Garlic Paratha Recipe : સ્વાદનો રાજા છે આ ગાર્લિક પરાઠા, એક ક્લિકમાં જાણી લો રેસીપી
Garlic Paratha Recipe : નાસ્તો હોય કે ડિનર ખોરાક સ્વાદિષ્ટ અને સ્વસ્થ હોવો જોઈએ. ત્યારે અમે તમને ગાર્લિક પરાઠા બનાવવાની રેસીપી જણાવી રહ્યા છીએ જેનાથી તમે સ્વાદિષ્ટ પરાઠા બનાવી શકો છો.
Garlic Paratha Recipe : મોટાભાગના લોકો પોતાના દિવસની શરૂઆત નાસ્તાથી કરે છે, એમાં પણ મોટાભાગના લોકો સવારે પરાઠા ખાવાનું પસંદ કરે છે, તેથી જો તમે કંઈક નવું ટ્રાય કરવા માંગતા હો, તો તમે ગાર્લિક પરાઠા બનાવી શકો છો, તે ખાવામાં સ્વાદિષ્ટ જ નહીં પણ બનાવવામાં પણ સરળ છે.
લસણ માત્ર ખોરાકનો સ્વાદ જ નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. તે પાચન સુધારવામાં, રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. ત્યારે ગાર્લિક પરાઠા બનાવવાની સરળ રેસીપી જાણીએ.
ગાર્લિક પરાઠા બનાવવા માટે તમારે 10 લસણની કળી, બારીક સમારેલી કોથમીર, બારીક સમારેલું એક લીલું મરચું, એક ચમચી લાલ મરચું પાવડર, તેલ, 2 કપ ઘઉંનો લોટ, મીઠું, અજમો અને પાણીની જરૂર પડશે.
સૌપ્રથમ, પરાઠાનો લોટ મિક્ષ કરો અને તેમાં અજમો, મીઠું અને થોડું તેલ ઉમેરીને નરમ બનાલો. આ પછી, એક પેનમાં એક ચમચી તેલ મૂકો અને લસણના કળીઓ ઉમેરો અને ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો.
સ્ટફિંગ તૈયાર કરવા માટે આ શેકેલા લસણમાં કોથમીર, લાલ મરચાં પાવડર, લીલા મરચાં અને મીઠું ઉમેરો અને ગેસ બંધ કરો. આમાંથી બે ચમચી લોટના ગોળામાં ભરો અને પરાઠાને હળવી આંચ પર ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકો.
Trending Photos