ગુજરાતમાં આગામી 5 દિવસ મેઘરાજા મચાવશે તાંડવ! આ જિલ્લામાં કડાકા-ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ

Gujarat Monsoon Forecast: ગુજરાતમાં અનેક જિલ્લામાં ચોમાસાની ગતિવિધિઓ શરૂ થઈ ગઈ છે. રાજ્યના ઘણા જિલ્લાઓમાં ગઈકાલે પણ ભારે વરસાદ પડ્યો હતો. આ દરમિયાન IMDએ ચોમાસા અંગે આગાહી કરી છે. રાજ્યમાં આજે અતિભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મુશળદાર વરસાદ આવી શકે છે. ભાવનગર અને અમરેલીમાં અતિભારે વરસાદ વરસશે. તો નવસારી, વલસાડ અને સુરતમાં પણ અતિભારે વરસાદનું એલર્ટ છે. હવામાન વિભાગે વરસાદના એલર્ટ જાહેર કર્યું છે.

1/10
image

ગુજરાતમાં ચોમાસુ સક્રિય થઈ ગયું છે. રાજ્યમાં ભારે ગરમી અને તોફાન વચ્ચે ભારે વરસાદ પડી રહ્યો છે. ગઈકાલે અમદાવાદમાં ભારે પવન સાથે ભારે વરસાદ શરૂ થયો હતો. IMDએ 17થી 23 જૂન દરમિયાન ભારે વરસાદની આગાહી કરી છે. કેટલાક ભાગોમાં વીજળી પણ પડી શકે છે. સામાન્ય લોકોને ગરમીથી રાહત મળી, પરંતુ ભારે વરસાદને કારણે ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા. IMDએ માછીમારોને દરિયામાં ન જવાની પણ સલાહ આપી છે.

2/10
image

હવામાન વિભાગે નાવકાસ્ટ જાહેર કરીને વરસાદની આગાહી કરી છે. સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, જુનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ અને દીવમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. તો જ્યારે અન્ય જિલ્લાઓમાં યેલો એલેટ આપવામાં આવ્યું છે. 

3/10
image

રાજ્યમાં આજે કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી છે. આજે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. આજે કચ્છ, ગીર સોમનાથ અને જૂનાગઢમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. 18 થી 22 જૂન રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદની આગાહી છે. આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. તો પવનની ગતિ 25/35 કિમી પ્રતિકલાકની રહેશે. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.   

17 જૂન

4/10
image

હવામાન વિભાગે ગુજરાતમાં સત્તાવાર ચોમાસાની જાહેરાત કરી છે. વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે માહિતી આપતા જણાવ્યું કે, ગુજરાતમાં ચોમાસાંનું આગમન થયું છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનમાં કારણે વરસાદની આગાહી છે. 24 કલાકમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશ લો પ્રેશર બનશે. લો પ્રેશર વૉલમાર્ટ લો પ્રેશરમાં પરિવર્તિત થશે. રાજ્યમાં આજથી 17 જૂન સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. આજે મંગળવારે કચ્છ, ગીર સોમનાથ અને જૂનાગઢમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. 18 થી 23 જૂન રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદની આગાહી છે. આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના છે. પવનની ગતિ 25/35 કિમી પ્રતિ કલાકની રહેશે. તો અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 

18 જૂન

5/10
image

હવામાન વિભાગે 18 જૂન બુધવાર માટે 12 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અરવલ્લી, દાહોદ, મહિસાગર, ડાંગ, નવસારી, વસસાડ, દાદરા નગર હવેલી, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ અને અમરેલી તથા ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે અમદાવાદ, સાબરકાંઠા, ગાંધીનગર, આણંદ, વડોદરા, છોટાઉદેપુર સહિત 15 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  

19 જૂન

6/10
image

19 જૂને પણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. 19 જૂને હવામાન વિભાગે સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, તાપી, ભરૂચ, ભાવનગર, ગીર સોમનાથ અને અમરેલીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

20 જૂન

7/10
image

20 જૂને દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લા નવસારી, ડાંગ, વલસાદ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  

21 જૂન

8/10
image

ગુજરાતના હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે 21 જૂને 12 જિલ્લામાં યલો એલર્ટ છે. જેમાં અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, ડાંગ, વલસાડમાં ભારે વરસાદ પડી શકે છે.  

22 જૂન

9/10
image

22 જૂને ઉત્તર ગુજરાતના 4 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર અને દાહોદમાં અતિભારે વરસાદની આગાહી છે. આ સિવાય 20 જિલ્લા જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, પંચમગાલ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, રાજકોટ, અમરેલી, ભાવનગર, દીવ, જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  

23 જૂન

10/10
image

23 જૂન રવિવારે ઉત્તર ગુજરાતના 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં આ દરમિયાન ભારે વરસાદ પડી શકે છે. તો કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, પંચમહાલ, દાહોદ, નવસારી, વલસાડ 13 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.