મિડલ ક્લાસ લોકોનો જોરદાર જુગાડ! આ વસ્તુઓ તો દરેક ઘરમાં જરૂર જોવા મળશે

નવી દિલ્હી: મિડલ ક્લાસ લોકોનું જીવન પણ કોઇ વરદાનથી કમ નથી. તેમના જીવનમાં કોઇપણ કંટાળાજનક હોતું નથી, જીંદગીભર કંઇકને કંઇક મુશ્કેલીઓ આવતી રહે છે. જોકે મિડલ ક્લાસ લોકોને સૌથી વધુ સુખી ગણવામાં આવે છે. ભલે બીએમડબ્લ્યૂ ના ભાવ વધે અથવા ઔડી કે પછી નવો ફોન લોન્ચ થઇ જાય, તેમને કોઇ ફરક પડતો નથી. એવામાં સોશિયલ મીડિયા પર દિવસભર સક્રિય રહેનાર લોકો અવાર નવાર મિડલ ક્લાસના ઘરોના કેટલાક ફોટોઝ અપલોડ કરતા રહે છે જોકે બધાના ઘરમાં એક જેવું હોય છે. લોકો તેમની સાથે ખૂબ લગાવ અનુભવે છે. અને એવી પોસ્ટ ખૂબ શેર કરવામાં આવે છે. આવો જોઇએ તેમાંથી કેટલીક એવી રસપ્રદ ફોટોઝ... 

ટૂથપેસ્ટનો છેલ્લી ઘડી સુધી ઉપયોગ

1/5
image

આ તો આપણે મોટાભાગના ઘરમાં જોતા હશું કે ભારતીય મા હંમેશા ટૂથપેસ્ટનો છેલ્લે સુધી ઉપયોગ કરાવે છે. જ્યાં સુધી પુરી ન થઇ જાય. જો પુરી થઇ જાય તો વેલણનો ઉપયોગ કરીને ટૂથપેસ્ટને નિકાળે છે. 

વોશરૂમમાં જીરો વોલ્ટ બલ્બ

2/5
image

મોટાભાગના મિડલ ક્લાસ ઘરમાં વોશરૂમમાં જીરો વોલ્ટ બલ્બનો ઉપયોગ થાય છે. તેની પાછળની માનસિકતા એ હોય છે કે વોશરૂમમાં વધુ લાઇટની જરૂર હોતી નથી એવામાં લોકો વિજળી બચાવવા માટે આ આઇડિયાનો ઉપયોગ કરે છે. 

વાટકીમાં બરફ જમાવવો

3/5
image

મિડલ ક્લાસ ઘરોમાં જ્યારે તમે ફ્રિજ ખોલીને જોશો તો બરફ કોઇ આઇસ ટ્રેમાં નહી પરંતુ કટોરીમાં જમાવેલો જોવા મળે છે. તેની પાછળ લોકોની માનસિકતા છે કે ટ્રેમાં બરફ ઓછો જામે છે અને ફ્રીજમાં વધુ જગ્યા રોકે છે. 

જરૂર જોવા મળશે આવું ભોંયતળિયું

4/5
image

આજે પણ જો તમે મધ્યમ વર્ગના ભારતીય ઘરમાં જશો તો તમને આવા રંગબેરંગી ફ્લોર ચોક્કસ જોવા મળશે. ખાસ કરીને 90ના દાયકાના કે તેનાથી પહેલાના લોકો માટે આવા ફ્લોર તેમના ઘરની ઓળખ છે.

દરેક ઘરમાં મળશે આવી ચમચી

5/5
image

દરેક ભારતીય મિડલ ક્લાસ ઘરમાં આવી ડિઝાઇનવાળી ચમચી તો હોય જ છે. લોકો આવા ફોટોઝને સોશિયલ મીડિયા પર અપલોડ કરીને પૂછે છે કે કોના ઘરમાં આવી ચમચી છે.