ગુજરાતમાં વરસાદનું પતશે ત્યાં આવશે વાવાઝોડાનું સંકટ! ઓક્ટોબર મહિનાને લઈ અંબાલાલની ડરામણી આગાહી
Ambalal Patel forecast: નવરાત્રીના તહેવારને આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ખેલૈયાઓ અને આયોજકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે, આ બધાની વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર મોટી આગાહી કરી છે, જે મુજબ આ વર્ષે નવરાત્રી પર વરસાદ અને ગરમીનો માહોલ રહેશે. સપ્ટેમ્બરના અંતમાં ચોમાસાની વિદાય છતાં વરસાદ રહી શકે છે.

અંબાલાલે એમ જણાવ્યું છે કે ઓક્ટોબરમાં બંગાળના ઉપસાગરમાં એક વાવાઝોડું બનશે. અંબાલાલ પટેલની આગાહી મુજબ સૂર્ય ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરી રહ્યો છે અને મંગળ પણ તુલા રાશિમાં પ્રવેશ કરશે, જેના કારણે ગુજરાતમાં વરસાદની શક્યતા વધી ગઈ છે. ચોમાસાના અંતિમ તબક્કામાં પણ વરસાદ ચાલુ રહેશે અને નવરાત્રી દરમિયાન ખેલૈયાઓએ સાવધાની રાખવી પડશે.
ક્યારે અને ક્યાં પડશે વરસાદ?

14 થી 22 સપ્ટેમ્બર: આ સમયગાળા દરમિયાન ગુજરાતના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને અન્ય ભાગોમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. ખાસ કરીને, 14 થી 16 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ જોવા મળી શકે છે. 17 થી 20 સપ્ટેમ્બર: રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. 25 સપ્ટેમ્બર: વડોદરા અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે. છઠ્ઠા નોરતાથી દશેરા સુધી: નવરાત્રીના બીજા ભાગમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત (અમદાવાદ અને ગાંધીનગર સહિત) અને સૌરાષ્ટ્રમાં પણ ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. 27 સપ્ટેમ્બર થી 5 ઓક્ટોબર: આ સમયગાળા દરમિયાન પણ વરસાદી ઝાપટાં ચાલુ રહેશે. 10 થી 12 ઓક્ટોબર: ઓક્ટોબર મહિનામાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે.

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, વરસાદની આ સિસ્ટમ બંગાળના ઉપસાગરમાં સક્રિય થઈ રહી છે, જેના કારણે આ વરસાદ થશે. દક્ષિણ ગુજરાતમાં 1 થી 4 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે. હવામાન નિષ્ણાતે એમ પણ જણાવ્યું છે કે આ વરસાદ 'ચઢશે ત્યાં પડશે' તેવી સ્થિતિમાં હશે, એટલે કે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે, જ્યારે અન્ય વિસ્તારો કોરા રહી શકે છે.

આ આગાહી જોતા નવરાત્રીના આયોજકો અને ખેલૈયાઓએ વરસાદથી બચવા માટેની તૈયારીઓ કરવી જરૂરી છે. ગરબાના સ્થળોએ વરસાદથી રક્ષણ મળી રહે તેવા આયોજનો કરવા પડશે, જેથી ખેલૈયાઓનો ઉત્સાહ જળવાઈ રહે. સપ્ટેમ્બરના અંતમાં ચોમાસાની વિદાય છતાં વરસાદ રહી શકે છે. અંબાલાલે એમ જણાવ્યું છે કે ઓક્ટોબરમાં બંગાળના ઉપસાગરમાં એક વાવાઝોડું બનશે.

ગુજરાતમાં ચોમાસાએ તો વિરામ લીધો છે, પણ હવે નવરાત્રિના નવ દિવસમાં મેઘરાજા ફરી એન્ટ્રી મારવાના મૂડમાં છે. હવામાન વિભાગની આગાહી કહે છે કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, અને સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. અમદાવાદના ખેલૈયાઓ, તૈયાર રહેજો. ગરબાની ગોળાઈમાં વરસાદના ટીપાં પણ ઝરમર ઝરમર ગરબે ઘૂમશે.

એક તરફ ગરબાનો જોશ, બીજી તરફ વરસાદનો રોષ. પણ ગુજરાતીઓનો જુસ્સો કોઈ રોકી શકે? ના, બિલકુલ નહીં. ખેલૈયાઓ કહે છે, છત્રી લઈને ગરબે ઘૂમીશું, પણ મજા નહીં બગડવા દઈએ. ગુજરાતીઓની અદમ્ય ભાવના...વરસાદ હોય કે તડકો, નવરાત્રિનો રંગ જામશે જ...તો તૈયાર થઈ જાઓ, 22 સપ્ટેમ્બરથી નવરાત્રિનો મહાઉત્સવ શરૂ થશે. ગરબે ઘૂમવા માટે તૈયાર રહેજો, ડાંડિયા હાથમાં પકડજો, અને હા, એક નાની છત્રી પણ બાજુમાં રાખજો.
Trending Photos




