ગજકેસરી રાજયોગમાં થશે વર્ષ 2026ની શરૂઆત, વૃષભ સહિત 3 રાશિવાળા નોટોમાં આળોટશે, ધન-સંપત્તિમાં બંપર વધારો થશે!

નવા વર્ષની શરૂઆતમાં જ ગજકેસરી રાજયોગ બનશે જે અત્યંત શુભકારી છે. ગુરુ અને ચંદ્રમાની યુતિથી આ રાજયોગ બનશે જે વૃષભ સહિત 3 રાશિવાળાને ખુબ ધનલાભ કરાવે તેવા યોગ છે. 

1/6
image

વર્ષ 2026 એવું મંગળકારી યોગમાં શરૂ થઈ રહ્યું છે જે અનેક લોકોને ધનવાન બનાવી શકે છે. નવા વર્ષની શરૂઆતમાં જ ગજકેસરી રાજયોગ બની રહ્યો છે. જેને જ્યોતિષમાં અપાર ધન સંપત્તિ અને યશ અપાવનારો રાજયોગ ગણવામાં આવે છે. 

મિથુન રાશિમાં ગજકેસરી યોગ

2/6
image

નવા વર્ષ 2026માં ગુરુદેવ બૃહસ્પતિ મિથુન રાશિમાં બિરાજમાન થશે. 11 નવેમ્બર 2025થી ગુરુ વક્રી થયા છે અને વર્ષ 2026ના શરૂઆતના મહિનાઓમાં તેઓ વક્રી અવસ્થામાં રહેશે. 2 જાન્યુઆરી 2026ના રોજ સવારે 9.25 કલાકે ચંદ્રમા ગોચર કરીને મિથુન રાશિમાં પ્રવેશ કરશે અને 4 જાન્યુઆરી 2026ના રોજ સવારે 9.42 કલાક સુધી મિથુનમાં રહેશે. આમ મિથુન રાશિમાં ચંદ્રમા અને ગુરુની યુતિથી ગજકેસરી રાજયોગ બનશે. જે 3 રાશિઓ પર માતા લક્ષ્મીની વિશેષ કૃપા કરાવશે. 

વૃષભ રાશિ

3/6
image

વૃષભ રાશિના જાતકો પર આમ પણ માતા લક્ષ્મીની વિશેષ કૃપા રહે છે. તેમા પણ ગજકેસરી રાજયોગ બનશે તો વૃષભ રાશિવાળાને ખાસ લાભ થશે. જૂની બીમારીઓ ઠીક થશે. ઘરમાં શુભ માંગલિક આયોજન થશે. નોકરી કરનારાઓને મોટી જવાબદારી મળી શકે છે. જે સાથે ધન દૌલત અને યશ લાવશે. 

મિથુન રાશિ

4/6
image

મિથુન રાશિમાં જ ગુરુ ચંદ્રની યુતિથી ગજકેસરી રાજયોગ બની રહ્યો છે. જે આ જાતકોને સૌથી વધુ ફાયદો કરાવી શકે છે. નોકરીયાતોને પદ પૈસા મળશે. વેપારીઓને ધનલાભ થશે. વાણીના પ્રભાવથી કામ થશે. માન સન્માન વધશે. વિવાહ નક્કી થઈ શકે છે.   

તુલા રાશિ

5/6
image

તુલા રાશિના જાતકો પર માતા લક્ષ્મીની વિશેષ કૃપા રહે છે. જાન્યુઆરી 2026ની શરૂઆતમાં જ ગજકેસરી રાજયોગ બનવું ભાગ્યનો ભરપૂર સાથ અપાવશે. કરિયરમાં નવી તકો મળશે. તમારી પ્રશંસા થશે. ધન વધશે. સફળતા મળશે. પરિવારમાં પ્રેમ વધશે. 

Disclaimer:

6/6
image

Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.