કંટ્રોલ નથી થતો, વારંવાર જવું પડે છે પેશાબ; હોય શકે છે શરીરમાં આ 5 બીમારીનો સંકેત!
Frequent Urination Causes: શરીર પેશાબ દ્વારા તેનો બધો કચરો બહાર કાઢે છે, તે એક નેચરલ મેકેનિઝમ હોય છે. પરંતુ જો તમને દિવસમાં ઘણી વખત પેશાબ કરવાની જરૂર લાગે, તો તેને અવગણશો નહીં. દિવસમાં 8 વખતથી વધુ પેશાબ કરવો એ આ 5 ખતરનાક બીમારીનો સંકેત હોઈ શકે છે.
ડાયાબિટીસ
ડાયાબિટીસને કારણે બ્લડ સુગરના લેવલમાં વધારો થવાને કારણે શરીરમાં પ્રવાહીનું સંચય વધારે થવા લાગે છે. આ કારણે વારંવાર પેશાબ કરવાની જરૂર લાગે છે.
યુટીઆઈ
આ વારંવાર પેશાબ આવવાની સૌથી સામાન્ય કારણ છે. ખાસ કરીને મહિલાઓને. યુરિનરી ટ્રેક્ટમાં બેક્ટેરિયલ સંક્રમણ વારંવાર પેશાબ કરવાની ઇચ્છા પેદા કરી શકે છે.
કિડની ડિસીઝ
વારંવાર પેશાબ આવવો એ કિડનીમાં ચાલી રહેલ અથવા શરૂ થઈ રહેલ સમસ્યાનો પણ સંકેત હોઈ શકે છે.
પ્રોસ્ટેટ પ્રોબ્લેમ
પ્રોસ્ટેટ એનલાર્જમેન્ટ થવા પર વારંવાર પેશાબ આવવાના લક્ષણો પુરુષોમાં જોવા મળી શકે છે.
બ્લેડર ટ્યુમર
વારંવાર પેશાબ આવવો બ્લેડર ટ્યુમર થવાનું પણ લક્ષણ હોઈ શકે છે. આમાં સામાન્ય રીતે પેશાબ સાથે લોહી પણ આવે છે.
Disclaimer: પ્રિય વાચક, અમારા સમાચાર વાંચવા બદલ આભાર. આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવા માટે લખવામાં આવ્યા છે. આ લખવામાં અમે ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતીની મદદ લીધી છે. જો તમે તમારા સ્વાસ્થ્યને લગતી કોઈ પણ વાત ક્યાંય વાંચો છો, તો તેને અપનાવતા પહેલા ચોક્કસપણે ડોક્ટરની સલાહ લો.
Trending Photos