હીટવેવ વચ્ચે આવી ગઈ ચોમાસાની આગાહી, જાણો આ વર્ષે ગુજરાતમાં કેવો પડશે વરસાદ?

Source:Bureau
Published: Apr 16, 2025, 06:39 PM IST|Updated: Apr 16, 2025, 06:39 PM IST

Gujarat Weather: રાજ્યમાં સતત ગરમી વધી રહી છે. હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું કે ગુજરાતમાં પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશાના પવનો ફૂંકાશે. બીજીતરફ હવામાન વિભાગે આ વર્ષે રાજ્યમાં સારા વરસાદની પણ સંભાવના વ્યક્ત કરી છે.
 

 ચોમાસું સારૂ રહેશે1/5

ચોમાસું સારૂ રહેશે

ભારતીય હવામાન વિભાગ (IMD)એ દાવો કર્યો છે કે આ વખતે ચોમાસું સામાન્ય કરતાં સારું રહેશે. જૂનથી સપ્ટેમ્બર સુધી સારો વરસાદ પડશે. વિભાગના જણાવ્યા અનુસાર, આ વખતે સામાન્ય કરતાં 105% વરસાદની સંભાવના છે, જે ખેડૂતો અને ખેતી માટે સારો સંકેત છે. IMD અનુસાર 2025માં 105 ટકા એટલે કે 87 સેમી વરસાદની સંભાવના છે. ચોમાસાની સિઝન 4 મહિના સુધી ચાલે છે, જેના માટે લાંબા ગાળાની સરેરાશ (LPA) 868.6 mm એટલે કે 86.86 cm છે. આનો અર્થ એ છે કે આટલો વરસાદ સમગ્ર સિઝન દરમિયાન કુલ મળીને પડવો જોઈએ.

 પડશે સારો વરસાદ2/5

પડશે સારો વરસાદ

આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે અને ચાર મહિનાની લાંબાગાળાની સરેરાશમાં દેશભરમાં 103 ટકા જેટલો વરસાદ થવાની શક્યતા છે. એટલે કે ચોમાસું સારું રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે 15 જૂનના રોજ જારી કરેલા પૂર્વાનુમાનની સાથે એક નક્શો પણ જારી કર્યો છે તે પ્રમાણે કયા રાજ્ય અને કયા વિસ્તારોમાં કેટલો વરસાદ થશે તેની માહિતી પણ આપી છે. જોકે, મે મહિનામાં ફરીથી હવામાન વિભાગ ચોમાસાનું અપડેટ પૂર્વાનુમાન જારી કરશે.

 હવામાન વિભાગે આપી માહિતી3/5

હવામાન વિભાગે આપી માહિતી

જે રાજ્યોમાં સામાન્ય કરતાં વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે તેમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઓડિશા, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, મરાઠવાડા, પશ્ચિમ બંગાળ અને તેલંગાણાનો સમાવેશ થાય છે. જે રાજ્યોમાં સામાન્ય કરતાં ઓછા વરસાદની આગાહી કરવામાં આવી છે તેમાં જમ્મુ અને કાશ્મીર, બિહાર, તમિલનાડુ, લદ્દાખ અને પૂર્વોત્તર રાજ્યોનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે ચોમાસું 1 જૂનની આસપાસ કેરળમાં પ્રવેશે છે. ચોમાસું સામાન્ય રીતે 15-25 જૂનની વચ્ચે આવે છે. 4 મહિનાની સિઝન પછી, ચોમાસું સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં રાજસ્થાન થઈને પીછેહઠ કરે છે.

4/5

ભારતમાં ચોમાસાની શરૂઆત કેરળમાંથી થાય છે અને 1 જૂન દેશમાં ચોમાસું બેસવાની આધિકારિક તારીખ છે. કેરળમાં ચોમાસું શરૂ થયા બાદ ગુજરાત સુધી પહોંચતા સામાન્ય રીતે 15થી 20 દિવસ જેટલો સમય લાગે છે.  આ વર્ષે જૂનથી લઈને સપ્ટેમ્બર એમ ચાર મહિનાના લાંબાગાળા દરમિયાન 105 ટકા જેટલો વરસાદ થવાની શક્યતા છે. એટલે કે દેશમાં સરેરાશ કરતાં પણ વધારે વરસાદ થવાની શક્યતા છે.  

5/5

હવામાન વિભાગે જાહેર કરેલા નક્શા પ્રમાણે આગામી ચોમાસામાં ગુજરાતમાં સરેરાશ કરતાં વધારે વરસાદ થવાની શક્યતા છે. ગુજરાતમાં ચોમાસાને લઈને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. આ વર્ષે ગુજરાતમાં ચોમાસું કેવું રહેશે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે 59 ટકા જેટલી એવી શક્યતા છે કે આ વર્ષે દેશના મોટા ભાગના વિસ્તારોમાં સરેરાશ કરતાં વધારે વરસાદ થશે.