ચિમી આવતા ઠંડી લાવશે. બંગાળના ઉપસાગરના ભેજના કારણે માવઠા આવી શકે છે. દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત તથા મધ્ય ગુજરાતના કેટલાક ભાગ માત્ર કમોસમી વરસાદ આવી શકે છે. ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા રહેશે.
Trending Photos




