મેઘરાજાને રીઝવવા માટે આદિવાસી સમાજની અનોખી પરંપરા, પુરુષો પગમાં ઘુંઘરુ બાંધીને કરે છે નાચગાન

આદિવાસી સમાજ ખેતી ઉપર નિર્ભર હોય છે ત્યારે ચાલુ વર્ષે વરસાદ (gujarat rain) ન પડતા વાંસદા તાલુકાના વાંગણ ગામે આદિવાસી પરંપરા (rituals) મુજબ નારણદેવની પૂજા કરવામાં આવી છે. ત્યારે આ પૂજા કરવાથી વરસાદ આવે છે એવી આદિવાસી સમાજમાં માનતા છે.

સ્નેહલ પટેલ/નવસારી :આદિવાસી સમાજ ખેતી ઉપર નિર્ભર હોય છે ત્યારે ચાલુ વર્ષે વરસાદ (gujarat rain) ન પડતા વાંસદા તાલુકાના વાંગણ ગામે આદિવાસી પરંપરા (rituals) મુજબ નારણદેવની પૂજા કરવામાં આવી છે. ત્યારે આ પૂજા કરવાથી વરસાદ આવે છે એવી આદિવાસી સમાજમાં માનતા છે.

1/5
image

નવસારી જિલ્લાનો વાંસદા તાલુકો 9૦ ટકા આદિવાસી વસ્તી ધરાવતો તાલુકો છે. ત્યારે ચોમાસાની સીઝન ચાલુ હોય તેમ છતાં વરસાદ ના આવતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. ત્યારે આદિવાસી સમાજમા વરસાદ ન આવતા નારણદેવની પૂજા કરવાની પરંપરા છે. 

2/5
image

વાંગણ ગામે પણ ગામલોકોએ ફાળો એકત્ર કરી નારણદેવની પૂજા કરવામાં આવી હતી. આદિવાસી સમાજમાં આ પૂજા વર્ષોથી બાપ દાદાના સમયથી કરવામાં આવતી હોય છે. 

3/5
image

નારણદેવની પૂજા કરવાથી વરસાદ સારો આવવાની પણ આદિવાસીઓમાં માનતા છે. આ પૂજામાં માણસો પગમાં ઘૂઘરૂં બાંધીને નાચગાન કરે છે. તેમજ પુરુષો ધૂણતા પણ હોય છે.

4/5
image

નારણદેવની પૂજા રાત્રિના સમયમાં કરવામાં આવે છે. લગભગ ૨૪ કલાક જેટલો સમય આ પૂજા ચાલુ રહે છે. ત્યારે આજે પણ આદિવાસીઓની પરંપરા ગ્રામ્ય વિસ્તારોમાં જીવંત છે.

5/5
image