ભારતનું તે હિલ સ્ટેશન જ્યાં વિદેશીઓની એન્ટ્રી પર છે પ્રતિબંધ! શાનદાર છે નજારો, જાણો ખાસ વાતો

Mini Switzerland Of India: પહાડોની વાત આવે તો સૌથી પહેલા ઉત્તરાખંડનું નામ આવે છે. દર વર્ષે લાખો લોકો અહીં મુલાકાત લેવા અને પ્રકૃતિની શાંતિનો અનુભવ કરવા આવે છે. પરંતુ શું તમે જાણો છો કે ઉત્તરાખંડમાં એક એવું હિલ સ્ટેશન છે જ્યાં વિદેશી પ્રવાસીઓના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ છે.
 

અહીં નથી આવી શકતા વિદેશીઓ

1/6
image

ઉત્તરાખંડમાં આવેલા એક સુંદર હિલ સ્ટેશનમાં માત્ર ભારતીયો પ્રવેશ કરી શકે છે. અમે વાત કરી રહ્યાં છીએ ચકરાતાની... ભારતનું મિની સ્વિત્ઝર્લેન્ડ તેને કહેવામાં આવે છે.

 

કેમ વિદેશીઓના પ્રવેશ પર છે પ્રતિબંધ?

2/6
image

1866માં અંગ્રેજોએ તેને વસાવ્યું હતું. તે દિવસોમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીના અધિકારીઓ ઉનાળાની રજાઓ ગાળવા અહીં આવતા હતા. બાદમાં 1869માં તેને કેન્ટોનમેન્ટ બોર્ડને સોંપવામાં આવ્યું હતું. આજે ભારતીય સેનાનો એક મહત્વપૂર્ણ કેમ્પ ચકરાતામાં સ્થિત છે. સુરક્ષાના કારણોસર આ વિસ્તારમાં વિદેશી નાગરિકોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

ચકરાતામાં જોવાલાયક સ્થળો- ટાઈગર ફોલ્સ

3/6
image

જો તમે ચકરાતા જાવ છો તો તમે ટાઈગર ફોલ્સને મિસ કરી શકતા નથી. આ ધોધ પોતાની અંદર કુદરતી સૌંદર્ય ધરાવે છે. અહીં આવીને તમે શહેરની ધમાલથી દૂર થોડી શાંતિપૂર્ણ ક્ષણો વિતાવી શકો છો.

બુધેર ગુફા

4/6
image

ચકરાતાથી લગભગ 30 કિલોમીટર દૂર આવેલી બુધેર ગુફા એક ઐતિહાસિક અને સાહસિક સ્થળ છે. આ સ્થળ ટ્રેકિંગ, હાઇકિંગ અને કેમ્પિંગ માટે ખૂબ જ લોકપ્રિય છે.

ચિલમીરી નેક

5/6
image

ચકરાતાનું સૌથી ઊંચું શિખર ચિલમીરી નેક છે, જે ચારે બાજુ દેવદાર અને પાઈન વૃક્ષોથી ઘેરાયેલું છે. અહીંથી તમે હિમાલયની સુંદરતા જોઈ શકો છો. ટ્રેકર્સ માટે આ જગ્યા ખૂબ જ ખાસ છે.

કઈ રીતે પહોંચશો ચકરાતા

6/6
image

દિલ્હીથી ચકરાતાનું અંતર લગભગ 300 કિમી છે. છે. તમે તમારી કારમાં રોડ દ્વારા અહીં જઈ શકો છો. આ સિવાય અહીંથી દહેરાદૂન સુધી ટ્રેન દ્વારા અને ત્યાંથી ટેક્સી દ્વારા પણ પહોંચી શકાય છે.