20 રાજ્યોમાં આંધી અને તોફાનનું એલર્ટથી ગુજરાતની આગાહી પલટાઈ ગઈ, આવશે કહેર
Weather Update : આગામી 7 દિવસ 20 રાજ્યોમાં આંધી અને તોફાનનું એલર્ટ છે. હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. છેલ્લા 24 કલાકમાં પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઓડિશા અને ઝારખંડ સહિતના રાજ્યોમાં તોફાની પવન ફૂંકાયો હતો. જેને પગલે હવે આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં હીટવેવની કોઈ શક્યતા નથી. રાજ્યના લોકોને આજથી કાળઝાળ ગરમીથી રાહત મળશે. પરંતું આગામી બે દિવસ ગુજરાતમાં પવન સાથે ધૂળની ડમરીઓ ઉડવાની શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી
આજથી ગુજરાતમાં આગામી બે દિવસ ધૂળની ડમરી ઉડવાની હવામાન વિભાગની આગાહી છે. વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું કે, દક્ષિણ ગુજરાત સિવાય તમામ જિલ્લાઓમાં બે દિવસ ધૂળની ડમરી ઉડવાની શક્યતા છે. આગામી સાત દિવસ હિટવેવની શક્યતા નથી. પરંતું 21 એપ્રિલે સમગ્ર ગુજરાતમાં ધૂળની ડમરી ઉડવાની શક્યતા છે. આ કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. ગત 24 કલાકમાં અમદાવાદમાં તાપમાન 42 ડિગ્રી નોંધાયું. રાજ્યમાં સૌથી વધુ 48.3 કંડલામાં તાપમાન નોંધાયું. આગામી બે દિવસ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી ઘટવાની શક્યતા
આગામી સાત દિવસ સુધી ૨૦ રાજ્યોમાં આંધી તોફાનનું એલર્ટ
હવામાન ખાતા દ્વારા દિલ્હી - NCR, ઓડિશા તેમજ જમ્મુ અને કાશ્મીરથી લઈને પૂર્વોત્તર ભારતનાં તમામ રાજ્યો અને દક્ષિણમાં કેરળ સહિત ૨૦ રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં જુદાજુદા સ્થળોએ આગામી ૭ દિવસ સુધી આંધી તોફાન અને વાવાઝોડા સાથે ભારે વરસાદ પડવાની ચેતવણી આપવામાં આવી છે. કોઈ સ્થળે વીજળી પડી શકે છે.
આખા ગુજરાતમાં ધૂળનું તોફાન આવશે
અંબાલાલ પટેલે કહ્યું કે, આવતીકાલે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ધૂળની ડમરી ઉડશે. સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં AQI લગભગ 270 ને પાર જવાની શક્યતા છે. જેમાં મધ્ય ગુજરાતમાં જોવા જઈએ તો આણંદ, કપડવંજ, તારાપુર, પેટલાદ વગેરે ભાગોમાં પણ ધૂળની ડમરી ઉડશે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના રાધનપુર, પાટણના કેટલાક ભાગો વિરમગામના વિસ્તાર, કડી અને બેચરાજી, ચોટીલા, સુરેન્દ્રનગર, હળવદ, ધાંગ્રધ્રા, ધંધુકા લખતર આ બધા ભાગોમાં 20 એપ્રિલના બપોર બાદ ધૂળની ડમરીઓ ઉઠશે
ગરમીનું પ્રમાણ ઘટી જશે
તેમણે કહ્યું કે, આ ગરમીમાં આગામી સમયમાં ઘટાડો જોવા મળશે. એપ્રિલમાં ગરમી વધારે હોવી જોઈએ, તેના બદલે ગરમીમાં વધઘટની સંભાવના રહેશે. તારીખ 22 બાદ ગરમી વધવાની શક્યતા રહેશે. તારીખ 26 બાદ પણ રાજ્યમાં ભાગોમાં ગરમી વધશે. આ દિવસોમાં રાજ્યના અમુક ભાગોમાં 45 ડિગ્રીથી ઉપર પારો જઈ શકે છે.
મે મહિનો પણ તોફાની રહેશે
આ વર્ષે મે મહિનામાં પણ ધૂળિયું વાતાવરણ રહેશે. જ્યાં સુધી કમોસમી વરસાદ ન થાય ધૂળકટ બેસશે નહીં. મે મહિનાની શરૂઆતમાં પણ ધૂળકટ રહેશે. પવનનું જોર ઘણું રહેશે. કચ્છના ભાગોમાં પણ આંચકાના પવનની ગતી 45 કિમી પ્રતિ કલાક સુધીની રહી શકે છે તેવું તેમનું કહેવું છે.
Trending Photos