આ તારીખે વાજતે-ગાજતે ગુજરાત પહોંચશે ચોમાસું, ભારેથી અતિ ભારે વરસાદ માટે રહેજો તૈયાર!
Gujarat Monsoon Update: ગુજરાતીઓ માટે મોટા રાહતના અને ખુશીના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં ચોમાસાની શરૂઆત હવે સાવ નજીક છે. ચોમાસાની એન્ટ્રી થતા જ આવતા સપ્તાહથી ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી પણ આવી ગઈ છે.
ગુજરાતમાં ગમે ત્યારે ચોમાસુ આવી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું કે, કેટલાક રાજ્યોમાં ચોમાસુ આવી ગયું છે. 14 જૂનથી ચોમાસુ ખૂબ જ સક્રિય થશે, જેના કારણે 16 જૂન પછી ઘણા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પૂર્વ-ચોમાસાનો વરસાદ શરૂ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે, હાલમાં ભારે ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. કેટલીક જગ્યાએ ગરમીના મોજાની અસર પણ જોવા મળી રહી છે. દિવસ દરમિયાન ભારે ગરમી રહેશે. આ ઉપરાંત ભેજ પણ લોકોને પરેશાન કરી રહ્યો છે.
ક્યારે સક્રિય થશે ચોમાસું?
હવામાન વિભાગે જણાવ્યું કે, આગામી 24 કલાકમાં રાજ્યમાં ચોમાસું સક્રિય થશે. આગામી અઠવાડિયાથી રાજ્યમાં વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે જણાવ્યું કે, 13 જૂનથી દક્ષિણ ગુજરાતમાં ચોમાસું શરૂ થશે. આ પછી ચોમાસું ગુજરાતના અન્ય ભાગોમાં આગળ વધશે. ઘણા જિલ્લાઓમાં હળવો વરસાદ પડી શકે છે.
લેટેસ્ટ અપડેટ અનુસારના અહેવાલ મુજબ ગુજરાતમાં ચોમાસું ચારથી પાંચ દિવસમાં શરૂ થવાની શક્યતા છે. ગુજરાતમાં 15મી જૂનથી વરસાદનું જોર વધશે. 14થી 17 જૂન દરમિયાન થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે.
ક્યાં ક્યાં વરસાદ પડશે?
બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય હોવાથી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. જ્યારે ગીર-સોમનાથ, અમરેલી, મહિસાગર, ભરૂચ, વલસાડ, દાહોદ, નર્મદા, બોટાદ, ભાવનગર, સુરતમાં વરસાદની શક્યતા છે.
હવામાન નિષ્ણાતે કહ્યું કે, દક્ષિણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદની આગાહી છે. 15 તારીખથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. 15 થી 22 તારીખમાં રાજ્યના મોટાભાગના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ વરસાદનું કારણ બંગાળની ખાડીમાંથી આવતી હવાની સિસ્ટમ છે, જે ઝારખંડ, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશ થઈને ગુજરાત તરફ આગળ વધી રહી છે. આ સિસ્ટમ અરબી સમુદ્રમાં પહોંચશે ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ તેની અસર જોવા મળશે.
ગુજરાતમાં ચોમાસાના આગમન અંગે હવામાન નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, જૂનના છેલ્લા અઠવાડિયામાં વરસાદ પડવાની શક્યતા છે. જેમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. જ્યારે કચ્છમાં પણ વરસાદ પડ્યો હોવાનું જાણવા મળ્યું છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ફરીથી સક્રિય થશે. જો કે, આ સિસ્ટમને કારણે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદી સ્થિતિ સર્જાઈ શકે છે.
ચોમાસાના આગમનની સાથે જ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આગામી સપ્તાહથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદની સંભાવના છે, જેના કારણે પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે. રાજ્યમાં આગામી સપ્તાહથી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
Trending Photos