ઝાડના મૂળિયા ઉખડી જાય તેવો ફરી પવન ફૂંકાશે! આ વિસ્તારો માટે અંબાલાલની ફરી ભયાનક આગાહી

Ambalal Patel Monsoon Prediction: ગુજરાતમાં આફતની આંધી અને મુશળધાર માઠવાએ ખેડૂતોની માઠી દશા લાવી દીધી છે. ખેડૂતોના મોંઢામાં આવેલો કોળિયો છીનવી લીધો છે, પરંતુ આ આફત હજુ ટળી નથી. આફતની આંધી અને માવઠાનો માર હજુ પણ પડવાનો છે, અને તેની આગાહી હવામાન વિભાગથી લઈ આગાહીકાર અંબાલાલ પટેલ પણ કરી રહ્યા છે. ક્યાં ક્યારે પડવાનો છે વરસાદ? ક્યાં છાપરા ઉડાવી દે તેવો આવવાનો છે પવન? ક્યાં પડવાના છે કરા?

1/8
image

રાજ્યમાં આજે અત્યંત ભારે અને અતિભારે વરસાદની આગાહી છે. એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી આવી છે. મધ્યપ્રદેશ તરફ સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. અરબી સમુદ્રમાં પણ એક વરસાદી ટ્રફ લાઇન બની છે. બે વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી છે. 

2/8
image

નવી આગાહી મુજબ ગાજવીજ વીજળીના કડાકા અને ભારે પવન સાથે રાજ્યમાં વરસાદની આગાહી છે. રાજ્યમાં પવનની ગઈ 60-70 કિમી પ્રતિ કલાકની રહેશે. રાજ્યમાં ક્યાંક રેડ અલર્ટ, તો ક્યાંક ઓરેન્જ એલર્ટ છે. ભાવનગર, અમરેલી, અમદાવાદ, આણંદ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદનું રેડ અલર્ટ છે. રાજ્યના બાકી તમામ જિલ્લાઓમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. તો આવતીકાલથી રાજ્યમાં વરસાદની ગતિ ધીમી પડશે તેવુ હવામાન વિભાગે જણાવ્યું. 

3/8
image

અમદાવાદ શહેરમાં પડેલા ભાર વરસાદ બાદ પાણી નથી ઉતર્યા. તંત્ર દ્વારા સાબરમતી નદી સાથી વાસણા બેરેજમાંથી પાણી છોડવાનો નિર્ણય કરાયો છે. બેરેજની બીજી તરફના વિસ્તારો માટે ચેતવણી આપવામાં આવી હતી. આગામી સમયમાં બેરેજના વધુ દરવાજા ખોલી પાણી છોડવામાં આવશે. સાણંદ, ધંધુકા, ધોળકા, ખેડા સહિતના વિસ્તારો માટે ચેતવણી અપાઈ છે.   

4/8
image

ગુજરાતમાં ભારે પવન સાથે થયેલા વરસાદે હાહાકાર મચાવ્યો છે, પરંતુ આફતનો અંત હજુ ટળ્યો નથી. હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. આગામી 10 મે સુધી માવઠાનો ખતરો હજુ પણ મંડરાઈ રહ્યો છે. 

5/8
image

હવામાન વિભાગે ચેતવણી જારી કરી છે છે કે, ભાવનગર, અમરેલી, સુરત, ભરૂચમાં રેડ એલર્ટ, દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, અરવલ્લીમાં યલો એલર્ટ. અમદાવાદ, ગાંધીનગર, જામનગર, દ્વારકા, પોરબંદરમાં પણ યલો એલર્ટ સાથે ગાજવીજનો ખતરો છે.  

6/8
image

8મે ના રોજ..બનાસકાંઠા, સાબરકાંઠા, રાજકોટ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નર્મદા અને છોટાઉદેપુરમાં છૂટાછવાયો સ્થળોએ વીજળીના કડકા-ભડાકા સાથે અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે. જો કે સાતમી મે બાદ વરસાદનું જોર ઘટશે અને 10મી મે બાદ માવઠાની સ્થિતિથી રાહત મળશે.

7/8
image

અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા છે, જેનાથી ટ્રાફિક અને રોજિંદા જીવન પર અસર થઈ શકે છે. તો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે, પાકિસ્તાન પર બનેલું સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાતમાં તબાહી મચાવી રહ્યું છે. આગામી ચાર દિવસ સુધી માવઠાનો માર યથાવત રહેવાનો છે. 

8/8
image

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની વધુ શક્યતા છે. 7 મે બાદ વરસાદનું જોર ઘટી શકે, પરંતુ 10 મે સુધી મધ્યમથી હળવા વરસાદની શક્યતા યથાવત છે. આ વરસાદથી ખેતરોમાં નુકસાનનો ખતરો વધ્યો છે, જેનાથી ખેડૂતોમાં ચિંતા વધી છે.