રાત્રે નથી આવતી નીંદર, સુવા માટે અપનાવો 10-3-2-1 ની આ ફોર્મ્યુલા

દુનિયામાં ઘણા એવા લોકો છે, જે રાત્રે બેડ પર પડખા ફરતા રહે છે. તેમ છતાં તેને સારી રીતે નીંદર આવતી નથી. આ કોઈ બીમારી નહીં પરંતુ ખરાબ લાઇફ સ્ટાઇલનું એક પરિણામ હોય છે. 

Sep 27, 2021, 07:48 PM IST
1/5

સારી નીંદર માટે તૈયાર કરવામાં આવી ફોર્મ્યુલા

સારી નીંદર માટે તૈયાર કરવામાં આવી ફોર્મ્યુલા

બ્રિટનની નેશનલ હેલ્થ સર્વિસ (NHS) ના એક ડોક્ટરે આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે 10-3-2-1 ની ફોર્મ્યુલા શોધી છે. ડોક્ટરનો દાવો છે કે આ ફોર્મ્યુલા પર અસમ કરી તમે કોઈ દવા વગર સારી નીંદર લઈ શકો છો. ડોક્ટરના આ ફોર્મ્યુલાની બ્રિટનમાં ખુબ ચર્ચા થઈ રહી છે.

2/5

10-3-2-1 ટ્રિકથી આવશે સારી નીંદર

10-3-2-1 ટ્રિકથી આવશે સારી નીંદર

ધ સનના રિપોર્ટ પ્રમાણે NHS માં તૈનાત ભારતીય મૂળના ડોક્ટર રાજ કરન  (Dr Raj Karan) એ ફોર્મ્યુલા ટિક ટોક પર શેર કરી છે. તેમણે 10-3-2-1 ટ્રિકને વિસ્તારથી જણાવતા કહ્યું કે, સુવાના 10 કલાક પહેલા કેફીન એટલે કે ચા-કોફી, કોલ્ડ ડ્રિંક્સની માત્રા ખુબ ઓછી કરી દો. કેફીનના સેવનથી નીંદર ભાગી જાય છે અને રાત્રે મનુષ્ય પડખા ફેરવતો રહે છે. તેઓ જણાવે છે કે જો તમે દરરોજ રાત્રે 10 કલાકે બેડ પર પહોંચી જાવ છો તો બપોરે 12 કલાક બાદ કેફીન સાથે જોડાયેલી વસ્તુનું સેવન બંધ કરી દો.   

3/5

સુવાની ત્રણ કલાક પહેલા બંધ કરી દો હેવી ડાઇટ

સુવાની ત્રણ કલાક પહેલા બંધ કરી દો હેવી ડાઇટ

પોતાની ટિપ વિશે ડોક્ટર કહે છે કે સુવાની ત્રણ કલાક પહેલા હેવી ડાઇટ કે ડ્રિંકનું સેવન બંધ કરી દો. તેનાથી ત્રણ કલાક પહેલા ખાધેલા ભોજનને પચાવવા માટે શરીરને સમય મળી જાય છે અને રાત્રે ગેસ કે કબજીયાતની સમસ્યા થતી નથી. બેડ પર થોડો સમય રહ્યા બાદ તમને સારી નીંદર આવી જશે. 

 

 

4/5

બેડ પર જવાની બે કલાક પહેલા પૂરા કરી લો કામ

બેડ પર જવાની બે કલાક પહેલા પૂરા કરી લો કામ

ડોક્ટર રાજ કરણ પોતાની ત્રીજી ટિપ વિશે જણાવે છે કે સુવાના બે કલાક પહેલા તમે જરૂરી રૂટીન કામ પૂરા કરી લો. તેમ કરવાથી તમારૂ મગજ રિલેક્શ રહેશે. જેથી બેડ પર જવા સમયે તમારા મષ્ટિષ્કમાં ઓફિસ કે ઘરના કામને લઈને બિનજરૂરી અવ્યવસ્થિતતા રહેશે નહીં. તેનાથી તમને સારી નીંદર આવવામાં મદદ મળશે. 

 

 

5/5

સુવાની એક કલાક પહેલા બંધ કરી દો બધા ગેઝેટ

સુવાની એક કલાક પહેલા બંધ કરી દો બધા ગેઝેટ

ડોક્ટર રાજ કરણ પોતાના ચોથા અને અંતિમ સ્ટેપ વિશે જણાવે છે કે સુવાના એક કલાક પહેલા પોતાની ટીવી, લેપટોપ અને મોબાઇલને બંધ કરો એટલે કે સ્ક્રીનથી દૂર થઈ જાવ. હકીકતમાં સ્ક્રીનથી નિકળતી બ્લૂ લાઇટ આંખોમાં દુખાવો પેદા કરે છે, જેની અસર મગજ પર થાય છે. સુવાની એક કલાક પહેલા બધી સ્ક્રીન બંધ કરી દેવાથી આંખો અને મગજને આરામ મળે છે અને તમને જલદી ઊંઘ આવી જાય છે.  (બધા ફોટો પ્રતિકાત્મક)