આ એક સિસ્ટમના કારણે આ જિલ્લાઓમાં આવશે આફત; આખરે ગુજરાતમાં ચોમાસાની તારીખ થઈ ફાઈનલ

Written ByKinjal PatelUpdated byKinjal Patel
Published: Jun 10, 2025, 07:54 AM IST|Updated: Jun 10, 2025, 07:54 AM IST

Gujarat Weather Update: ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં હવામાન બદલાઈ રહ્યું છે. સૌરાષ્ટ્ર ઉપરાંત, દક્ષિણ-મધ્યમાં જૂનના છેલ્લા અઠવાડિયામાં વરસાદ પડી શકે છે, જ્યારે હવામાન વિભાગે કચ્છમાં વરસાદની આગાહી કરી છે.

1/10

ગુજરાતમાં ભારે ગરમી પડી રહી છે અને ગુજરાતમાં ક્યારે વરસાદ પડશે તે અંગે માહિતી આપી છે. તેમજ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ચોમાસા અંગે મોટી આગાહી કરી છે. રવિવારથી મહારાષ્ટ્રના ભાગોમાં ચોમાસું સક્રિય થયું છે. જ્યાર બાદ 10 જૂનની આસપાસ ચોમાસું વલસાડ પહોંચશે.  

2/10

ગુજરાતમાં ચોમાસાના આગમન અંગે હવામાન નિષ્ણાતોએ જણાવ્યું હતું કે જૂનના છેલ્લા અઠવાડિયામાં વરસાદ પડવાની શક્યતા છે. જેમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. જ્યારે કચ્છમાં પણ વરસાદ પડ્યો હોવાનું જાણવા મળ્યું છે. 5 જૂન પછી,દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ફરીથી સક્રિય થશે. જોકે, આ સિસ્ટમને કારણે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદી સ્થિતિ સર્જાઈ શકે છે.

3/10

હાલ રાજ્યમાં પશ્ચિમથી ઉત્તર પશ્ચિમ પવનો ફૂંકાઈ રહ્યાં છે. ત્યારે આગામી સાત દિવસમાં કેટલીક જગ્યાએ વરસાદ પડી શકે છે. પરંતુ રાજ્યમાં વરસાદ માટેની કોઈ સિસ્ટમ અત્યારે સક્રિય નથી. ભેજને કારણે વરસાદ પડી રહ્યો છે. અમદાવાદ કેન્દ્ર હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે જણાવ્યું કે, આગામી સાત દિવસ સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. સાથે જ 9થી 12 જૂન ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં વરસાદી માહોલ રહેશે. આ સાથે હવામાન વિભાગે જણાવ્યું કે, ગુજરાતમાં 12થી 18 જૂન દરમિયાન ચોમાસાનું આગમન થઈ શકે છે.

4/10

ગુજરાતમાં છૂટાછવાયા વરસાદ પડી રહ્યો છે. પ્રી-મોન્સૂન એક્ટિવિટીની અસરને કારણે રાજ્યમાં હળવો વરસાદ પડી રહ્યો છે. દરમિયાન, હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે કે આગામી થોડા દિવસો રાજ્યમાં હવામાન બદલાઈ શકે છે. તેથી, આજે રાજ્યના ઘણા જિલ્લાઓમાં પણ વરસાદ પડી શકે છે, જેમાં વલસાડ, નવસારી, ડાંગ અને સુરતનો સમાવેશ થાય છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવો વરસાદ થવાની સંભાવના છે.

5/10

કેરળથી મહારાષ્ટ્ર સુધી ભારતના કેટલાક ભાગોમાં દક્ષિણપશ્ચિમ ચોમાસાના અકાળ આગમન સાથે, ગુજરાતમાં ચોમાસું વહેલું દસ્તક આપશે. જોકે, રાજ્યના કેટલાક ભાગોમાં છૂટાછવાયા વરસાદ પડી શકે છે. આવી સ્થિતિમાં, જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે આગામી દિવસોમાં અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય થઈ શકે છે.

6/10

અંબાલાલ પટેલે કહ્યું કે, રવિવારથી મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં ચોમાસું સક્રિય થયું છે. 10 જૂન આસપાસ ચોમાસું વલસાડની આસપાસ પહોંચી શકે છે. જો કે, આ સાથે જ તેમણે રાજ્યમાં ચોમાસાનું આગમન નબળું હોવાની આગાહી કરી છે. જે 12 થી 15 જૂનની આસપાસ ચોમાસું સક્રિય થઈ જશે તેવું જણાવ્યું છે. 

7/10

હવામાન નિષ્ણાતે કહ્યું કે, દક્ષિણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદની આગાહી છે. 15 તારીખથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. 15 થી 22 તારીખમાં રાજ્યના મોટાભાગના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.   

8/10

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે 10થી 12 જૂન વચ્ચે ગુજરાતમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, તાપી, ડાંગ, વલસાદ, નવસારી, દમણ અને દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. તો 13 જૂને રાજ્યમાં વરસાદનું જોર વધી શકે છે. આ તારીખે ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી, વડોદરા, પંચમહાલ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, છોટાઉદેપુર, દાહોદ, નવસારી, ડાંગ, દમણમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  

9/10

14 જૂને રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અરવલ્લી, મહીસાગર, ભરૂચ, વડોદરા, દાહોદ, નર્મદા, ડાંગ, સુરત, નવસારી, વલસાડ અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  આ સિવાય 15 જૂનની વાત કરવામાં આવે તો જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, નર્મદા, ડાંગ, સુરત, નવસારી, વલસાડ અને દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.  

10/10

જેમાં અમરેલી, જૂનાગઢ, ભાવનગર, બોટાદ, ખંભાત, ભરૂચ, જંબુસર, અંકલેશ્વર, તાપી, નર્મદા, સુરત, નવસારીના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. દાહોદ, પંચમહાલ, વડોદરા, આણંદમાં પણ ભારે વરસાદની આગાહી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની શક્યતા છે. તો ઉત્તર ગુજરાતમાં પણ મધ્યમ વરસાદની આગાહી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણામાં મધ્યમ વરસાદની આગાહી છે.