આ તારીખે ગુજરાતના આકાશમાં આવશે વાદળો! અનેક વિસ્તારોમાં થશે કમોસમી વરસાદ! ખતરનાક છે આગાહી

Ambalal Patel's prediction: ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ઠંડીમાં અચાનક વધારો થયો છે. ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાને કારણે રાજ્યમાં ઠંડી વધી છે. તો હવામાન વિભાગ દ્વારા પણ તાર્તો થીજવતી ઠંડીની આગાહી કરવામાં આવી છે. ત્યારે જાણી લો આગામી દિવસમાં રાજ્યમાં કેવું તાપમાન રહેશે.

1/10
image

રાજ્યના હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં તાપમાનમાં બે ડિગ્રી જેટલો ઘટાડો થશે. એટલે કે લોકોએ ઠંડી સહન કરવી પડશે. છેલ્લા બે દિવસથી દિવસ દરમિયાન પણ ઠંડા પવન ફૂંકાવાને કારણે લોકો ઠંડીનો સામનો કરી રહ્યાં છે. રાજ્યમાં ઠંડીનો જોરદાર ચમકારો અનુભવાઈ રહ્યો છે. આ વચ્ચે હવે ગુજરાતીઓને કપરા દિવસો કાઢવા પડશે. કારણ કે, હવામાન વિભાગની નવી આગાહી ટેન્શન અપાવનારી છે. 

2/10
image

આગાહીકાર અંબાલાલ પટેલે 11 ડિસેમ્બરના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઠંડીનું જોર વધશે તેવી આગાહી કરી છે. તેમજ અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 15 થી 17 ડિસેમ્બરના રોજ વાદળો આવી શકે છે અને ડિસેમ્બરના અંતમાં હળવું માવઠું થવાની પણ શક્યતા વ્યક્ત કરી છે.  

3/10
image

ડિસેમ્બર મહિનામં બીજી વાર વાવાઝોડાનું સંકટ પેદા થયું છે. અંબાલાલ પટેલની આગાહી છે કે, 23 ડિસેમ્બરથી ગાત્રો થીજવતી ઠંડી પડશે. 16 થી 22 ડિસેમ્બર દરમિયાન વાદળ વાયુ આવવાથી અરબ સાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા રહેશે તેવુ પણ તેમણે જણાવ્યું. આગામી 48 કલાક સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડ વેવની આગાહી છે. આગામી ત્રણ દિવસ રાજ્યમાં ઠંડીનું જોર વધશે. રાજ્યના તાપમાનમાં હજી 2 ડિગ્રીનો ઘટાડો નોંધાશે.   

4/10
image

ભારતીય હવામાન વિભાગ (IMD) એ શનિવારે આગાહી કરી છે કે દેશના ઘણા રાજ્યોમાં આગામી સાત દિવસ સુધી શીત લહેર ચાલુ રહેશે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમના કારણે દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તરીય વિસ્તારોમાં શીત લહેર, ગાઢ ધુમ્મસ અને હિમવર્ષા થવાની સંભાવના છે. 

5/10
image

ડિસેમ્બર મહિનામં બીજી વાર વાવાઝોડાનું સંકટ પેદા થયું છે. અંબાલાલ પટેલની આગાહી છે કે, 23 ડિસેમ્બરથી ગાત્રો થીજવતી ઠંડી પડશે. 16 થી 22 ડિસેમ્બર દરમિયાન વાદળ વાયુ આવવાથી અરબ સાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા રહેશે તેવુ પણ તેમણે જણાવ્યું. વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરના કારણે છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં ઠંડીનું જોર ઘટ્યું હતુ.   

6/10
image

જો કે હવે ઠંડીનો ચમકારો અનુભવાઇ રહ્યો છે. આગામી દિવસોમાં ઠંડી ઘટવાની છે. આગામી 72 કલાકમાં ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને પંચમહાલ જેવા જિલ્લામાં કાતિલ ઠંડી પડી શકે છે. જો કે આગામી 16 થી 22 ડિસેમ્બર દરમિયાન વાદળ વાયુ આવવાથી અરબ સાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા રહેશે.  

7/10
image

હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, ગત 24 કલાકમાં 7.2 ડિગ્રી તાપમાન સાથે નર્મદા, તો 7,6 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર બન્યું છે. દાહોદ અને ડાંગમાં પણ લોકો કડકડતી ઠંડીમાં ઠર્યા છે. કચ્છના નર્મદામાં ઠંડીનો પારો 7.2 ડિગ્રીએ પહોંચ્યો છે. 

8/10
image

ડીસામાં 10.6 ડિગ્રી, વડોદરામાં 11 ડિગ્રી, રાજકોટમાં 11.8 ડિગ્રી, ગાંધીનગરમાં 12.4 ડિગ્રી અને અમદાવાદમાં 13.9 ડિગ્રી તાપમાન નોંધાયું. આગામી ત્રણ દિવસ રાજ્યમાં ઠંડીનું જોર રહેશે. રાજ્યના તાપમાનમાં હજી 2 ડિગ્રીનો ઘટાડો નોંધાશે. ઠંડીને કારણે રાજ્યમાં તાપણું કરતા નજરે પડ્યા. તો ગાર્ડનમાં વહેલી સવારે લોકો કસરત કરતા જોવા મળ્યા. 

9/10
image

દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીમાં નીયા દબાણનો વિસ્તાર રચાયો છે, જે અપર એરના ચક્રવાતી પરિભ્રમણથી પ્રભાવિત છે. સિસ્ટમ આગામી 24 કલાકમાં વધુ તીવ્ર બની શકે છે અને પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી શકે છે અને છેવટે 11 ડિસેમ્બર સુધીમાં તમિલનાડુ અને શ્રીલંકા નજીક દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં પહોંચી શકે છે.      

10/10
image

બંગાળના ઉપસાગરમાં પણ લો પ્રેશર બની શકે છે. જેની સંયુક્ત અસરના ભાગરૂપે દક્ષિણ ગુજરાત સુધી વાદળ વાયુ આવે અને ક્યાંક છાંટા પણ પડી શકે છે. આ દરમિયાન ગુજરાતમાં મહત્તમ તાપમાન 30 થી 31 ડિગ્રી સુધી જવાની શક્યતા રહેશે. એટલે કે 16 થી 22 ડિસેમ્બર સુધીના એક સપ્તાહ દરમિયાન વાદળ વાયુ આવતા મહત્તમ તાપમાન વધવાથી ઠંડીમાં ઘટાડો થશે. જેમાં સુરત અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં મહત્તમ તાપમાન ઉચકાઈ શકે છે. આ પશ્ચિમી વિક્ષોપ બાદ 23 ડિસેમ્બરથી ગાત્રો થીજવતી ઠંડી પડશે. જાન્યુઆરીની શરૂઆતમાં પણ કડકડતી ઠંડીને અહેસાસ થશે.