ગુજરાતના 2 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ; બે નવી સિસ્ટમ આ વિસ્તારોમાં લાવશે 'પૂર'?
Weather Update Red Alert Issued for Gujarat: આગામી સાત દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી આપી છે. એક સાથે બે સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં ભારે વરસાદ વરસશે. દક્ષિણ ગુજરાતથી બંગાળ સુધી ટ્રફ તથા ઉત્તર પૂર્વ રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યૂલેશન સક્રિય છે. જેના કારણે આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સુચના અપાઈ છે. બનાસકાંઠા, સાબરકાંઠામાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. વરસાદની આગાહી વચ્ચે પવનની ગતિ 40થી 50 કિલોમીટરની રહેવાની શક્યતા છે.
રાજ્યના અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ
જ્યારે કચ્છ, પાટણ, ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી, અમદાવાદ, સુરેન્દ્રનગર, મહીસાગર, દાહોદ, સુરત, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
રાજ્યના અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ
મોરબી, જામનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર અને ભરૂચમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
બે વરસાદી સિસ્ટમ સક્રિય
આગાહી મુજબ આ સમય દરમિયાન પવન ગતિ 41થી 61 કિલોમીટર પ્રતિ કલાકે રહેશે. બે વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં અલગ-અલગ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં આજે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
Trending Photos