Corona ની સારવાર માટે આ રીતે ઉઠાવો 'Ayushman Bharat Yojana' નો લાભ, જાણો જરૂરી વાતો

કોરોના વાયરસ  (Coronavirus) દર્દીઓની સારવાર માટે કેન્દ્ર સરકાર (Central Government) નાગરિકોને 5 લાખ રૂપિયાની આર્થિક સહાય ઉપલબ્ધ કરાવી રહી છે. તે માટે તમારે આયુષ્માન ભારત યોજનાનો ભાગ બનવું પડશે. ત્યારબાદ કોરોનાની તપાસ અને સારવારમાં ખર્ચ થનાર 5 લાખ રૂપિયા સુધીનું બિલ કેન્દ્ર સરકાર ચુકવશે.

આયુષ્માન ભારતથી થશે કોરોનાની સારવાર

1/7
image

તમને યાદ હશે કે કોરોના મહામારીની શરૂઆતમાં સરકારે કોરોનાની તપાસ અને સારવારને આયુષ્માન ભારત યોજનામાં સામેલ કરી હતી. કેટલીક રાજ્ય સરકારોએ તો આ યોજનાનો દાયરો ઓક્સિજનની આપૂર્તીથી લઈને અનિવાર્ય દવાઓના ખર્ચને પૂરો કરવા સુધી વધારી દીધો છે. 

હોસ્પિટલમાં દાખલ થવા પર મળશે ક્લેમ

2/7
image

આયુષ્માન ભારત યોજના હેઠળ કોઈપણ બીમારીની સારવાર માટે તમારે હોસ્પિટલમાં દાખલ થવું જરૂરી છે. તેવામાં તમે ટેસ્ટિંગ દરમિયાન પોઝિટિવ આવો અને હોસ્પિટલમાં દાખલ થવું પડે તો તમને ટેસ્ટિંગથી લઈને દવા સુધીનો બધો ખર્ચ મળશે. 

દર વર્ષે 5 લાખનો મળે છે લાભ

3/7
image

આયુષ્માન યોજના હેઠળ દેશના ગરીબ, વંચિત અને નબળા વર્ગના 10 કરોડ લોકોને સ્વાસ્થ્ય વીમાની સુવિધા મળે છે. દરેક પરિવારને વાર્ષિક 5 લાખ રૂપિયાનો સ્વાસ્થ્ય વીમો મળે છે. 

3 દિવસ પહેલા 15 દિવસ બાદ સુધી સારવાર ફ્રી

4/7
image

આ યોજના હેઠળ હોસ્પિટલમાં દાખવ થતા પહેલા ત્રણ દિવસ અને ત્યારબાદ 15 દિવસ સુધી સારવાર અને દવાઓ ફ્રી સરકાર ઉપલબ્ધ કરાવી રહી છે. આ યોજનામાં 1393 પેકેજ સામેલ કરવામાં આવ્યા છે. જે હોસ્પિટલમાં આઈસીયૂ, લેબોરેટરી ટેસ્ટ, હોસ્પિટલમાં રહેવા જમવાનો ખર્ચ પણ સામેલ છે. 

ખાનગી હોસ્પિટલમાં કરાવી શકો સારવાર

5/7
image

મહત્વનું છે કે આ યોજના હેઠળ સરકારી હોસ્પિટલ સિવાય કેટલીક ખાનગી હોસ્પિટલોને પણ પેનલમાં સામેલ કરવામાં આવી છે. એટલે કે તમે ખાનગી હોસ્પિટલમાં ફ્રી સારવાર કરાવી શકો છો. બસ તે હોસ્પિટલ પેનલમાં હોવી જોઈએ. તેની જાણકારી તમને હોસ્પિટલના રિશેપ્શન ડેસ્ક કે www.pmjay.gov.in પર મળી જશે. 

કોણ લઈ શકે છે આ યોજનાનો લાભ?

6/7
image

ગ્રામીણ વિસ્તારમાં આયુષ્માન ભારત યોજનાનો લાભ તે લોકો ઉઠાવી શકે છે, જેનું કાચુ મકાન હોય, પરિવારમાં કોઈ એડલ્ટ ન હોય કે પરિવારના મુખિયા કોઈ મહિલા હોય, પરિવારમાં દિવ્યાંગ હોય, પરિવાર  SC/ST થી હોય કે વ્યક્તિ જમીન વગરનો/ મજૂર, બેઘર, નિરાશ્રિત કે ભીખ માંગનાર હોય. શહેરી વિસ્તારમાં કચરો વિણનાર, ઘરેલૂ કામકાજ કરનાર, ફેરીયા, રેકડીવાળા, મજૂર, પેન્ટર, વેલ્ડર, સિક્યોરિટી ગાર્ડ, કુલી, સફાઇકર્મી, રિક્ષા ચાલક તેનો લાભ લઈ શકે છે. 

આ ડોક્યૂમેન્ટની પડશે જરૂર

7/7
image

આયુષ્માન ભારત યોજના સાથે જોડાવા માટે તમારે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રાશન કાર્ડ, જેવા ઓળખ પત્રો આપવા પડશે અને તેની ફોટો કોપી ફોર્મ સાથે જમા કરાવવી પડશે. તમારૂ ફોર્મ પાસ થયા બાદ તમારા ઘરે આયુષ્માન યોજનાના કાર્ડ પહોંચી જશે.