કાળઝાળ ગરમીનો આવ્યો અંત! ધરતીપુત્રો માટે સારા સમાચાર, 48 કલાકમાં થશે ચોમાસાની પધરામણી

Gujarat Monsoon 2025: આકરા ઉનાળાની વિદાય અને ચોમાસાનું આગમન...જેની રાહ અન્નદાતા આખુ વર્ષ જોતો હોય છે તે ચોમાસુ ગુજરાતમાં આવવાની તૈયારી છે. આગામી 48 કલાકમાં ચોમાસું દક્ષિણ ગુજરાતમાં દસ્તક દેશે. આ આગાહી હવામાન વિભાગ અને જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે કરી છે. ખેડૂતો માટે આનંદ આપતા શું છે આ સમાચાર?

1/6
image

કાળઝાળ ગરમીનો અંત આવ્યો! ધરતીપુત્રોની નજર હવે આકાશ તરફ છે, કારણ કે ચોમાસાની રાહ આખરે પૂરી થવાની છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 48 કલાકમાં ગુજરાતમાં ચોમાસું દસ્તક દેશે. દક્ષિણ ગુજરાતથી શરૂ થનારી આ વરસાદી મોસમ ખેડૂતોના ચહેરા પર આશાનું સ્મિત લાવશે.

2/6
image

હવામાન વિભાગની આગાહી મુજબ ચોમાસું સૌથી પહેલા દક્ષિણ ગુજરાતમાં 13 જૂનથી પ્રવેશશે. ત્યારબાદ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદી માહોલ જોવા મળશે. 15થી 18 જૂન દરમિયાન વરસાદી એક્ટિવિટી વધશે, જેમાં 16 અને 17 જૂને ઠંડરસ્ટોર્મ સાથે ભારે વરસાદની શક્યતા છે. 

3/6
image

સૌથી પહેલા દક્ષિણ ગુજરાતમાં 13 જૂનથી ચોમાસું પ્રવેશ કરશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદી માહોલ જોવા મળશે. 15થી 18 જૂન દરમિયાન વરસાદી એક્ટિવિટી વધશે. 16 અને 17 જૂને ઠંડરસ્ટોર્મ સાથે ભારે વરસાદની શક્યતા છે.

4/6
image

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું કહેવું છે કે, 16થી 24 જૂન સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે. જો કે, અમદાવાદમાં હાલ વાતાવરણ સૂકું રહેશે. 14 જૂને સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આનંદ, પંચમહાલ, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને દિવમાં ઠંડરસ્ટોર્મની શક્યતા છે.

5/6
image

શું કરી અંબાલાલે આગાહી કરી છે કે, 16થી 24 જૂન સુધી મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. ચોમાસાની શરૂઆત સાથે હવામાન વિભાગે માછીમારોને 14 જૂને દરિયો ન ખેડવાની સૂચના આપી છે. 15 અને 16 જૂને તેજ પવનના કારણે એલર્ટ જાહેર કરાયું છે. 

6/6
image

ગયા વર્ષની 11 જૂનની સરખામણીએ આ વર્ષે ચોમાસું થોડું મોડું આવ્યું, પરંતુ ખેડૂતોનો ઉત્સાહ અડગ છે. 13 જૂનથી શરૂ થતો વરસાદ ગુજરાતની ધરતીને હરિયાળી બનાવશે અને ખેડૂતોના સપનાઓને નવું જીવન આપશે.